News Continuous Bureau | Mumbai
Piyush Goyal: દેશમાં સતત ત્રીજી વખત એનડીએ પોતાની સરકાર બનાવી છે. જે બાદ કેબિનેટ ખાતાઓ પણ વહેંચાય ગયા છે. ટીમ મોદીના તમામ મંત્રીઓએ પોતાના પદનો ચાર્જ સંભાળી લીધો છે અને 100 દિવસનું મિશન શરૂ કરી દીધું છે. પીયૂષ ગોયલે પણ ઉત્તર મુંબઈ સીટ પર ભારે માર્જિનથી જીત મેળવ્યા બાદ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયનો ( Ministry of Commerce and Industry ) ચાર્જ સંભાળ્યો હતો. આ પ્રસંગે ગોયલે નિવેદન આપતા કહ્યું હતું કે, હું મોદીની ત્રીજી કેબિનેટનો હિસ્સો છું. આ મારા માટે સૌભાગ્યની વાત છે. હું તેમનો આભાર વ્યક્ત કરું છું. તેમજ અમે હવે દેશને ટોચના ત્રણ અર્થતંત્ર ( Economy ) બનવાના મોદીના લક્ષ્યને લઈને ગંભીર છીએ. તેનો પાયો ગત ટર્મમાં નખાયો ગયો હતો. તેથી હવે ફક્ત ગંભીરતા અને પ્રામાણિકતા સાથે આ લક્ષ્યોને વધારવા પર ધ્યાન આપવામાં આવશે. આ અવસર પર તેમણે વધુમાં કહ્યું કે મને મારા સહયોગી રાજ્ય મંત્રી જિતિન પ્રસાદનું મંત્રાલયમાં આવકારતાં આનંદ થાય છે.
મુંબઈ શહેરની 6 લોકસભા બેઠકોમાંથી ભાજપ ( BJP ) માત્ર ઉત્તર મુંબઈ બેઠક જીતવામાં સફળ રહી છે. આ લોકસભાના મતદાતાઓ હવે ગોયલને કેબિનેટમાં ( Cabinet Minister ) સ્થાન મળવાથી ઉત્સાહિત છે. સાથે જ તેમને આશા છે કે ગોયલ જેવા મોટા નેતાના સાંસદ બનવાથી તેમની પાયાની સમસ્યાઓ પણ હલ થશે, જેમાં આરોગ્ય, શિક્ષણ અને પરિવહનની સમસ્યાઓ મુખ્ય છે, જેનું વચન ગોયલે તેમના ચૂંટણી વચનોમાં પણ આપ્યું હતું. .
આ સમાચાર પણ વાંચો: Curbs on Gold Jewellery : સરકારે અમુક પ્રકારના સોનાના દાગીના પર લગાવ્યો પ્રતિબંધ, આ રીતે જોવા મળશે નિર્ણયની અસર..
Piyush Goyal: ભારતને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવા સખત મહેનત કરવા તૈયાર…
NDA સરકારના આ ઐતિહાસિક ત્રીજા કાર્યકાળમાં, અમે અમારા ઉદ્યોગસાહસિક સ્થાનિક ઉદ્યોગના શ્રેષ્ઠ હિતોની સેવા સાથે અમારા વૈશ્વિક ભાગીદારો સાથે વેપાર અને આર્થિક સંબંધોને વધુ મજબૂત કરવા માટે પ્રતિબદ્ધ છીએ. છેલ્લા કાર્યકાળમાં પ્રાપ્ત થયેલ રેકોર્ડ નિકાસને ‘માઈલસ્ટોન’ ગણવામાં આવે છે. એ જ મજબૂત પાયા પર નિર્માણ કરીને, અમે ભારતને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવાના PM મોદીના ( PM Modi ) સ્વપ્નને સાકાર કરવા માટે આગામી પાંચ વર્ષમાં ઉચ્ચ લક્ષ્યાંકો નક્કી કરવાનું ચાલુ રાખીશું.