પેગાસસ સ્પાયવેર જાસૂસી કેસમાં ઘણા ચોંકાવનારા સમાચાર બહાર આવી રહ્યા છે.
દેશના ભૂતપુર્વ મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઈ પર યૌન શોષણનો આરોપ લગાવનારી સુપ્રીમ કોર્ટની ભૂતપુર્વ સ્ટાફ પણ ફોન હેકિંગ કેસમાં ટાર્ગેટમાં હતી.
એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર આ સ્ટાફર ના ત્રણ ફોન નંબર પર ચાંપતી નજર રાખવામાં આવતી હતી.
કુલ મળીને મહિલા ફરિયાદકર્તા અને તેના પરિવારના અન્ય 11 ફોન નંબર્સને ટાર્ગેટ બનાવામાં આવ્યા હતા.
આ માટે અપરિચિત ભારતીય એજન્સીએ ઈઝરાયલી સ્પાયરવેર પેગાસસનો ઉપયોગ કર્યો હતો. પેગાસસ બનાવનારી કંપની NSO ગ્રુપના સંભવિત ગ્રાહકોની યાદીમાં આ ભારતીય એજન્સીનું નામ છે.
ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટની આંતરિક સમિતિએ યૌન શોષણ કેસમાં રંજન ગોગોઈને ક્લીનચિટ આપી હતી. રંજન ગોગોઈ નિવૃત્ત થયા એ બાદ તરત જ એમને નરેન્દ્ર મોદી સરકારે રાજ્યસભાનું સભ્યપદ આપ્યું હતું.