Pariksha Pe Charcha 2025: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની મુખ્ય પહેલ, પરીક્ષા પે ચર્ચા (PPC) માટે નોંધણી, વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ તરફથી રેકોર્ડ-બ્રેકિંગ 3.5 કરોડથી વધુ ભાગીદારી સાથે પૂર્ણ થઈ. પરીક્ષા સંબંધિત તણાવને શિક્ષણ અને ઉજવણીના ઉત્સવમાં પરિવર્તિત કરવા માટે આ એક રાષ્ટ્રવ્યાપી ચળવળ છે. PPC 2025ની 8મી આવૃતિએ ભારત અને વિદેશમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ તરફથી નોંધણીના સંદર્ભમાં એક અભૂતપૂર્વ સીમાચિહ્ન સ્થાપિત કર્યું છે. આ નોંધપાત્ર પ્રતિસાદ સાચા જન આંદોલન તરીકે કાર્યક્રમના વધતા વ્યાપને રેખાંકિત કરે છે.
PPC 2025 માટે ઓનલાઈન નોંધણી MyGov.in પોર્ટલ પર 14 ડિસેમ્બર 2024થી 14 જાન્યુઆરી 2025 સુધી યોજાઈ હતી. આ કાર્યક્રમની અપાર લોકપ્રિયતા વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્યને સંબોધવામાં અને પરીક્ષાઓ પ્રત્યે સકારાત્મક દૃષ્ટિકોણ કેળવવામાં તેની સફળતાને દર્શાવે છે.
શિક્ષણ મંત્રાલય હેઠળના શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ દ્વારા દર વર્ષે આયોજિત આ ઇન્ટરેક્ટિવ કાર્યક્રમ શિક્ષણનો ખૂબ જ અપેક્ષિત ઉજવણી બની ગયો છે. 2024માં PPC ની 7મી આવૃત્તિ નવી દિલ્હીના પ્રગતિ મેદાનના ભારત મંડપમ ખાતે ટાઉન હોલ ફોર્મેટમાં યોજાઈ હતી અને તેને વ્યાપક પ્રશંસા મળી હતી.
આ સમાચાર પણ વાંચો: Makar Sankranti: પ્રધાનમંત્રીએ મકરસંક્રાંતિના મહાન તહેવાર પર મહાકુંભમાં પ્રથમ અમૃત સ્નાનમાં ભાગ લેનારા ભક્તોને અભિનંદન શુભેચ્છા આપી
Pariksha Pe Charcha 2025: PPC ની ભાવનાને અનુરૂપ, શાળા-સ્તરની આકર્ષક પ્રવૃત્તિઓની શ્રેણી 12 જાન્યુઆરી 2025 (રાષ્ટ્રીય યુવા દિવસ)ના રોજ શરૂ થઈ હતી અને 23 જાન્યુઆરી 2025 (નેતાજી સુભાષચંદ્ર બોઝ જયંતિ) સુધી ચાલુ રહેશે. આ પ્રવૃત્તિઓનો હેતુ સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવાનો અને વિદ્યાર્થીઓને પરીક્ષાને ઉત્સવ તરીકે ઉજવવા માટે પ્રેરણા આપવાનો છે. આ પ્રવૃત્તિઓમાં સામેલ છે:
• સ્વદેશી રમતો સત્રો
• મેરેથોન દોડ
• મીમ સ્પર્ધાઓ
• નુક્કડ નાટક
• યોગ-સહ-ધ્યાન સત્રો
• પોસ્ટર-મેકિંગ સ્પર્ધાઓ
• પ્રેરણાત્મક ફિલ્મ સ્ક્રીનીંગ
• માનસિક સ્વાસ્થ્ય કાર્યશાળાઓ અને કાઉન્સેલિંગ સત્રો
• CBSE, KVS અને NVS વિદ્યાર્થીઓ દ્વારા પ્રદર્શન
આ પ્રવૃત્તિઓ દ્વારા, PPC 2025 તેના સ્થિતિસ્થાપકતા, સકારાત્મકતા અને શીખવામાં આનંદના સંદેશને મજબૂત બનાવે છે તેમજ સુનિશ્ચિત કરે છે કે શિક્ષણને દબાણ-સંચાલિત કાર્યને બદલે પ્રવાસ તરીકે ઉજવવામાં આવે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.