ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 21 જાન્યુઆરી 2022
શુક્રવાર
પીએમ નરેન્દ્ર મોદી સાથે ‘પરીક્ષા પે ચર્ચા’ના પાંચમા સત્રમાં ભાગ લેવાની અંતિમ તારીખ લંબાવવામાં આવી છે.
પ્રાપ્ત જાણકારી મુજબ પરીક્ષા પે ચર્ચાના પાંચમા સત્રમાં ભાગ લેવાની છેલ્લી તારીખ લંબાવીને 27 જાન્યુઆરી કરવામાં આવી છે.
નોંધણીની પ્રક્રિયા 28 ડિસેમ્બર 2021થી શરૂ કરવામાં આવી હતી, જે 27 જાન્યુઆરી 2022 સુધી ચાલુ રહેશે.
આ પ્રોગ્રામનું ફોર્મેટ વર્ષ 2021ની જેમ ઓનલાઈન હશે.
ઉલ્લેખનીય છે કે પીએમ મોદી દર વર્ષે જીવનને તહેવારની જેમ ઉજવવાના ઉદ્દેશ્ય સાથે પરીક્ષાઓને કારણે થતાં તણાવને કેવી રીતે દૂર કરી શકાય તેની ચર્ચા કરે છે.
