ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
09 મે 2020
હિંદુ માન્યતા પ્રમાણે 12 જ્યોતિર્લિંગ મા વિશ્વવિખ્યાત કેદારનાથ નો 11મા જ્યોત્રીર્લિંગ તરીકે સમાવેશ થાય છે. કેદારનાથ ધામના ગર્ભગૃહમાં જગદંબા કોઠારીની ઉપાસનાનો એક વીડિયો હાલ વાયરલ થયો છે. આ વીડિયો વાયરલ થતાં જ ટેમ્પલ બોર્ડ નારાજ થયું છે. જ્યારે શિવ ભક્તોમાં ખુશીની લહેર મચી ગઈ છે. સાથે જ મંદિરના ગર્ભગૃહના ફોટા પણ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. વાયરલ થયેલા આ વીડિયોમાં કેદારનાથના મુખ્ય રાવલ શ્રી શ્રી 1008 ભીમ શંકર લિંગ જ્યોતિર્લિંગની પૂજા કરતા નજરે પડે છે અને તેની નજીકમાં ઉભેલ કોઈ વ્યક્તિ વીડિયો બનાવી રહ્યો છે. .