Site icon

‘પીએમ કૅર ફંડ’માં 2.25 લાખ આપી મોદીએ કર્યાં હતાં શ્રીગણેશ, પાંચ દિવસમાં મળ્યા 3,076 કરોડ..

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

03 સપ્ટેમ્બર 2020

કોરોના સંકટનો સામનો કરવા માટે પીએમ કેર ફંડની સ્થાપના 27 માર્ચના રોજ કરવામાં આવી હતી. એમાં સૌથી પ્રથમ વડાપ્રધાને પોતાના પગારમાંથી  2.25 લાખ રૂપિયા આપ્યાં હતાં. રિપોર્ટ અનુસાર આ ફંડમાં દેશના લોકોએ પોતાની સ્વેચ્છાથી 31 માર્ચ 2020 સુધી એટલે કે પ્રથમ પાંચ દિવસમાં 3,076 કરોડ રૂપિયા આપ્યા હતા. નાણાકીય વર્ષ 2019-20ના પ્રથમ ઓડિટ રિપોર્ટમાં આ જાણકારી આપવામાં આવી છે. 

પીએમ કેર ફંડની ઓડિટિંગ SARC એન્ડ એસોસિએટ ચાર્ટર્ડ એકાઉન્ટ્સે કરી છે અને તેના પર પીએમના ચાર અધિકારીઓએ સહી કરી છે. સહી કરનાર અધિકારીઓમાં સચિવ શ્રીકર કે પરદેશ, ઉપસચિવ હાર્દિક શાહ, ઉચ્ચ સચિવ પ્રદીપ કુમાર શ્રીવાસ્તવ, સેક્શન ઓફિસર પ્રવેશ કુમાર સામેલ છે.. 

ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ પાર્ટી સહિત વિપક્ષી દળો પીએમ કેર ફંડની પારદર્શિતાને લઈને તેમની ટીકા કરતા હતા. તેમનું કહેવું હતું કે, 'જ્યારે આપદા માટે પ્રધાનમંત્રી રાહત કોષ બનેલું છે તો પછી એક નવું ફંડ બનાવવાની શું જરૂર હતી.'

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/353bjR8

Natural Farming India: પ્રાકૃતિક કૃષિ ‘લેખમાળા-૪૨ :સુરત જિલ્લો’
Siddaramaiah: કર્ણાટકના CM સિદ્ધારમૈયાએ અઝીમ પ્રેમજી પાસેથી ઉધારમાં માંગ્યો એક રોડ, જાણો શું છે તેની પાછળ નું કારણ
Gandhinagar Startups: સ્ટાર્ટઅપ્સ કોન્કલેવ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માઈન્ડ ટુ માર્કેટના વિચારને સાર્થક કરવાનો મંચ બનશે: કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહ
Azam Khan: આઝમ ખાન જેલમાંથી મુક્ત, પુત્રો સાથે અહીં જવા થયા રવાના, સમર્થકો નો જમાવડો
Exit mobile version