News Continuous Bureau | Mumbai
Baba Ramdev: છેલ્લા થોડા દિવસથી બાબા રામદેવ વિવાદોમાં છે. જાહેરાત સંદર્ભે તેમણે સુપ્રીમ કોર્ટ સામે હાજર રહેવું પડ્યું હતું તેમજ માફી પણ માંગવી પડી હતી. હવે આ સંદર્ભે એક વધુ જજમેન્ટ સામે આવ્યું છે જેમાં કોર્ટે પતંજલિ યોગપીઠ ટ્રસ્ટને યોગ કેમ્પ ઉપર ઉઘરાવવામાં આવતા પૈસા પર સર્વિસ ટેક્સ ( Service tax ) ભરવાનું કહ્યું છે.
Baba Ramdev: સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં શું કર્યું.
આ સંદર્ભે અપીલ ન્યાયાલય પોતાનો ફેંસલો પહેલા જ સુનાવી દીધો હતો. જે ફેસલા અને પતંજલિ યોગપીઠ ( Patanjali Yogpeeth Trust ) દ્વારા સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. હવે સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ પીઠના પાંચ ઓક્ટોબર 2023 ના ફેસલા પર અંતિમ મોહર મારી દીધી છે. તેમજ પોતાના જજમેન્ટ માં કહ્યું છે કે બાબા રામદેવ દ્વારા સંચાલિત યોગ કેમ્પ ( Yoga Camp ) પર સર્વિસ ટેક્સ ભરવો પડશે.
આ સમાચાર પણ વાંચો : Share Market News: સોમવારે બજારમાં શું થશે? આ ફેક્ટર કામ કરશે વાંચો વિગતે…
Baba Ramdev: ન્યાયાધીશ એ પતંજલિ યોગપીઠ સંદર્ભે શું તારણ કાઢ્યા.
પતંજલિ ટ્રસ્ટની અપીલને રદ કરતા સુપ્રીમ કોર્ટે ( Supreme Court ) કહ્યું કે તેમને આદેશમાં હસ્તક્ષેપ કરવો યોગ્ય લાગી નથી રહ્યો. આ ઉપરાંત અલગ અલગ ઠેકાણે થતા યોગ શિબિર પર સર્વિસ ટેક્સ ભરવો યોગ્ય રહેશે. હવે પતંજલિ યોગ પીઠે 4.5 કરોડ રૂપિયા સર્વિસ ટેક્સ સંદર્ભે ભરવા પડશે.