ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
22 જુન 2020
લદાખ-ચીન સરહદે આવેલા ઘાટીમાં આપણા વીર જવાનોની શહાદત વ્યર્થ જવી ન જોઈએ જે માટે આખા દેશએ એક જૂથ થઈ ચીને કરેલા દુસાહસ નો જવાબ આપવો જોઈએ, એમ ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે જણાવ્યું છે.. આ સાથે જ તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન તાકવાનું ભૂલ્યા ન હતા. તેમણે પીએમને શબ્દોની પસંદગી કરતી વેળા સાવધાની રાખવાની ટકોર કરી હતી.
ગત 14 15 જૂને સરહદે ઘટેલી ઘટનાના ઘણા દિવસો બાદ પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહે પોતાની પ્રતિક્રિયા આપી, જેમાં તેમણે કહ્યું કે 'આપણા જવાનોએ સાહસનું પ્રદર્શન કરી છેલ્લા શ્વાસ સુધી માતૃભૂમિની રક્ષા કરી, તેમના ત્યાગ અને સમર્પણને વ્યર્થ ન જવા દેવું જોઈએ'.
અંતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આડકતરી રીતે કહ્યું કે "તેમણે શબ્દોની પસંદગી સાવધાનીપૂર્વક કરવી જોઈએ. આપણે અત્યારે ઇતિહાસના ખૂબ નાજૂક દોરમાંથી પસાર થઈ રહ્યા છીએ. આથી વર્તમાન સરકારના નિર્ણયો અને ઉઠાવેલા પગલાં નક્કી કરશે કે આવનારું ભવિષ્ય કેવું હશે. આથી જ ભારતે ચીનની ધમકીઓ અને માનસિક દબાણ સામે મુકવાની જરૂર નથી, પરંતુ ઉચ્ચ નેતૃત્વની ફરજ છે કે તમામ રાજકીય પક્ષોની સહમતી પણ આ અભિનયમાં લેવામાં આવે"..
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com