Site icon News Continuous Bureau | Mumbai

Pariksha Pe Charcha 2026: PM મોદીની પાઠશાળા: પરીક્ષાના ડરને ભગાડવા વડાપ્રધાને આપી ખાસ ટિપ્સ, જાણો શું છે ‘પરીક્ષા પે ચર્ચા’ના મુખ્ય અંશો.

સપના જોવાનું બંધ કરવું એ ગુનો છે; વડાપ્રધાને વિદ્યાર્થીઓને તણાવમુક્ત પરીક્ષા આપવા અને ટાઈમ મેનેજમેન્ટ શીખવા કરી અપીલ.

Pariksha Pe Charcha 2026 PM Modi Shares Success Mantra with Students; Focus on Time Management and Life Skills.

Pariksha Pe Charcha 2026 PM Modi Shares Success Mantra with Students; Focus on Time Management and Life Skills.

News Continuous Bureau | Mumbai

 ‘પરીક્ષા પે ચર્ચા 2026’ કાર્યક્રમની 9મી સીઝનનો પ્રારંભ થઈ ચૂક્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશભરના લાખો વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ કરી રહ્યા છે. આ વર્ષે કાર્યક્રમ ખાસ છે કારણ કે પીએમ મોદી દેશના અલગ-અલગ હિસ્સાઓમાં જઈને બાળકોને પરીક્ષાના તણાવમાંથી મુક્તિ મેળવવા અને પોઝિટિવ વિચારધારા અપનાવવા ટિપ્સ આપી રહ્યા છે. શિક્ષણ મંત્રાલયની આ પહેલ હેઠળ વડાપ્રધાને વિદ્યાર્થીઓને તેમના અભ્યાસના પેટર્ન પર ભરોસો રાખવા જણાવ્યું છે. પીએમ મોદીએ સલાહ આપી કે, “સાંભળો બધાની, પણ પોતાના અનુભવોને પણ તેમાં ઉમેરતા જાઓ.” કોઈના કહેવા પર આંધળું અનુકરણ કરવાને બદલે પોતાની ક્ષમતા મુજબ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.

Join Our WhatsApp Channel

ટાઈમ મેનેજમેન્ટ અને સંતુલન

પરીક્ષાના ડરને દૂર કરવા માટે પીએમ મોદીએ ‘ટાઈમ મેનેજમેન્ટ’ શીખવા પર ભાર મૂક્યો હતો. તેમણે એક વિદ્યાર્થીના પ્રશ્નના જવાબમાં કહ્યું કે, જીવનમાં દરેક વસ્તુમાં સંતુલન હોવું ખૂબ જરૂરી છે. અભ્યાસની સાથે સાથે લાઈફ સ્કીલ્સને પણ આત્મસાત કરવી જોઈએ. જીવન કૌશલ્યો સાથે ક્યારેય સમાધાન ન કરવું જોઈએ, કારણ કે તે ભવિષ્યના ઘડતરમાં મહત્વની ભૂમિકા ભજવે છે.

આ સમાચાર પણ વાંચો: Mumbai BMC Mayor Election 2026: મુંબઈ મેયર પદ માટે જંગ: ભાજપનું પલ્લુ ભારે કે શિંદે જૂથ બાજી મારશે? જાણો આ 2 દિગ્ગજ મહિલા કોર્પોરેટરો છે રેસમાં સૌથી આગળ

સપના જોવાની શક્તિ

વડાપ્રધાને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા એક ખૂબ જ મહત્વનું વિધાન કર્યું કે, “સપના ન જોવા એ ગુનો છે.” દરેક વ્યક્તિએ મોટા સપના જોવા જોઈએ. જોકે, તેમણે એમ પણ ઉમેર્યું કે માત્ર સપના જોવાથી કંઈ પ્રાપ્ત થતું નથી; સપનાઓને સાકાર કરવા માટે સખત પરિશ્રમ કરવો પડે છે. માત્ર વિચારતા રહેવાથી સપના પૂરા નથી થતા, તેના માટે મેદાનમાં ઉતરીને કામ કરવું પડે છે.

તણાવમુક્ત પરીક્ષાનો અભિગમ

આ વર્ષે પીએમ મોદી દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમ પૂરતા મર્યાદિત ન રહીને વિવિધ રાજ્યોની મુલાકાત લઈ રહ્યા છે. આનાથી સ્થાનિક સ્તરના વિદ્યાર્થીઓમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાને વાલીઓને પણ અપીલ કરી છે કે તેઓ બાળકો પર માર્કસનું વધારાનું દબાણ ન લાવે અને તેમને તેમની રુચિ મુજબ આગળ વધવા માટે પ્રોત્સાહન પૂરું પાડે.

Essential Medicine Prices Capped બ્લડ પ્રેશર (Blood Pressure), હાર્ટ અને ડાયાબિટીસની ૩૯ આવશ્યક દવાઓના ભાવ પર સરકારનું નિયંત્રણ (Price Cap)
India Acquires MQ9 Reaper Drones ભારતની સંરક્ષણ ક્ષમતામાં મોટો વધારો ૩૧ ‘MQ9 રીપર ડ્રોન’ (MQ9 Reaper Drones) ની ઐતિહાસિક ખરીદી
Secret Meeting of Rebel MPs દિલ્હીમાં મહારાષ્ટ્રનું ‘ઓપરેશન ટાઈગર’ ઉદ્ધવ જૂથના 6 બાગી સાંસદો અને ઓમ બિરલાની ‘સીક્રેટ મીટિંગ’, રાજકારણમાં ખળભળાટ!
FSSAI Action on Swiggy “સ્વિગી માટે મુશ્કેલીઓ વધી! ફૂડ સેફ્ટીના ભંગ બદલ FSSAI ની લાલઆંખ, કંપની સામે લેવાઈ શકે છે કે કડક પગલાં .”
Exit mobile version