વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ‘મન કી બાત’નો 69 મો એપિસોડ ઓલ ઈન્ડીયા રેડીયો પર પ્રકાશીત કર્યો. તેમણે જે મહત્વપૂર્ણ વાત કરી તેના મુદ્્દા નીચે મુજબ છે.
- કોરોના વાયરસ મહામારીથી જીવનમા આવેલા બદલાવનો ઉલ્લેખ કરતા કહ્યું કે પરિવારનું મહત્વ હવે સમજાઇ રહ્યું છે.
- પ્રધાનમંત્રીએ વાર્તા સંભળાવાની કલાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે ‘વાર્તાઓનો ઇતિહાસ એટલો જૂનો છે જેટલી કે માનવ સભ્યતા’. તેમણે હિતોપદેશ અને પંચતંત્રનો ઉલ્લેખ કરતાં કહ્યું કે વાર્તાઓથી વિવેક અને બુદ્ધિમતાનો સંદેશ આપ્યો છે.
- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ‘બેંગલુરૂ સ્ટોરી ટેલિંગ’ ગ્રૂપમાંથી એક વાર્તા સંભળાવાની દરખાસ્ત કરી. તેમણે રાજા કૃષ્ણદેવ રાયની એક વાર્તા સંભળાવી જેમાં તેનાલીરામનો પણ ઉલ્લેખ હતો.
- પ્રધાનમંત્રીએ કહ્યું કે દેશના ખેડૂત, ગામડાં જેટલા મજબૂત થશે દેશ એટલો આત્મનિર્ભર બનશે.
- તેમણે કૃષી બિલ ની તરફેણ કરતા કહ્્યું કે તેઓ કૃષી સંગઠનો સાથે વાત કરી રહ્્યાં છે.
- તેમણે ભગત સિંહ જયંતિનો ઉલ્લેખ કર્યો. તેમજ જલાયાં વાલા બાગ સંદર્ભે વાત કરી હતી.