Site icon

Piyush Goyal: પિયૂષ ગોયલે ભારત ક્લીનટેક મેન્યુફેક્ચરિંગ પ્લેટફોર્મ લોન્ચ કર્યું… નવીનતા અને વૈશ્વિક નેતૃત્વમાં વધારશે ભારતને આગળ

Piyush Goyal: ઉત્પાદન-સંલગ્ન પ્રોત્સાહનો, સબસિડી સ્વચ્છ ઉર્જા ક્ષેત્રના લાંબા ગાળાના વિકાસ માટે હાનિકારક છે: શ્રી પિયુષ ગોયલ

Piyush Goyal Piyush Goyal launches India Cleantech Manufacturing Platform... will take India forward in innovation and global leadership

Piyush Goyal Piyush Goyal launches India Cleantech Manufacturing Platform... will take India forward in innovation and global leadership

News Continuous Bureau | Mumbai 

  • ભારત ક્લીનટેક મેન્યુફેક્ચરિંગ પ્લેટફોર્મ નવીનતાને પ્રોત્સાહન આપશે, ભારતને સ્થિરતા આપવામાં, વૈશ્વિક નેતા બનવામાં મદદ કરશે: શ્રી ગોયલ
Piyush Goyal: કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી પીયૂષ ગોયલે શુક્રવારે નવી દિલ્હીમાં ભારત ક્લાઇમેટ ફોરમ 2025 ખાતે ભારત ક્લીનટેક મેન્યુફેક્ચરિંગ પ્લેટફોર્મનું અનાવરણ કર્યું. આ પહેલ સૌર, પવન, હાઇડ્રોજન અને બેટરી સ્ટોરેજ ક્ષેત્રોમાં ભારતની ક્લીનટેક મૂલ્ય શૃંખલાઓને વધારવા માટે તૈયાર કરવામાં આવી છે.

પોતાના સંબોધનમાં શ્રી ગોયલે તે વાત પર ભાર મૂક્યો કે, પ્રોડક્ટ લિંક્ડ ઇન્સેન્ટિવ્સ (PLI) અને સબસિડી સ્વચ્છ ઉર્જા ક્ષેત્રના લાંબા ગાળાના વિકાસ અને વૃદ્ધિ માટે હાનિકારક છે. તેમણે કહ્યું કે PLI યોજના ફક્ત ક્ષેત્રને શરૂ કરવામાં મદદ કરી શકે છે, પરંતુ સ્વચ્છ ઉર્જા ક્ષેત્રને આત્મનિર્ભર બનવા માટે પ્રયત્નશીલ રહેવું જોઈએ. તેમણે વધુમાં કહ્યું કે, ક્લીનટેક ક્ષેત્ર સરકારથી સ્વતંત્ર બનવું જોઈએ.

Join Our WhatsApp Community

શ્રી ગોયલે કાર્યક્રમમાં ભાગ લેનારાઓને આગ્રહ કર્યો કે, તેઓ નવીનતાથી વિચારવા અને દેશમાં ઉત્પાદનનું પ્રમાણ વધારવામાં યોગદાન આપે. તેમણે કહ્યું કે ભારત ક્લીનટેક મેન્યુફેક્ચરિંગ પ્લેટફોર્મનો પ્રારંભ ભારતીય કંપનીઓને સહયોગ કરવા, સહ-નવીનતા લાવવાની તક પૂરી પાડશે અને વિચારો, ટેકનોલોજી અને સંસાધનોની આપ-લે કરવા માટે ધિરાણ માટે એક પ્લેટફોર્મ પૂરું પાડવામાં મદદ કરશે. તેમણે કહ્યું કે, આનાથી ભારત એક આકર્ષક વ્યવસાયિક ક્ષેત્ર તેમજ સ્થિરતા અને ક્લીનટેક ક્ષેત્રમાં વૈશ્વિક નેતા બનશે.

આ સમાચાર પણ વાંચો:  Ayush Mela: પલસાણામાં આયુષ મેળાની ધમાકેદાર યોજના, આટલા લાભાર્થીઓને મફત આયુર્વેદ અને હોમીયોપેથી સારવારનો મળ્યો લાભ

Piyush Goyal: મંત્રીશ્રીએ આશા વ્યક્ત કરી હતી કે ફોરમમાં ભાગ લેનારાઓ દેશમાં 2030 સુધીમાં 500 ગીગાવોટ સ્વચ્છ ઉર્જા સ્ત્રોતો સ્થાપિત કરવાના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા નિર્ધારિત લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સક્ષમ બનશે. તેમણે કહ્યું કે ભારત 2015માં યુનાઇટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ (UNFCCC) અને પેરિસ કરારમાં રજૂ કરાયેલ રાષ્ટ્રીય રીતે નિર્ધારિત યોગદાન (NCDs) ને પૂર્ણ કરવામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા દેશોમાંનો એક રહ્યો છે. અમે અમારા લક્ષ્યોથી ઘણા આગળ છીએ. અમે નિર્ધારિત સમય કરતા 8 વર્ષ પહેલા 2022માં  જ અક્ષય અથવા સ્વચ્છ ઉર્જા સ્થાપિત કરવાનું લક્ષ્ય પ્રાપ્ત કર્યું છે. તેમણે કહ્યું કે, 200 ગીગાવોટ સ્વચ્છ ઉર્જા સ્થાપિત કરવાના સીમાચિહ્નરૂપ સિદ્ધિ પ્રાપ્ત કર્યા પછી, અમે 500 ગીગાવોટ પ્રાપ્ત કરવા માટે તૈયાર છીએ. તેમણ વધુમાં કહ્યું હતું કે, ભારતની પાસે વિશ્વનો સૌથી મોટો ઇન્ટરકનેક્ટેડ ગ્રીડ છે.

તેમણે કહ્યું કે, જળવાયુ પરિવર્તનના પડકારનું સન્માન કરવા ભારત માટે કોઈ નવી વાત નથી, તેમણે જણાવ્યું હતું કે ગુજરાત સૌર ઉર્જા અપનાવનારા પ્રથમ રાજ્યોમાંનું એક છે. તેમણે દેશમાં સૌર ઉર્જાની પરવડે તેવી ક્ષમતા માટેનો શ્રેય પ્રધાનમંત્રીને આપ્યો અને તેમના દ્વારા પારદર્શિતા અપનાવવા, પ્રામાણિકથી હરાજી કરવા અને સમાન સ્પર્ધા પૂરી પાડવા તેમજ અમલીકરણના ધોરણમાં નોંધપાત્ર વધારો કરવાના તેમના વલણને શ્રેય આપ્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીના નેતૃત્વ હેઠળની સરકાર દ્વારા અક્ષય ઉર્જા કાર્યક્રમ માટે 3S – ગતિ, સ્કેલ અને કૌશલ્ય અપનાવવામાં આવ્યું હતું.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Narendra Modi: PM મોદી અને તેમના દિવંગત માતાના ડીપફેક વીડિયો મામલે કોંગ્રેસ સામે દિલ્હી પોલીસે કરી મોટી કાર્યવાહી
ITR Deadline: શું ખરેખર આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની તારીખ લંબાવાઈ? વિભાગે કરદાતાઓને આપ્યું મોટું અપડેટ
Air India: અમદાવાદમાં થયેલા એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાના કેસમાં થયો નવો ખુલાસો, તદ્દન નવું કારણ આવ્યું સામે
IND vs PAK: ‘નો હેન્ડશેક’ પર બોખલાયું પાકિસ્તાન, ટીમ ઈન્ડિયા સામે લીધું આ પગલું
Exit mobile version