News Continuous Bureau | Mumbai
Pariksha Pe Charcha 2024: પરિક્ષા પે ચર્ચા 2024 કાર્યક્રમનું આજે આયોજન કરવામાં આવ્યું છે. 2 કરોડથી વધુ વિદ્યાર્થીઓ ( Students ) , વાલીઓ અને શિક્ષકોએ PPC 2024 એટલે કે પરીક્ષા પે ચર્ચા 2024 ( PPC 2024) માટે નોંધણી કરાવી છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ( Narendra Modi ) પોતે બધાને સંબોધીત કરીને અને બોર્ડની પરીક્ષા ( Board Exam ) અંગે ચર્ચા કરીને તણાવને દૂર કરવાનો મંત્ર આપતા જોવા મળી રહ્યા છે.
પરિક્ષા પે ચર્ચા 2024 કાર્યક્રમ સાથે જોડાણ ભારત મંડપમ, ITPO, પ્રગતિ મેદાન, નવી દિલ્હી ખાતે સવારે 11 વાગ્યાથી (ભારત મંડપમ દિલ્હી) યોજવામાં આવ્યુ છે. આ એ જ જગ્યા છે જ્યાં G20 સમિટનું ( G20 Summit ) આયોજન કરવામાં આવ્યું હતું. પરીક્ષા પર ચર્ચા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ 7મી આવૃત્તિ છે.
આ ખાસ કાર્યક્રમ દરમિયાન 4 હજાર લોકો પીએમ મોદી સાથે સીધી વાત કરી શકશે…
આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથે પરીક્ષાઓ અને શિક્ષણ ક્ષેત્ર (PM Narendra Modi) સંબંધિત તમામ પડકારો પર વાત કરી રહ્યા છે. પરિક્ષા પે ચર્ચા 2024નું શિક્ષણ મંત્રાલય ( Education Ministry ) અને વડાપ્રધાન કાર્યાલયની ટ્વિટર, ફેસબુક અને યુટ્યુબ ચેનલો પર જીવંત પ્રસારણ કરવામાં આવી રહ્યુ છે. આ સાથે, જીવંત પ્રસારણની તમામ લિંક પણ education.gov.in પર ઉપલબ્ધ કરવામાં આવી છે.
આ સમાચાર પણ વાંચો : Zen tech: આ ડ્રોન મેન્યુફેક્ચરિંગ કંપનીનો શેર બન્યો રોકેટ.. શેરે છેલ્લા એક વર્ષમાં આપ્યું મલ્ટિબેગર રિટર્ન.
MyGov પોર્ટલ પર ઉપલબ્ધ માહિતી અનુસાર, વિદ્યાર્થીઓ સિવાય, 14 લાખથી વધુ શિક્ષકો અને 5 લાખ વાલીઓએ પરિક્ષા પે ચર્ચા 2024 માટે નોંધણી કરાવી છે. આ ખાસ કાર્યક્રમ દરમિયાન 4 હજાર લોકો પીએમ મોદી સાથે સીધી વાત કરી શકશે. એકલવ્ય આદર્શ નિવાસી શાળાના 100 વિદ્યાર્થીઓ પણ કાર્યક્રમનો ભાગ બનવાની શક્યતા છે.
પરીક્ષા પે ચર્ચા 2024 કાર્યક્રમ દ્વારા PM નરેન્દ્ર મોદી માત્ર વિદ્યાર્થીઓને જ નહીં પરંતુ શિક્ષકો અને માતા-પિતાને પણ પરીક્ષાની તૈયારી સંબંધિત પડકારોનો સામનો કરવાની સલાહ આપશે. પીએમ આજે વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓના મહત્વના પ્રશ્નોના જવાબ પણ આપશે. કેટલાક પસંદગીના વિદ્યાર્થીઓને PM મોદી દ્વારા લખાયેલ પુસ્તક Exam Warriors પણ આપવામાં આવશે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)