News Continuous Bureau | Mumbai
વડાપ્રધાન (Prime minister)નરેન્દ્ર મોદી (Narendra Modi)હાલ ત્રણ દિવસના ગુજરાત(Gujarat)ના પ્રવાસે છે અને આજે તેમના પ્રવાસનો બીજો દિવસ છે. આજે સવારે બનાસકાંઠા(Banaskantha)માં વિવિધ યોજનાઓનું ભૂમિ પૂજન અને શિલાન્યાસ કરીને હાલ તેઓ જામનગર(Jamnagar) પહોંચ્યા છે. ગુજરાત (Gujarat) હવે વિશ્વફલક પર ઝળકવા જઈ રહ્યું છે કારણ કે જામનગર (Jamnagar)માં વિશ્વનુ પ્રથમ 'ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડીસીન'(Global centre for traditional Medicine) બની રહ્યું છે. આ દરમિયાન જામનગર(Jamnagar)ના રાજવી પરિવારના સભ્ય શત્રુશેલ્યજી સાથે પીએમ મોદી(Narendra Modi meet Shatrushalyasinhji) એ મુલાકાત કરી હતી. બંને વચ્ચે 15 મિનિટ વાતચીત પણ થઈ હતી. આયુર્વેદ યુનિવર્સિટીના નિર્માણમાં રાજવી પરિવારના યોગદાનની વાતો વાગોળી હતી. આપને જણાવી દઈએ કે યુક્રેન(Ukraine war)માં ફસાયેલા વિદ્યાર્થીઓને પરત લાવવામાં પણ શત્રુશેલ્યજીનું મહત્વનું યોગદાન હતું.
The goodwill of Jam Saheb’s family is spread all over the world, especially in Europe. In Jamnagar, I had the opportunity to meet Jam Saheb Shri Shatrusalyasinhji, who has always been extremely affectionate towards me as an elder. We had a great time recollecting old memories. pic.twitter.com/i6BERFGSpl
— Narendra Modi (@narendramodi) April 19, 2022
વડાપ્રધાન મોદી(PM Modi)એ જામનગર(Jamnagar)માં જામસાહેબ સાથે મુલાકાત કરીને ટ્વિટ કરીને જણાવ્યું કે, જામ સાહેબના પરિવારની સુવાસ આજે પણ દુનિયામાં અને ખાસ કરીને યુરોપમાં મહેકે છે. એક વડીલ બંધુ તરીકેનો સ્નેહ જેમના તરફથી મને હંમેશાં મળ્યો છે એવા જામ સાહેબ શ્રી શત્રુશલ્યસિંહજી સાથે મુલાકાત કરી. જૂની વાતો વાગોળવાનો અવસર પ્રાપ્ત થયો.
આ સમાચાર પણ વાંચો : હેં!! સમાજમાં તણાવ નિર્માણ કરનારી આટલી પોસ્ટ મુંબઈ પોલીસે સોશિયલ મીડિયા પરથી ડીલીટ કરી…જાણો વિગતે