News Continuous Bureau | Mumbai
ચીનમાં ફરી એકવાર કોરોનાનો કહેર વધ્યો હોવાથી દેશમાં પણ કોરોના સંક્રમણ ફેલાવાની દહેશત વ્યક્ત કરવામાં આવી રહી છે. છેલ્લા બે દિવસથી કોરોનાના ભયને કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, આરોગ્ય મંત્રી, નીતિ આયોગ, આરોગ્ય સચિવ વગેરેએ કોરોનાના નિયમોનું પાલન કરવાની સલાહ આપી છે. દરમિયાન, 29 ડિસેમ્બર સુધી ચાલનાર લોકસભાના ( Parliament ) શિયાળુ સત્રની ( Winter Session ) કાર્યવાહી આજે એટલે કે શુક્રવારે અનિશ્ચિત સમય માટે સ્થગિત ( schedule ) કરી દેવામાં આવી છે.
સંસદનું શિયાળુ સત્ર નિર્ધારિત સમય પહેલા સમાપ્ત થઈ ગયું છે. લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દેવામાં આવી છે. લોકસભાના શિયાળુ સત્રની કાર્યવાહી વિશે બોલતા લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું કે 68 કલાક અને 42 મિનિટ સુધી ચાલેલા શિયાળુ સત્રમાં કુલ 13 બેઠકો થઈ હતી. જ્યારે ગૃહના વર્તમાન સત્રમાં 97 ટકા કામકાજ થયું હતું. આ સત્રમાં લોકસભામાં 9 સરકારી બિલ રજૂ કરવામાં આવ્યા હતા અને કુલ 7 બિલ પસાર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત સરકારના મંત્રીઓ દ્વારા 43 નિવેદનો આપવામાં આવ્યા હતા, 1811 પેપર ગૃહના ટેબલ પર મૂકવામાં આવ્યા હતા.
આ સમાચાર પણ વાંચો: કોરોનાની નેઝલ વેક્સીનને કેન્દ્ર સરકારે આપી મંજૂરી, જાણો ક્યાંથી મેળવી શકાશે
સંસદના કામકાજ દરમિયાન અત્યાર સુધી તમામ પક્ષોના સાંસદોએ લોકસભામાં જાહેર મહત્વના 374 મુદ્દા ઉઠાવ્યા હતા. 20 અને 21 ડિસેમ્બરના રોજ, દેશમાં વધતા ડ્રગના ઉપયોગના મહત્વના મુદ્દા પર નિયમ 193 હેઠળ ટૂંકી ચર્ચા કરવામાં આવી હતી. આ ચર્ચામાં ગૃહના 51 સભ્યોએ ભાગ લીધો હતો. તેમજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના જવાબ સાથે હોલમાં ચર્ચાનો અંત આવ્યો હતો.