Site icon

Parliament Winter Session : મોદી સરકાર દ્વારા લાવવામાં આવેલા આ કાયદાઓના અમલ બાદ દેશમાં બનશે એક નવી ન્યાય પ્રણાલી…

Parliament Winter Session : જૂનાં કાયદામાં મહિલાઓ સાથેનાં દુષ્કર્મ અને હત્યાકાંડને પ્રાથમિકતા આપવાને બદલે તિજોરીની સુરક્ષા, રેલવેની સુરક્ષા અને બ્રિટિશ તાજની સુરક્ષાને પ્રાથમિકતા આપવામાં આવી છે. તેમણે કહ્યું કે નવા કાયદાઓમાં મહિલાઓ અને બાળકો વિરુદ્ધ અપરાધ, માનવ શરીરને અસર કરતી બાબતો, દેશની સરહદોની સુરક્ષા, આર્મી, નેવી અને એરફોર્સને લગતા ગુનાઓ, ચૂંટણી ગુનાઓ, સિક્કા સાથે ચેડાં, ચલણી નોટો અને સરકારી સ્ટેમ્પ્સ વગેરેને પ્રથમ રાખવામાં આવે છે.

Parliament Winter Session Lok Sabha nod for 3 Bills on new criminal laws

Parliament Winter Session Lok Sabha nod for 3 Bills on new criminal laws

News Continuous Bureau | Mumbai

Parliament Winter Session : હવે ભારતીય ન્યાય સંહિતા ( Indian Judicial Code ) , 2023 ભારતીય દંડ સંહિતા (આઇપીસી)નું સ્થાન લેશે, ભારતીય નાગરિક સુરક્ષા ( Indian Civil Defense ) સંહિતા (સીઆરપીસી)નું સ્થાન લેશે અને ભારતીય સાક્ષ્ય બિલ ( Indian Evidence Bill )  ભારતીય પુરાવા અધિનિયમ, 1872નું સ્થાન લેશે અને આ ગૃહની મંજૂરી મળ્યા પછી આ કાયદાઓને દેશભરમાં લાગુ કરવામાં આવશે. તેમણે કહ્યું કે ભારતીય આત્માથી બનેલા આ ત્રણ કાયદા આપણી અપરાધિક ન્યાય વ્યવસ્થામાં મોટું પરિવર્તન લાવશે. 

Join Our WhatsApp Community

કેન્દ્રીય ગૃહમંત્રીએ ( Amit Shah ) કહ્યું કે 35 સાંસદોએ આ બિલો પર પોતાનો મત વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ( Narendra Modi ) ગુલામીની માનસિકતા અને પ્રતીકોને નાબૂદ કરવા અપીલ કરી છે તથા વહેલામાં વહેલી તકે નવા આત્મવિશ્વાસ સાથે એક મહાન ભારતનું નિર્માણ કરવાનો માર્ગ મોકળો કર્યો છે. શ્રી શાહે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી મોદીજીએ લાલ કિલ્લાની પ્રાચીર પરથી આગ્રહ કર્યો હતો કે, આ દેશને ટૂંક સમયમાં જ સંસ્થાનવાદી કાયદામાંથી મુક્તિ મળવી જોઈએ અને એ જ રીતે ગૃહ મંત્રાલયે આ ત્રણ જૂનાં કાયદાઓમાં પરિવર્તન લાવવા વર્ષ 2019થી સઘન ચર્ચાવિચારણા શરૂ કરી હતી. શ્રી શાહે જણાવ્યું હતું કે, આ કાયદાઓ એક વિદેશી શાસકે પોતાનું શાસન ચલાવવા અને તેના ગુલામોની પ્રજાનું સંચાલન કરવા માટે બનાવ્યા છે.

ગૃહમંત્રીએ કહ્યું કે ત્રણ જૂના કાયદાઓની જગ્યાએ લાવવામાં આવી રહેલા આ નવા કાયદાઓ આપણા બંધારણની ત્રણ મૂળભૂત ભાવના – વ્યક્તિની સ્વતંત્રતા, માનવ અધિકારો અને બધા સાથે સમાન વ્યવહારના સિદ્ધાંતના આધારે બનાવવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે હાલના ત્રણ કાયદાઓમાં ન્યાયની કલ્પના કરવામાં આવી નથી અને માત્ર સજાને જ ન્યાય માનવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, સજા આપવાનો હેતુ પીડિતાને ન્યાય અપાવવાનો અને સમાજમાં એક ઉદાહરણ બેસાડવાનો છે, જેથી અન્ય કોઈ આવી ભૂલ ન કરે. શ્રી શાહે જણાવ્યું હતું કે, આઝાદીનાં આટલાં વર્ષો પછી આ ત્રણ નવા કાયદાઓનું પ્રથમ વખત માનવતાનું સ્વરૂપ ધારણ થઈ રહ્યું છે.

