News Continuous Bureau | Mumbai
દેશમાં પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોને લઈને સરકારની સતત ટીકા થઈ રહી છે.
દરમિયાન હવે ફરી એકવાર સરકારે તેલની વધતી કિંમતોને લઈને સ્પષ્ટતા આપી છે.
પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ લોકસભામાં કહ્યું કે, ભારતમાં ઈંધણના ભાવમાં થયેલો વધારો અન્ય દેશોમાં કિંમતોમાં થયેલા વધારાના 1/10માં ભાગ છે.
એપ્રિલ 2021 થી માર્ચ 2022ની વચ્ચે, અન્ય દેશોની તુલનામાં, USમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં 51 ટકા, કેનેડામાં 52 ટકા, જર્મનીમાં 55 ટકા, ફ્રાન્સમાં 50 ટકા, સ્પેનમાં 58 ટકા, પરંતુ ભારતમાં માત્ર 5 ટકાનો વધારો થયો છે.
ઉલ્લેખનીય છે કે આજે થયેલા વધારા બાદ આર્થિક રાજધાની મુંબઈમાં પેટ્રોલ 119. 67 જ્યારે ડીઝલ 103.92 રૂપિયા પર પહોંચી ગયું છે.
