News Continuous Bureau | Mumbai
Parliament Special Session: ભારતમાં મોદી 3.0 ની શરૂઆત થઈ ગઈ છે. રવિવારે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજીત શપથ ગ્રહણ સમારોહ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના મંત્રીઓમાં વિભાગોની વહેંચણી કરી છે. કેબિનેટમાં સામેલ 30 કેબિનેટ મંત્રીઓમાંથી મોટાભાગનાને જૂના મંત્રાલય જ મળ્યા છે. જેમાં રાજનાથ સિંહને રક્ષા મંત્રી, અમિત શાહને ગૃહ મંત્રી, નીતિન ગડકરીને રોડ ટ્રાન્સપોર્ટ મંત્રીની જવાબદારી સોંપવામાં આવી છે
Parliament Special Session: સંસદનું પ્રથમ સત્ર આ તારીખે બોલાવવામાં આવી શકે છે
દરમિયાન અહેવાલ છે કે સંસદનું પ્રથમ સત્ર 24 જૂને બોલાવવામાં આવી શકે છે. મળતી માહિતી મુજબ 18મી લોકસભા માટે નવા ચૂંટાયેલા સાંસદો 24 અને 25 જૂને શપથ લઈ શકે છે. આ સિવાય લોકસભા અધ્યક્ષની ચૂંટણી 26 જૂને યોજાય તેવી શક્યતા છે. લોકસભાના અધ્યક્ષ પદ માટે કેન્દ્ર સરકાર દ્વારા સૌથી પહેલા સાંસદના નામનો પ્રસ્તાવ કરવામાં આવશે. જો વિપક્ષ સરકારના પ્રસ્તાવને સર્વસંમતિથી સ્વીકારે તો ચૂંટણી નહીં થાય. જો આમ ન થાય તો વિપક્ષ પણ પોતાના પક્ષમાંથી ઉમેદવાર ઉભા કરી શકે છે.
આ સમાચાર પણ વાંચો : BJP Chief Selection: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની ખુરશી થઈ ખાલી, નડ્ડા બાદ હવે કોને મળશે આ જવાબદારી; આ નેતાઓ રેસમાં!
મહત્વનું છે કે આ વખતે લોકસભા ચૂંટણીમાં ભાજપ બહુમતીથી ઓછી પડી છે અને પીએમ મોદી એનડીએના ઘટક પક્ષોના સમર્થનથી સરકારનું નેતૃત્વ કરી રહ્યા છે. જો કે એનડીએમાં બીજા નંબરની સૌથી મોટી પાર્ટી ટીડીપીએ લોકસભા સ્પીકર પદ પર પોતાનો દાવો રજૂ કર્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ટીડીપીની આ માંગને લઈને કોઈ સહમતી સધાઈ નથી. આવી સ્થિતિમાં વિશેષ સત્ર દરમિયાન તમામની નજર લોકસભા અધ્યક્ષની ચૂંટણી પર ટકેલી છે.
Parliament Special Session: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સંયુક્ત સત્રને સંબોધિત કરશે
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ બંને ગૃહો એટલે કે લોકસભા અને રાજ્યસભાના સંયુક્ત સત્રને પણ સંબોધિત કરી શકે છે. રાષ્ટ્રપતિ મુર્મુ તેમના સંબોધન દ્વારા કેન્દ્રમાં મોદી સરકારના ત્રીજા કાર્યકાળનો એજન્ડા રજૂ કરશે. તે જ સમયે, કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષી પાર્ટીઓ સંસદના વિશેષ સત્ર દરમિયાન ઘણા મુદ્દાઓ પર કેન્દ્ર સરકારને ઘેરી શકે છે. તાજેતરમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ NEET-UG મેડિકલ પ્રવેશ પરીક્ષા વિવાદને લઈને PM નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું હતું અને કહ્યું હતું કે તેઓ સંસદમાં વિદ્યાર્થીઓનો અવાજ બનશે.
ઉલ્લેખનીય છે કે આ અગાઉ નરેન્દ્ર મોદીએ રવિવારે (9 જૂન) સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. PM મોદીની સાથે, 70 થી વધુ મંત્રીઓએ પણ પદ અને ગુપ્તતાના શપથ લીધા, વડા પ્રધાને સોમવારે (10 જૂન, 2024) નવનિયુક્ત મંત્રીઓમાં પોર્ટફોલિયોનું વિતરણ કર્યું છે. જેમાં રાજનાથ સિંહને રક્ષા મંત્રી, અમિત શાહને ગૃહ મંત્રી, નિર્મલા સીતારમણને નાણા મંત્રી અને એસ જયશંકરને વિદેશ મંત્રી તરીકે યથાવત રાખવામાં આવ્યા છે.