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી મોદીની આ પહેલે આ ત્રણ કાયદાઓને ગુલામીની માનસિકતા અને પ્રતીકોમાંથી મુક્ત કર્યા છે. તેમણે કહ્યું કે જૂના કાયદા આ દેશના નાગરિકો માટે નહીં પરંતુ બ્રિટિશ શાસનની સુરક્ષા માટે બનાવવામાં આવ્યા છે. શ્રી શાહે ઉમેર્યું હતું કે, જૂનાં કાયદામાં મહિલાઓ સાથેનાં દુષ્કર્મ અને હત્યાકાંડને પ્રાથમિકતા આપવાને બદલે તિજોરીની સુરક્ષા, રેલવેની સુરક્ષા અને બ્રિટિશ તાજની સુરક્ષાને પ્રાથમિકતા આપવામાં આવી છે. તેમણે કહ્યું કે નવા કાયદાઓમાં મહિલાઓ અને બાળકો વિરુદ્ધ અપરાધ, માનવ શરીરને અસર કરતી બાબતો, દેશની સરહદોની સુરક્ષા, આર્મી, નેવી અને એરફોર્સને લગતા ગુનાઓ, ચૂંટણી ગુનાઓ, સિક્કા સાથે ચેડાં, ચલણી નોટો અને સરકારી સ્ટેમ્પ્સ વગેરેને પ્રથમ રાખવામાં આવે છે. શ્રી શાહે જણાવ્યું હતું કે, મોદીજીનાં નેતૃત્વમાં સૌપ્રથમ વાર આપણાં બંધારણની ભાવના અનુસાર કાયદા બનાવવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો  Sedition Law : ઐતિહાસિક નિર્ણય.. રાજદ્રોહ કાયદો સંપૂર્ણપણે નાબૂદ, સગીર પર બળાત્કાર અને મોબ લિંચિંગ માટે આ સજાની જોગવાઈ..

કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રીએ કહ્યું કે, મોદી સરકારે આ કાયદાઓમાં પહેલીવાર આતંકવાદને સમજાવીને પોતાની તમામ છટકબારીઓ બંધ કરવાનું કામ કર્યું છે. તેમણે કહ્યું કે, આ કાયદાઓમાં રાજદ્રોહને દેશદ્રોહમાં પરિવર્તિત કરવાનું કામ કરવામાં આવ્યું છે અને તેમાં એવો નિર્ધાર રાખવામાં આવ્યો છે કે દેશને નુકસાન કરનારને ક્યારેય છોડવામાં નહીં આવે. શ્રી શાહે જણાવ્યું હતું કે, આગામી 100 વર્ષમાં થઈ શકે તેવા સંભવિત ટેકનોલોજીકલ સંશોધનોની કલ્પના કરીને આપણી ન્યાયિક વ્યવસ્થાને સજ્જ કરવા માટે આ કાયદાઓમાં તમામ જોગવાઈઓ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે મોબ લિંચિંગ એક જઘન્ય ગુનો છે અને આ કાયદાઓમાં તેના માટે મૃત્યુદંડની જોગવાઈ છે. શ્રી શાહે જણાવ્યું હતું કે, પોલીસ અને નાગરિકોનાં અધિકારો વચ્ચે સારી સમતુલા જાળવવામાં આવી છે. સજાના દરમાં વધારો કરવા અને સાયબર ક્રાઇમને રોકવા માટે આ કાયદાઓમાં જોગવાઈઓ કરવામાં આવી છે. તેમણે ઉમેર્યું હતું કે, જેલો પરનું ભારણ ઘટાડવા માટે સામુદાયિક સેવાને પણ પ્રથમ વખત સજા તરીકે સામેલ કરવામાં આવી રહી છે અને તેને કાનૂની દરજ્જો આપવામાં આવી રહ્યો છે.

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, આ કાયદાઓને લગતા કુલ 3200 સૂચનો પ્રાપ્ત થયા હતા અને તેમણે પોતે આ ત્રણ કાયદાઓ પર વિચાર કરવા માટે 158 બેઠકો યોજી હતી. તેમણે કહ્યું કે 11 ઓગસ્ટ 2023ના રોજ આ ત્રણ નવા બિલને ગૃહ મંત્રાલયની સ્થાયી સમિતિને વિચારણા માટે મોકલવામાં આવ્યા હતા. શ્રી શાહે જણાવ્યું હતું કે, મોદીજીનાં નેતૃત્વમાં ન્યાય, સમાનતા અને વાજબીપણાનાં મૂળભૂત સિદ્ધાંતોને આધારે ત્રણેય નવા કાયદા લાવવામાં આવ્યાં છે. તેમણે કહ્યું કે આ કાયદાઓમાં ફોરેન્સિક સાયન્સને ઘણું મહત્વ આપવામાં આવ્યું છે. આ કાયદાઓ દ્વારા ઝડપી ન્યાય સુનિશ્ચિત કરવા માટે, પોલીસ, વકીલો અને ન્યાયાધીશો માટે નિયત સમયમર્યાદા છે.

Narendra Modi: PM મોદી અને તેમના દિવંગત માતાના ડીપફેક વીડિયો મામલે કોંગ્રેસ સામે દિલ્હી પોલીસે કરી મોટી કાર્યવાહી
ITR Deadline: શું ખરેખર આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની તારીખ લંબાવાઈ? વિભાગે કરદાતાઓને આપ્યું મોટું અપડેટ
Air India: અમદાવાદમાં થયેલા એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાના કેસમાં થયો નવો ખુલાસો, તદ્દન નવું કારણ આવ્યું સામે
IND vs PAK: ‘નો હેન્ડશેક’ પર બોખલાયું પાકિસ્તાન, ટીમ ઈન્ડિયા સામે લીધું આ પગલું
Exit mobile version