Site icon

Paris Olympics 2024 : ઓલિમ્પિક મેડલ જીત્યા બાદ સ્વપ્નિલ કુસાલે પર ઇનામોનો વરસાદ, મહારાષ્ટ્ર સરકાર બાદ હવે ભારતીય રેલ્વેએ આપી આ ભેટ..

Paris Olympics 2024 :સ્વપ્નિલ કુસાલેએ પેરિસ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતીને દેશને ગૌરવ અપાવ્યું છે. તેમની જીત બાદ રેલવેએ તેમને પ્રમોશન આપ્યું અને હવે તેઓ ઓફિસર બની ગયા છે. મહારાષ્ટ્રના કોલ્હાપુર જિલ્લાના રહેવાસી સ્વપ્નિલ 2015માં મધ્ય રેલવેના પુણે વિભાગમાં 'કમર્શિયલ કમ ટિકિટ ક્લાર્ક' તરીકે ભારતીય રેલવેમાં જોડાયા હતા.

Paris Olympics 2024 Olympic medalist Swapnil Kusale pleaded with the Railways for a promotion for 9 years report

Paris Olympics 2024 Olympic medalist Swapnil Kusale pleaded with the Railways for a promotion for 9 years report

News Continuous Bureau | Mumbai 

Paris Olympics 2024  : પેરિસ ઓલિમ્પિકના છઠ્ઠા દિવસે મહારાષ્ટ્રના સ્વપ્નિલ કુસાલેએ ભારત માટે ત્રીજો મેડલ જીત્યો. સ્વપ્નિલ કુસાલેએ 50 મીટર રાઈફલ થ્રી પોઝિશનમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તે પછી તેના પર પુરસ્કારોનો વરસાદ થઇ રહ્યો છે. સ્વપ્નિલ કુસલેની આ જીત બાદ મહારાષ્ટ્રની એકનાથ શિંદે સરકારે પણ તેના માટે ઈનામની જાહેરાત કરી છે. મહારાષ્ટ્ર સરકારે સ્વપ્નિલ કુસાલેને 1 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી એકનાથ શિંદે પણ તેના માતા-પિતા અને કોચ સાથે વાત કરી અને વીડિયો કોલ દ્વારા સ્વપ્નિલને અભિનંદન પાઠવ્યા. પેરિસથી પરત ફર્યા બાદ તેમને આ એવોર્ડ આપવામાં આવશે.

Join Our WhatsApp Community

 Paris Olympics 2024 સ્વપ્નિલ કુસાલેને મોટી ભેટ!

મહારાષ્ટ્રના કોલ્હાપુર જિલ્લાના રહેવાસી સ્વપ્નિલ 2015માં મધ્ય રેલવેના પુણે વિભાગમાં ‘કમર્શિયલ કમ ટિકિટ ક્લાર્ક’ તરીકે ભારતીય રેલવેમાં જોડાયા હતા. પરંતુ હવે તેમને પ્રમોશન આપીને અધિકારી બનાવવામાં આવ્યા છે. સ્વપ્નિલ કુસલેને ઓફિસર બનાવીને ઓએસડીનું પદ આપવામાં આવશે. ભારતીય શૂટર સ્વપ્નિલ કુસાલે પેરિસ ઓલિમ્પિકમાં પુરુષોની 50 મીટર થ્રી પોઝિશન રાઈફલ શૂટિંગમાં પ્રથમ વખત બ્રોન્ઝ મેડલ જીતીને દેશને ગૌરવ અપાવ્યું છે.

આ સમાચાર પણ વાંચો  :  Paris Olympic 2024: પેરિસ ઓલિમ્પિકમાં ભારતને સૌથી મોટો ઝટકો, આ સ્ટાર ખેલાડીની હારથી મેડલનું સપનું થયું ચકનાચૂર.

તમને જણાવી દઈએ કે સ્વપ્નિલની જીત બાદ સેન્ટ્રલ રેલ્વેએ પ્રેસ રિલીઝ જાહેર કરીને કહ્યું હતું કે ‘કુસલેએ બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. આ સિદ્ધિ માત્ર ભારતની મેડલ ટેલીમાં જ નહીં પરંતુ શૂટિંગની રમતમાં સ્વપ્નિલને એક મહત્વપૂર્ણ વ્યક્તિ તરીકે સ્થાપિત કરે છે.

Paris Olympics 2024  : ભારતીય રેલ્વે સ્વપ્નિલ કુસાલેની સિદ્ધિ પર ખૂબ જ ગર્વ 

તેમની સફળતા વર્ષોના સમર્પણ અને તાલીમ પછી આવી છે, જે તેમને દેશના મહત્વાકાંક્ષી એથ્લેટ્સ માટે એક રોલ મોડેલ છે. ભારતીય રેલ્વે સ્વપ્નિલ કુસાલેની સિદ્ધિ પર ખૂબ જ ગર્વ અનુભવે છે અને તેને આ ઐતિહાસિક સિદ્ધિ બદલ અભિનંદન પાઠવે છે. તેમના સમર્પણ અને સખત પરિશ્રમથી ભારતીય રેલ્વે અને રાષ્ટ્રમાં ઘણું સન્માન વધ્યું છે.  

Hyderabad Airport: હૈદરાબાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ઇન્ડિગોની ફ્લાઇટ ડાયવર્ટ
National Unity Day: પાકિસ્તાનના કબજામાં ગયો કાશ્મીરનો હિસ્સો, કારણ કોંગ્રેસ’: સરદાર પટેલની ૧૫૦મી જયંતી પર PM મોદીનો વિપક્ષ પર મોટો પ્રહાર.
Online Fraud: ઓનલાઈન શોપિંગનો મોટો ધબડકો: ૧.૮૫ લાખનો Samsung Z Fold મંગાવ્યો, પરંતુ બોક્સ ખોલતા જ ગ્રાહકના હોશ ઉડી ગયા!
CBSE Board Exam: CBSE ધોરણ ૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષાની તારીખો જાહેર!
Exit mobile version