ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
13 જુન 2020
ચીનની રાજધાની બેઇજિંગના કેટલાક ભાગોમા ફરીથી નવાં કોવિડ -19 કેસ મળ્યા બાદ ફરીથી તાળાબંધી કરવામાં આવી છે. આ નવા કેસો બેઇજિંગના ઝીનફાદી જથ્થાબંધ બજાર સાથે જોડાયેલા છે, હજી સુધીમાં છ કોરોના સંક્રમિત કેસોની શનિવારે પુષ્ટિ થઈ હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.
આ સાથે જ નજીકની નવ શાળાઓ અને કિન્ડરગાર્ડન બંધ કરાવવામાં આવ્યું છે. જ્યારે ઝીનફાદી માર્કેટમાં 4000 જેટલા ભાડુઆત, સ્ટોલ ધરાવતા લોકોનું અને હવામાના કણોનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. સાથે જ આખી માર્કેટને સેનિટાઈ કરવામાં આવશે એમ સત્તાવાર ન્યૂઝ એજન્સીએ જણાવ્યું છે.
રાષ્ટ્રીય આરોગ્ય પંચે જણાવ્યું હતું કે શુક્રવારે બેઇજિંગમાં છ નવા કેસની પુષ્ટિ થઈ છે. પ્રથમ ત્રણ કેસોની ટેસ્ટ પોઝીટીવ આવ્યાં બાદ બજાર પર ધ્યાન કેન્દ્રિત કરાયું હતું. જેમાં ચેપગ્રસ્ત લોકોમાંથી બે બજારમાં ગયા હતા. શહેર અધિકારીઓએ શુક્રવારે મોડી રાતે કહ્યું કે તમામ કામદારોનું કોરોના વાયરસ ટેસ્ટ કરવામાં આવ્યુ છે. સાથે જ સરકારે તમામ જથ્થાબંધ બજારોમાંથી, ખોરાક અને પર્યાવરણના નમૂનાઓના પરીક્ષણ કરવાનાં આદેશ પણ આપ્યા છે….