GBA : જી-20 શિખર સંમેલનમા પ્રધાનમંત્રીએ ગ્લોબલ બાયોફ્યુઅલ્સ એલાયન્સ શુભારંભ કરવાની જાહેરાત કરી

GBA : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના આ પ્રયાસથી સમગ્ર વિશ્વમાં પેટ્રોલ અને ડિઝલ પરની નિર્ભરતામાં ચોક્કસ ઘટાડો થશેઃ શ્રી હરદીપસિંહ પુરી

by Akash Rajbhar
PM announces launch of Global Biofuels Alliance at G-20 Summit

News Continuous Bureau | Mumbai 

GBA : પેટ્રોલિયમ અને કુદરતી ગેસ(natural gas) તથા આવાસ અને શહેરી બાબતોનાં મંત્રી શ્રી હરદીપસિંહ પુરીએ(hardipsinh puri) જણાવ્યું હતું કે, ભારત(India) ગ્લોબલ બાયોફ્યુઅલ એલાયન્સ મારફતે દુનિયાને જૈવઇંધણ પર નવો માર્ગ દેખાડશે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર શ્રેણીબદ્ધ પોસ્ટ દ્વારા તેમના વિચારો વ્યક્ત કરતા મંત્રીએ નોંધ્યું કે ‘વસુધૈવ કુટુંબકમ’ ના મંત્રને અનુસરીને, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના આ પ્રયાસથી વિશ્વભરની પેટ્રોલ અને ડીઝલ પરની નિર્ભરતા ચોક્કસપણે ઘટશે.

વૈશ્વિક ઊર્જા ક્ષેત્રમાં ઇતિહાસ સર્જતાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે જી-20 શિખર સંમેલનની સાથે સાથે ગ્લોબલ બાયોફ્યુઅલ્સ એલાયન્સ (જીબીએ)નો શુભારંભ કરવાની જાહેરાત કરી હતી. 19 દેશો અને 12 આંતરરાષ્ટ્રીય સંગઠનો આ જોડાણમાં જોડાવા માટે સંમત થઈ ચૂક્યા છે.જીબીએ જૈવિક-બળતણને અપનાવવાની સુવિધા માટે સરકારો, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ અને ઉદ્યોગોનું જોડાણ વિકસાવવા માટે ભારતની આગેવાની હેઠળની પહેલ છે. જૈવિક-બળતણના વિકાસ અને અમલીકરણને આગળ ધપાવવા માટે જૈવિક-બળતણના સૌથી મોટા ઉપભોક્તાઓ અને ઉત્પાદકોને એકસાથે લાવવાની આ પહેલનો ઉદ્દેશ જૈવિક-બળતણોને ઊર્જા પરિવર્તનની ચાવી તરીકે સ્થાન આપવાનો અને નોકરીઓ અને આર્થિક વિકાસમાં ફાળો આપવાનો છે.

શ્રી હરદીપ પુરીએ જણાવ્યું હતું કે, જી20 સમિટની સાથે સાથે જીબીઆનો શુભારંભ થવાથી સ્વચ્છ અને હરિયાળી ઊર્જા માટે દુનિયામાં ચાલી રહેલી શોધને ઐતિહાસિક વેગ મળ્યો છે.ભારતીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રીએ અમેરિકાનાં ઊર્જા વિભાગનાં સચિવ સુશ્રી જેનિફર ગ્રાનહોમ, શ્રી એલેક્ઝાન્ડ્રે સિલ્વેઇરા, બ્રાઝિલના ઊર્જા પ્રધાન; અને ડો. ઇવાન્ડ્રો ગુસી યુએનઆઇસીએ બ્રાઝિલના પ્રમુખ અને સીઇઓએ ગ્લોબલ બાયોફ્યુઅલ્સ એલાયન્સની રચનાના બીજ અંકુરિત કરવા બદલ આભાર માન્યો હતો.

