Site icon

સતત 16 માં દિવસે પેટ્રોલ, ડીઝલ મોંઘું થયું, કેંદ્રએ એક્સસાઈઝ અને રાજ્યએ વેટ વધાર્યો

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Community

22 જુન 2020

       લોકડાઉનને કારણે સામાન્ય લોકોના ધંધા રોજગાર ઠપ્પ થતા આર્થિક તંગી નડી રહી છે. એવા સમયે સતત આજે 16 માં દિવસે પેટ્રોલ-ડિઝલની કિંમતમાં સતત વધારો થવો સામાન્ય નાગરીકની હાલત, પડતા પર પાટું જેવી સ્થિતિ છે. 

        પેટ્રોલના ભાવમાં આજે 33 પૈસાનો વધારો થયો, જ્યારે ડીઝલના ભાવમાં 57  પૈસાનો વધારો નોંધાયો છે. આમ કુલ એક લિટર પેટ્રોલનો ભાવ આજ થી દિલ્હી ખાતે 79.56 રૂપિયા છે. જ્યારે ડીઝલની કિંમત 78.85 ચુકવવી પડશે. 

        આમ આજે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવમાં મામૂલી વધારો થતાં જ ઘરઆંગણે ઇંધણના ભાવમાં વધારો કરી દેવામાં આવ્યો છે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં એકધારો વધારો નોંધાઈ રહ્યો છે અને આ ભાવ વધારામાં સૌથી મોટો હિસ્સો 'ટેક્સ'નો છે, 50.69 રૂપિયા પ્રતિ લીટર છે. જેમાં કેન્દ્ર સરકારે ક્રૂડ વધતા એક્સાઇઝ ડ્યુટી વધારી અને રાજ્યોએ વેટ વધારી દીધાનું પરિણામ છે.

         આમ આ સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે તેલની કિંમતો વધી છે. હવે વાત કરીએ કુલ 16 દિવસમાં કેટલા પૈસા વધ્યા? તો પેટ્રોલના ભાવમાં કુલ 8.30 રૂપિયા અને ડીઝલમાં કુલ 9.45 રૂપિયાનો ભાવ વધારો નોંધાયો છે.

          આથી જો કેન્દ્ર સરકાર એકસાઇઝ ડયૂટી અને રાજ્ય સરકાર વેટમાં ઘટાડો કરે તો જ ઇંધણ સસ્તુ થાય અને સામાન્ય જનતાને રાહત મળી શકે એમ છે.

 

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/2Z0j85H

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com 

Tejas Crash: મોટો ખુલાસો: ‘બ્લેકઆઉટ’ના કારણે થયું તેજસનું ક્રેશ? ડિફેન્સ એક્સપર્ટે ક્રેશ પાછળના રહસ્ય પરથી પડદો ઉઠાવ્યો.
Red Fort Blast: નાટકીય વળાંક: લાલ કિલ્લા બ્લાસ્ટ કેસમાં પકડાયેલા આતંકીએ કોર્ટમાં જજ સમક્ષ શું માગ્યું? જાણો હાઈ-પ્રોફાઈલ કેસ નું નવું અપડેટ
Operation Sindoor: મ્મુ-કાશ્મીર એલર્ટ: ‘ઓપરેશન સિંદૂર’ના વળતા પ્રહારમાં પાકિસ્તાની આતંકીઓ વધુ સક્રિય! સામે આવી ચોંકાવનારી ગુપ્ત જાણકારી
Delhi Blast: લાલ કિલ્લા ધમાકાનું ષડયંત્ર: ફરીદાબાદમાં કેબ ડ્રાઈવરના ઘરમાં બનાવાયો હતો વિસ્ફોટક, તપાસ એજન્સીઓને મોટો પુરાવો મળ્યો
Exit mobile version