ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 29 નવેમ્બર 2021
સોમવાર.
સંસદનું શિયાળુસત્ર આજથી શરૂ થયું છે અને ધારણા મુજબ હોબાળા સાથે એની શરૂઆત થઈ છે.
સંસદનું શિયાળુ સત્ર શરૂ થતાં જ વિપક્ષના સાંસદોએ લોકસભામાં સૂત્રોચ્ચાર શરૂ કરી દીધા હતા.
લોકસભા બાદ હવે રાજ્યસભાની કાર્યવાહી પણ 12.19 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.
ગૃહમાં વિપક્ષના સાંસદો ત્રણેય કૃષિ કાયદાઓ પરત ખેંચવા પર ચર્ચાની માંગ કરી રહ્યા છે.
જોકે સરકાર કહેવું છે કે જ્યારે કાયદાઓ પાછા ખેંચવામાં આવી રહ્યા છે, તો પછી ચર્ચાની શું જરૂર છે?
ઉલ્લેખનીય છે કે શિયાળુ સત્ર શરૂ થાય તે પહેલા પીએમ મોદીએ સંબોધન કર્યું હતું અને કહ્યું હતું કે અમે પણ એ ઈચ્છીએ છીએ કે સંસદમાં સવાલ પણ થાય અને શાંતિ પણ હોય. સરકાર દરેક સવાલના જવાબ આપવા માટે તૈયાર છે.