ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
02 જાન્યુઆરી 2021
પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનના ડ્રાઇવરે સાઉદી અરેબિયાની શ્રીમંત મહિલા ઉદ્યોગપતિ સાથે લગ્ન કર્યા છે. આ દાવો કરતી એક પોસ્ટ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. ટ્વીટ કરેલા વીડિયો પર લગ્નના પક્ષમાં અને વિરોધમાં પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. એક તરફ લોકો આને પ્રેમના કહી રહ્યા છે. બીજી તરફ, આ વીડિયો પર, એવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે કે તે અરબી લગ્નની ક્લિપ છે. કેટલાક લોકો માને છે કે આ વીડિયોને બનાવટી સંદેશ સાથે શેર કરવામાં આવી રહ્યો છે.
વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે આ મહિલા સાઉદીની સૌથી ધનિક ઉદ્યોગપતિ સાહુ બિન્ટ અબ્દુલ્લા અલ મહબૂબ છે. સાહુ મક્કા અને મદીના તેમજ ફ્રાન્સ અને અન્ય વિદેશી દેશોમાં હોટલો સહિતની ઘણી મિલકતો ધરાવે છે. તેમની કુલ સંપત્તિ 8 અબજ ડૉલર હોવાનું કહેવાય છે. વીડિયોમાં જે વ્યક્તિ સાથે સગાઈ કરવામાં આવી છે તે પાકિસ્તાની મૂળનો ડ્રાઈવર છે. જોકે, આ ઘટના સાચી છે કે નહીં તે અંગે કોઈ સ્પષ્ટ અભિપ્રાય નથી. પરંતુ આ વિડિઓ વાયરલ થતા જ ઈમરાન ખાન પર લોકો તંજ કસી રહયાં છે.