ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 30 ઓક્ટોબર, 2021
શનિવાર
ત્રિપુરાની મસ્જિદ અંગેના સમાચાર અફવા સાબિત થયા છે. સ્થાનિક પોલીસે નિવેદન રજૂ કરીને તેને ખોટું ગણાવ્યું છે. ત્રિપુરાના પાણીસાગરમાં એક મસ્જિદને આગ લગાડવામાં આવી હતી અને તોડફોડ કરવામાં આવી હોવાના સમાચાર ખોટા સાબિત થયા છે. સ્થાનિક પોલીસના નિવેદન મુજબ ત્યાં આવી કોઈ ઘટના બની નથી. પોલીસે દાવો કર્યો છે કે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી તસવીરો અને વિડિયોને આ ઘટના સાથે કોઈ લેવાદેવા નથી. આમ છતાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આ બાબતને મહત્વ આપતા જોવા મળી રહ્યા છે.
પોલીસની સ્પષ્ટતા છતાં રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યું કે, ત્રિપુરામાં અમારા મુસ્લિમ ભાઈઓ પર અત્યાચાર થઈ રહ્યો છે. જે લોકો હિંદુના નામે નફરત અને હિંસા કરે છે તે હિંદુ નથી, દંભી છે. સરકાર ક્યાં સુધી આંધળી અને બહેરી હોવાનો ડોળ કરતી રહેશે?" આ ટ્વીટનો તેમને યોગ્ય જવાબ મળી રહ્યો છે. ટ્રોલરોએ તેમને નિશાન બનાવ્યા છે. બીજેપી નેતા કપિલ મિશ્રાએ ટ્વીટ કર્યું કે, માત્ર મુસ્લિમો માટે જ ટ્વીટ શા માટે? બધા ધર્મો માટે કેમ નહીં? શું તમે બાંગ્લાદેશના, કાશ્મીર, લખબીર મુદ્દે ફેવિકોલ પીધું હતું? ત્રિપુરા પોલીસ કહી રહી છે કે કંઈ થયું નથી અને તમે આખા દેશમાં જુઠ્ઠાણું ફેલાવવાનું શરૂ કર્યું. કોંગ્રેસ પક્ષમાં ક્યારેય કોઈ ‘આપણા હિન્દુભાઈ’ કેમ નથી લખતું?
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે લેશે પૉપની મુલાકાત : જાણો કેમ ભાજપ માટે મહત્ત્વની છે આ મુલાકાત
અન્ય યુઝરોએ પણ રાહુલ ગાંધીની આ ટ્વીટ પર કટાક્ષ કરતી કૉમેન્ટ કરી હતી. શિવમ વિશ્વકર્મા નામના યુઝરે લખ્યું કે 'ફ્કત મુસ્લિમો જ તમારા ભાઈ છે, બાકી હિન્દુઓ તો દુશ્મન છે.'