ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો.
મુંબઈ
07 ઓગસ્ટ 2020
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે શુક્રવારે દેશની નવી શિક્ષણ નીતિ પર પોતાનું મંતવ્ય આપ્યું હતું. શિક્ષણ મંત્રાલય દ્વારા આયોજિત એક વીડિયો કોન્ફ્રન્સમાં પીએમ મોદી એ દેશને સંબોધન કર્યું હતું.
પીએમ મોદીએ કહ્યું કે "ત્રણ ચાર વર્ષના વિચારો, ચર્ચાઓ, વિશ્લેષણ અને મનોમંથન બાદ નવી શિક્ષણ નીતિને મંજૂરી આપવામાં આવી છે. 21 મી સદીની નવી વિચારધારા મુદ્દે નાગરિકો મંથન કરી રહ્યા છે. આજે આ નીતિનો કોઈ વિરોધ નથી કરી રહ્યું. કારણકે કઈ પણ એક તરફી નથી. નવી શિક્ષણ નીતિ બધાને સમાનતા નો હક આપે છે.. જયારે કેટલાક લોકો માત્ર વિચારી જ રહયાં છે કે આટલા મોટા રિફોર્મને કેવી રીતે અમલમાં મૂકી શકાશે. પરંતુ બધું મુમકીન છે."
દેશમાં કેટલી સરકારો આવી અને કેટલી જતી રહી છે .. આખી બે બે પેઢી વર્ષો જૂની શિક્ષણ પધ્ધતિ એ ભણ્યા છે. જે કામ આજે 34 વર્ષ બાદ થયી રહ્યું છે. શિક્ષણ નીતિમાં બદલાવ કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભવિષ્યમાં શિક્ષણની દિશા અને રિસર્ચ જેવા મુદ્દાઓ પર પણ સંબોધન કર્યું હતું.
# જાણો પીએમ મોદીના ભાષણના કેટલાક અંશો #
'નવી શિક્ષણ નીતિ ભારતને શક્તિશાળી બનાવશે’
'લાંબી વિચારણાં બાદ નવી શિક્ષણ નીતિને મંજૂરી'
‘વર્ષો સુધી ફેરફાર ન થતા જિજ્ઞાસાવૃત્તિ ઓછી થઈ’
'જે કામ પહેલાં ન થયું એ આજે 34 વર્ષ બાદ થયું છે'
‘રાષ્ટ્રીય શિક્ષણ નીતિ નવા ભારતનો પાયો નાખશે’
'આજે દરેક જગ્યાએ શિક્ષણ નીતિની ચર્ચા છે'
'નવી શિક્ષણ નીતિમાં કોઈ ભેદભાવ નહીં'
'3 થી 4 વર્ષ લોકો પાસેથી સૂચનો માગ્યા'
'જ્યાં જરૂર હશે ત્યાં સુધાર કરીશું'
‘ભવિષ્ય જોઈને નવી શિક્ષણ નીતિ તૈયાર કરાઈ’
'કેબિનેટ બેઠકમાં નવી શિક્ષણ નીતિને મળી છે મંજૂરી'
'34 વર્ષ બાદ શિક્ષણ નીતિમાં થયા છે ફેરફાર'