શ્રી હરદીપ સિંહ પુરીએ નોંધ્યું હતું કે, જી20 દેશો અને ઊર્જા સાથે સંબંધિત આંતરરાષ્ટ્રીય ઊર્જા એજન્સી (આઇઇએ), ઇન્ટરનેશનલ સિવિલ એવિએશન ઓર્ગેનાઇઝેશન (આઇસીએઓ), વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (ડબલ્યુઇઓ) અને વર્લ્ડ એલપીજી એસોસિયેશન વગેરે દ્વારા સમર્થિત વિઝનરી ગ્લોબલ બાયોફ્યુઅલ્સ એલાયન્સ વૈશ્વિક જૈવઇંધણનાં વેપાર અને શ્રેષ્ઠ પદ્ધતિઓને મજબૂત કરશે, જેથી સભ્યો ઊર્જા ક્વાડ્રિલેમ્માનો સફળતાપૂર્વક સામનો કરી શકશે. એનાથી ખેડૂતોની આવકનાં વધારાનાં સ્રોત સ્વરૂપે ‘અન્નદાતાઓમાંથી ઊર્જાદાતાઓ’માં પરિવર્તિત થવાને પ્રોત્સાહન મળશે. છેલ્લા 9 વર્ષમાં અમે અમારા ખેડૂતોને ₹71,600 કરોડ આપ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે, વર્ષ 2025 સુધીમાં ઇ20નાં અમલીકરણ સાથે ભારતને ઓઇલની આયાતમાં રૂ.45,000 કરોડની અને વાર્ષિક ધોરણે 63 એમટી ઓઇલની બચત થશે.

આ સમાચાર પણ વાંચો  : G20 Summit : જી-20 શિખર સંમેલનમાં ટ્રાઇફેડનો કારીગરી ખજાનો સ્પોટલાઇટમાં રહ્યો

જીબીએ સમગ્ર વેલ્યુ ચેઇનમાં ક્ષમતા નિર્માણની કવાયતો, રાષ્ટ્રીય કાર્યક્રમો માટે ટેકનિકલ સપોર્ટ અને નીતિગત પાઠોની વહેંચણીને પ્રોત્સાહન આપીને વૈશ્વિક સ્તરે વિકાસ અને સ્થાયી જૈવઇંધણના અમલીકરણને ટેકો આપશે. તે ઉદ્યોગો, દેશો, ઇકોસિસ્ટમ પ્લેયર્સ અને મુખ્ય હિતધારકોને માગ અને પુરવઠાનું મેપિંગ કરવામાં મદદ કરવા તેમજ અંતિમ વપરાશકર્તાઓ સાથે ટેકનોલોજી પ્રદાતાઓને જોડવા માટે વર્ચ્યુઅલ માર્કેટપ્લેસ ઊભું કરવાની સુવિધા આપશે. તે જૈવિક બળતણના સ્વીકાર અને વેપારને પ્રોત્સાહિત કરવા આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત માપદંડો, કોડ્સ, ટકાઉપણાના સિદ્ધાંતો અને નિયમનોના વિકાસ, સ્વીકાર અને અમલીકરણમાં પણ સુવિધા આપશે.

આ પહેલ ભારત માટે અનેક મોરચે ફાયદાકારક રહેશે. જીબીએ જી-20ના પ્રમુખપદના નક્કર પરિણામ સ્વરૂપે વૈશ્વિક સ્તરે ભારતની સ્થિતિને મજબૂત કરવામાં મદદરૂપ થશે. તદુપરાંત, આ જોડાણ સહયોગ પર ધ્યાન કેન્દ્રિત કરશે અને ભારતીય ઉદ્યોગોને નિકાસ કરતી ટેકનોલોજી અને ઉપકરણોની નિકાસના રૂપમાં વધારાની તકો પૂરી પાડશે. તે પીએમ-જીવન યોજના, સાતાટ અને ગોબરધન યોજના જેવા ભારતના વર્તમાન જૈવઇંધણ કાર્યક્રમોને વેગ આપવામાં મદદ કરશે, જેથી ખેડૂતોની આવક વધારવામાં, રોજગારીનું સર્જન કરવામાં અને ભારતીય ઇકોસિસ્ટમના સંપૂર્ણ વિકાસમાં યોગદાન મળશે. વૈશ્વિક ઇથેનોલ બજારનું મૂલ્ય 2022માં 99.06 અબજ ડોલર હતું અને 2032 સુધીમાં તે 5.1 ટકાના સીએજીઆરના દરે વૃદ્ધિ પામશે અને 2032 સુધીમાં 162.12 અબજ ડોલરને વટાવી જશે તેવી આગાહી કરવામાં આવી છે. આઇઇએના જણાવ્યા અનુસાર, નેટ ઝીરો લક્ષ્યાંકોને કારણે વર્ષ 2050 સુધીમાં 3.5-5 ગણી જૈવિક ઇંધણોની વૃદ્ધિની સંભવિતતા હશે, જે ભારત માટે મોટી તકો ઊભી કરશે.

 

 

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More