News Continuous Bureau | Mumbai
Parliament Speaker Election 2024 : લોકસભાના અધ્યક્ષ પદને લઈને સરકાર અને વિપક્ષ વચ્ચે ચાલી રહેલી ખેંચતાણનો આજે અંત આવ્યો છે. બીજેપી સાંસદ ઓમ બિરલા 18મી લોકસભાના સ્પીકર તરીકે ચૂંટાયા. બીજેપી સાંસદ ઓમ બિરલા સતત બીજીવાર લોકસભાના સ્પીકર તરીકે ચૂંટાયા છે. સ્પીકર તરીકે ચૂંટાયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્પીકર ઓમ બિરલાની સીટ પર આવ્યા અને તેમને અભિનંદન પાઠવ્યા.
Parliament Speaker Election 2024 : પીએમ મોદી અને રાહુલ ગાંધીએ મળાવ્યા હાથ
એવી પરંપરા રહી છે કે ગૃહના નેતા, એટલે કે વડાપ્રધાન અને વિરોધ પક્ષના નેતા, લોકસભાના અધ્યક્ષ પદ માટે ચૂંટાયેલા સાંસદને તેમની બેઠક પરથી સ્પીકરની ખુરશી સુધી લઈ જાય છે. સાંસદ ઓમ બિરલા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા ત્યારે વડાપ્રધાન મોદી અને વિપક્ષના નેતા રાહુલ ગાંધી તેમની બેઠક પર ગયા હતા. આ દરમિયાન પીએમ મોદી અને રાહુલ ગાંધીએ હાથ મળાવ્યા હતા. આ એક ઐતિહાસિક ક્ષણ હતી.
राहुल गांधी और नरेंद्र मोदी
संसद में pic.twitter.com/JF3TapiOEs
— Ranvijay Singh (@ranvijaylive) June 26, 2024
Parliament Speaker Election 2024 : અભિનંદન પાઠવ્યા
પીએમ મોદી અને રાહુલ ગાંધીએ હાથ મિલાવ્યા અને પછી લોકસભા સાંસદ ઓમ બિરલાને સ્પીકરની સીટ પર લઈ ગયા. અહીં પહોંચ્યા બાદ પીએમ મોદી અને રાહુલ ગાંધીએ ફરી એકવાર ઓમ બિરલાને અધ્યક્ષ તરીકે ચૂંટાવા બદલ અભિનંદન પાઠવ્યા અને હાથ મિલાવ્યા. આખા ગૃહે તાળીઓ પાડીને સમર્થન જાહેર કર્યું. ઓમ બિરલાની સીટ પર પહોંચતા જ પ્રોટેમ સ્પીકર ભર્તૃહરિ મહતાબે કહ્યું કે આ તમારી ખુરશી છે, તમે તેને સંભાળો.
આ સમાચાર પણ વાંચો : Lok Sabha Speaker Election 2024: ઓમ બિરલા ફરી એકવાર બન્યા લોકસભાના સ્પીકર, ધ્વનિમતથી થયો નિર્ણય..