News Continuous Bureau | Mumbai
Parliament session : ફરી એકવાર રાજ્યસભામાં અધ્યક્ષ જગદીપ ધનખડ અને સપા સાંસદ જયા બચ્ચન વચ્ચે ઉગ્ર ચર્ચા જોવા મળી. આજે ઉપલા ગૃહમાં કાર્યવાહી દરમિયાન આ બન્યું. જગદીપ ધનખડે વિપક્ષી સાંસદો પર બંધારણ અને લોકશાહીની અવગણના કરવાનો આરોપ લગાવ્યો હતો. કાર્યવાહી દરમિયાન અધ્યક્ષે ગૃહને સંબોધવા માટે જયા જયા બચ્ચનના નામ સાથે જેવું જ અમિતાભ બચ્ચનનું નામ લીધું કે તેઓ ગુસ્સે થઇ ગયાં.
Parliament session : એક્ટર, ડાયરેક્ટર વિના કંઇ જ નથી..
જયા બચ્ચને અસંમતિ વ્યક્ત કરતાં કહ્યું કે, હું એક કલાકાર છું. હું બોડી લેંગ્વેજ અને એક્સપ્રેશનને સારી રીતે સમજું છું. ધનખડજી મને માફ કરજો પણ તમારો ટોન બરાબર નથી. રાજ્યસભામાં આપણે બધા એક સાથી છીએ. બસ આટલું સાંભળતા સભાપતિ ધનખડે જવાબ આપ્યો કે જયાજી બચ્ચન એક્ટર, ડાયરેક્ટર વિના કંઇ જ નથી. હું અહીંથી જે જોઈ રહ્યો છું તે તમે જોઈ રહ્યાં નથી. હું આ બધું રોજ જોઉં છું.’ ચેરમેન જગદીપ ધનખર અહીં જ અટક્યા નહોતા. આગળ તેમણે કહ્યું કે તમે ભલે સેલિબ્રિટી હશો, પરંતુ તમારે ડેકોરમ જાળવવું પડશે. આ પછી પણ ગૃહમાં લાંબા સમય સુધી હોબાળો ચાલુ રહ્યો હતો.
I objected to the tone used by the Chair. Using unparliamentary words You are a nuisance, ‘Buddhiheen’. He said you may be a celebrity, I don’t care. I am not asking him to care. I am saying I am a member of Parliament. I want an apology.
– Jaya Bachchan 🔥 pic.twitter.com/FUE568EgRU
— Harsh Tiwari (@harsht2024) August 9, 2024
Parliament session :રાજ્યસભામાંથી વોકઆઉટ
રાજ્યસભામાંથી વોકઆઉટ કર્યા બાદ જયા બચ્ચને અધ્યક્ષ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે મેં અધ્યક્ષના ટોન સામે વાંધો ઉઠાવ્યો હતો. અમે શાળાના બાળકો નથી. આપણામાંથી કેટલાક વરિષ્ઠ નાગરિકો છે. જયા બચ્ચને કહ્યું કે જ્યારે વિપક્ષના નેતા બોલવા માટે ઉભા થયા ત્યારે તેમણે માઈક બંધ કરી દીધું. આ બાબતે ખૂબ ગુસ્સો પણ અનુભવ્યો હતો. છેવટે, તે આ કેવી રીતે કરી શકે?
આ સમાચાર પણ વાંચો: anish Sisodia Bail : મનીષ સિસોદિયાને દારૂ પોલિસી કેસમાં જામીન મળ્યા, 16 મહિના પછી જેલમાંથી બહાર આવશે
Parliament session :જયા અમિતાભ બચ્ચન સંબોધવા સામે વાંધો ઉઠાવ્યો
નોંધનીય છે કે તાજેતરમાં જ જયા બચ્ચન અને જગદીપ ધનખડ વચ્ચે પણ ઉગ્ર દલીલો થઇ હતી. તેમણે પોતાને જયા અમિતાભ બચ્ચન સંબોધવા સામે વાંધો ઉઠાવ્યો હતો. આ દરમિયાન તેમણે પોતાના પતિની ઉપલબ્ધિઓ પર ગર્વ વ્યક્ત કર્યો હતો અને એ પણ કહ્યું હતું કે પતિના નામની નીચે પત્નીનું નામ ન દફનાવવું જોઈએ. જો કે, બીજા જ દિવસે બંને વચ્ચે હાસ્ય અને ખુશીનું વાતાવરણ હતું
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)