Pariksha Pe Charcha 2025: પરીક્ષા પે ચર્ચાના 8મા સંસ્કરણ માટે નોંધણી રેકોર્ડ-બ્રેકિંગ 3.5 કરોડથી વધુ અરજીઓ સાથે પૂર્ણ થઈ

Pariksha Pe Charcha 2025: પરીક્ષા પે ચર્ચા (PPC) માટે નોંધણી, વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ તરફથી રેકોર્ડ-બ્રેકિંગ 3.5 કરોડથી વધુ ભાગીદારી સાથે પૂર્ણ થઈ. પરીક્ષા સંબંધિત તણાવને શિક્ષણ અને ઉજવણીના ઉત્સવમાં પરિવર્તિત કરવા માટે આ એક રાષ્ટ્રવ્યાપી ચળવળ છે.

by khushali ladva
Pariksha Pe Charcha 2025 Registration for the 8th edition of Pariksha Pe Charcha completed with record-breaking over 3.5 crore applications

Pariksha Pe Charcha 2025: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની મુખ્ય પહેલ, પરીક્ષા પે ચર્ચા (PPC) માટે નોંધણી, વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ તરફથી રેકોર્ડ-બ્રેકિંગ 3.5 કરોડથી વધુ ભાગીદારી સાથે પૂર્ણ થઈ. પરીક્ષા સંબંધિત તણાવને શિક્ષણ અને ઉજવણીના ઉત્સવમાં પરિવર્તિત કરવા માટે આ એક રાષ્ટ્રવ્યાપી ચળવળ છે. PPC 2025ની 8મી આવૃતિએ ભારત અને વિદેશમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ તરફથી નોંધણીના સંદર્ભમાં એક અભૂતપૂર્વ સીમાચિહ્ન સ્થાપિત કર્યું છે. આ નોંધપાત્ર પ્રતિસાદ સાચા જન આંદોલન તરીકે કાર્યક્રમના વધતા વ્યાપને રેખાંકિત કરે છે.

PPC 2025 માટે ઓનલાઈન નોંધણી MyGov.in પોર્ટલ પર 14 ડિસેમ્બર 2024થી 14 જાન્યુઆરી 2025 સુધી યોજાઈ હતી. આ કાર્યક્રમની અપાર લોકપ્રિયતા વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્યને સંબોધવામાં અને પરીક્ષાઓ પ્રત્યે સકારાત્મક દૃષ્ટિકોણ કેળવવામાં તેની સફળતાને દર્શાવે છે.

શિક્ષણ મંત્રાલય હેઠળના શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ દ્વારા દર વર્ષે આયોજિત આ ઇન્ટરેક્ટિવ કાર્યક્રમ શિક્ષણનો ખૂબ જ અપેક્ષિત ઉજવણી બની ગયો છે. 2024માં PPC ની 7મી આવૃત્તિ નવી દિલ્હીના પ્રગતિ મેદાનના ભારત મંડપમ ખાતે ટાઉન હોલ ફોર્મેટમાં યોજાઈ હતી અને તેને વ્યાપક પ્રશંસા મળી હતી.

આ સમાચાર પણ વાંચો:   Makar Sankranti: પ્રધાનમંત્રીએ મકરસંક્રાંતિના મહાન તહેવાર પર મહાકુંભમાં પ્રથમ અમૃત સ્નાનમાં ભાગ લેનારા ભક્તોને અભિનંદન શુભેચ્છા આપી

Pariksha Pe Charcha 2025: PPC ની ભાવનાને અનુરૂપ, શાળા-સ્તરની આકર્ષક પ્રવૃત્તિઓની શ્રેણી 12 જાન્યુઆરી 2025 (રાષ્ટ્રીય યુવા દિવસ)ના રોજ શરૂ થઈ હતી અને 23 જાન્યુઆરી 2025 (નેતાજી સુભાષચંદ્ર બોઝ જયંતિ) સુધી ચાલુ રહેશે. આ પ્રવૃત્તિઓનો હેતુ સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવાનો અને વિદ્યાર્થીઓને પરીક્ષાને ઉત્સવ તરીકે ઉજવવા માટે પ્રેરણા આપવાનો છે. આ પ્રવૃત્તિઓમાં સામેલ છે:

• સ્વદેશી રમતો સત્રો

• મેરેથોન દોડ

• મીમ સ્પર્ધાઓ

• નુક્કડ નાટક

• યોગ-સહ-ધ્યાન સત્રો

• પોસ્ટર-મેકિંગ સ્પર્ધાઓ

• પ્રેરણાત્મક ફિલ્મ સ્ક્રીનીંગ

• માનસિક સ્વાસ્થ્ય કાર્યશાળાઓ અને કાઉન્સેલિંગ સત્રો

• CBSE, KVS અને NVS વિદ્યાર્થીઓ દ્વારા પ્રદર્શન

આ પ્રવૃત્તિઓ દ્વારા, PPC 2025 તેના સ્થિતિસ્થાપકતા, સકારાત્મકતા અને શીખવામાં આનંદના સંદેશને મજબૂત બનાવે છે તેમજ સુનિશ્ચિત કરે છે કે શિક્ષણને દબાણ-સંચાલિત કાર્યને બદલે પ્રવાસ તરીકે ઉજવવામાં આવે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More