News Continuous Bureau | Mumbai
Parliament session 2024 :આજે લોકસભામાં ભારે હોબાળો થયો છે. કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ હિંદુ સમાજને લઈને એવી ટીપ્પણી કરી હતી જેનાથી પીએમ મોદીને ઉભા થવા મજબૂર થયા હતા. રાહુલ ગાંધીએ શાસક પક્ષને કહ્યું કે તેઓ બિલકુલ હિંદુ નથી અને હિંદુ ધર્મને હિંસા અને નફરત સાથે જોડે છે. રાહુલના નિવેદન પર ખુદ પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ બંનેએ રાહુલ ગાંધીને ઠપકો આપ્યો છે.
Third Time Fail Rahul Gandhi calls entire Hindu community violent. Prime Minister Modi objects.
This is Rahul Gandhi’s first speech as LoP and he chose to demean the Hindus. This is not just shameful but extremely dangerous too. pic.twitter.com/GMW3IFHcTy
— Amit Malviya (@amitmalviya) July 1, 2024
Parliament session 2024 : રાહુલ ગાંધી તમે હિન્દુ છો જ નહીં
મીડિયા રિપોર્ટ મુજબ ભાષણમાં રાહુલ ગાંધીએ કહ્યું, ‘મોદીજીએ એક દિવસ પોતાના ભાષણમાં કહ્યું હતું કે ભારતે ક્યારેય કોઈ પર હુમલો કર્યો નથી.તેનું કારણ છે હિન્દુસ્તાન અહિંસાનો દેશ છે, તે ડરતો નથી. આપણા મહાપુરુષોએ આ સંદેશ આપ્યો કે ડરશો નહીં, ડરાવશો નહીં. શિવજી કહે છે કે ડરશો નહીં, ડરાવશો નહીં અને ત્રિશૂળને જમીનમાં સ્થાપિત કરી દે છે. બીજી બાજુ જે લોકો પોતાની જાતને હિંદુ કહે છે તે 24 કલાક હિંસા-હિંસા-હિંસા, નફરત-નફરત-નફરત કરે છે. તમે હિન્દુ છો જ નહીં. હિન્દુ ધર્મમાં સ્પષ્ટ લખ્યું છે કે સત્યને સાથ આપવો જોઈએ.
આ સમાચાર પણ વાંચો: લોકસભામાં રાહુલ ગાંધીએ ભગવાન શંકરનો ફોટો બતાવ્યો અને સાધ્યું ભાજપ પર નિશાન; મચ્યો હોબાળો; જુઓ વિડીયો
Parliament session 2024 :પીએમ મોદીએ ઉભા થઈને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો
રાહુલ ગાંધીના નિવેદન પર શાસક પક્ષના સભ્યોએ હોબાળો શરૂ કર્યો હતો. પીએમ મોદી પોતાની ખુરશી પરથી ઉભા થયા અને તેને ગંભીર મામલો ગણાવ્યો. પીએમ મોદીએ કહ્યું કે સમગ્ર હિન્દુ સમાજને હિંસક કહેવું ગંભીર બાબત છે. તેના પર રાહુલ ગાંધીએ કહ્યું કે પીએમ મોદી અને ભાજપ આખો હિન્દુ સમાજ નથી.. દરમિયાન ગૃહમંત્રી અમિત શાહે પણ કહ્યું કે વિપક્ષના નેતાએ જે કહ્યું કે છે તે બદલ માફી માગવી જોઈએ. આ ધર્મ વિશે કરોડો લોકો ગર્વથી હિન્દુ કહે છે. હું તેમને અપીલ કરીશ કે તે ઈસ્લામ ધર્મમાં અભય મુદ્રા વિશે તે ઈસ્લામિક વિદ્વાનોનો અભિપ્રાય લઇ લે.