Parliament Security breach : સંસદની સુરક્ષામાં ચૂકનો મામલો.. પીએમ મોદીએ મંત્રીઓને આપી આ સલાહ..

Parliament Security breach : મીડિયા રિપોર્ટ મુજબ પીએમ મોદીએ મંત્રીઓને આ મામલાને ગંભીરતાથી લેવા અને આ મુદ્દે રાજકારણમાં ન પડવા. સાથે જ કહ્યું કે આપણે સૌએ સાવચેતી રાખવાની છે.

by kalpana Verat
Parliament Security breach PM Modi asks ministers to take Parliament security breach incident seriously Sources

 News Continuous Bureau | Mumbai

Parliament Security breach :સંસદના શિયાળુ સત્ર ( Winter session ) દરમિયાન સુરક્ષામાં થયેલા ભંગની ઘટનાએ સૌને ચોંકાવી દીધા છે. વિપક્ષી દળોએ ( Opposition ) આ મુદ્દા પર ચર્ચાની માંગ કરતા બંને ગૃહોમાં હંગામો કર્યો હતો. જેના પગલે 15 સાંસદોને સસ્પેન્ડ કરી દેવાયા છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે (14 ડિસેમ્બર) કેન્દ્રીય મંત્રીઓને ( Union Ministers ) સંસદની સુરક્ષામાં મોટી ખામીને લઈને સૂચનાઓ આપી છે.

મીડિયા રિપોર્ટ મુજબ પીએમ મોદીએ ( PM Modi )મંત્રીઓને આ મામલાને ગંભીરતાથી લેવા અને આ મુદ્દે રાજકારણમાં ન પડવા. સાથે જ કહ્યું કે આપણે સૌએ સાવચેતી રાખવાની છે.

રાજ્યસભા ( Rajya Sabha ) અને લોકસભામાં ( Lok Sabha ) હોબાળો

મહત્વનું છે કે કોંગ્રેસ ( Congress ) અને અન્ય વિપક્ષી દળો આ મામલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ( Amit Shah ) બંને ગૃહો (રાજ્યસભા અને લોકસભા)માં નિવેદનની માંગ કરી રહ્યા છે. જેના કારણે રાજ્યસભા અને લોકસભામાં હોબાળો થયો હતો. કોંગ્રેસના 5 સાંસદ સહિત વિપક્ષના 14 સભ્યોને શિયાળુ સત્રના બાકીના દિવસો માટે ગૃહમાં અધ્યક્ષની અવમાનના અને અનાદર બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ દરમિયાન ટીએમસી સાંસદ ડેરેક ઓ બ્રાયનને રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

કોને સસ્પેન્ડ કરાયા?

પહેલા કોંગ્રેસના પાંચ સભ્યો ટીએન પ્રથાપન, હિબી એડન, જોતિમણી, રામ્યા હરિદાસ અને ડીન કુરિયાકોસને ગૃહમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ પછી, કોંગ્રેસના વીકે શ્રીકંદન, બેની બેહનન, મોહમ્મદ જાવેદ અને મણિકમ ટાગોર, ડીએમકેના કનિમોઝી અને એસઆર પ્રતિબેન, સીપીઆઈ(એમ)ના એસ વેકેટેશન, પીઆર નટરાજન અને કે.કે. સુબ્બારાયનને સસ્પેન્ડ કરવાનો પ્રસ્તાવ ગૃહમાં પસાર કરવામાં આવ્યો હતો.

આ સમાચાર પણ વાંચો : RCom Insolvency: અનિલ અંબાણીની આ કંપની ડૂબી ગઈ, શેર માર્કેટમાં ટ્રેડિંગ થયું બંધ, હવે સંપત્તિ વેચવા માટે NCLTએ આપી મંજૂરી..

સરકારે શું કહ્યું?

સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ હંગામા પર કહ્યું, અમે બધા સહમત છીએ કે ગઈકાલની કમનસીબ ઘટના લોકસભાના સભ્યોની સુરક્ષામાં ગંભીર ખામી હતી. લોકસભા સ્પીકરના નિર્દેશ પર આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસ શરૂ કરવામાં આવી છે.

શું છે મામલો?

લોકસભાની કાર્યવાહી દરમિયાન, બે લોકો – સાગર શર્મા અને મનોરંજન ડી – બુધવારે (13 ડિસેમ્બર) વિઝીટર ગેલેરીમાંથી ગૃહમાં કૂદી પડ્યા. આ દરમિયાન બંનેએ ડબ્બામાંથી પીળો ધુમાડો ફેલાવ્યો હતો. આ દરમિયાન કેટલાક સાંસદોએ તેને પકડી લીધો હતો. બીજી તરફ અમોલ શિંદે અને નીલમ દેવીએ સંસદ સંકુલની બહાર ડબ્બામાંથી રંગીન ધુમાડો છોડ્યો અને ‘તાનાશાહી નહીં ચાલે’ના નારા લગાવ્યા.

સાગર, મનોરંજન, અમોલ, નીલમ અને વિકી હવે પોલીસ કસ્ટડીમાં છે. હાલ તેના અન્ય સહયોગી લલિતની શોધ ચાલી રહી છે.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

[mailpoet_form id=”1″]

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More