News Continuous Bureau | Mumbai
૧૫ ઓગસ્ટે લાલ કિલ્લા(Red fort)ની પ્રાચીરથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી(PM Modi) જીવન રક્ષક દવા(Medicine)ઓની કિંમતોને લઈને મોટી જાહેરાત કરી શકે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના ભાષણ(Speech)માં જરૂરી અને લાંબી સારવારમાં ઉપયોગ થનારી દવાઓના ભાવ(Price)ને લઈને મોટી જાહેરાત કરશે. નોંધનીય છે કે પ્રધાનમંત્રી બન્યા બાદ નરેન્દ્ર મોદી(PM Modi)નું લાલ કિલ્લાની પ્રાચીરથી આ ૯મું ભાષણ(Speech) હશે. તેમણે પહેલીવાર વર્ષ ૨૦૧૪મા લાલ કિલ્લા પરથી ભાષણ આપ્યું હતું.
પ્રાપ્ત જાણકારી પ્રમાણે જરૂરી દવાનું લિસ્ટ(List) એટલે કે NELM માં મોટા પાયે ફેરફાર થઈ શકે છે. અત્યાર સુધી આ લિસ્ટમાં ૩૫૫ દવાઓ છે, સાથે સરકાર કંપનીના માર્જિન(Margine) પર કેપ લગાવી શકે છે. આમ થવાની સ્થિતિમાં દવાઓના ભાવ ૭૦ ટકા સુધી ઘટી (price reduce) જશે. સરકાર તેને તબક્કાવાર લાગૂ કરી શકે છે.
આ સમાચાર પણ વાંચો : ભૂલ ભુલૈયા 3થી કિયારા અડવાણીનું પત્તુ થયું કટ- હવે કાર્તિક આર્યન સાથે ફિલ્મમાં જોવા મળશે આ હસીના-બજેટ પણ થઇ ગયું ડબલ
આ સિવાય પીએમ મોદી મેડિકલ ટૂરિઝ્મ(Medical tourism) વધારવા માટે નવી યોજનાની જાહેરાત કરી શકે છે. પીએમ મોદી પોતાના ભાષણમાં દેશમાં મેડિકલ ટૂરિઝ્મને પ્રોત્સાહન આપવા અને ભારત(India)ની આયુર્વેદિક(Ayurveda) તથા પરંપરાગત ચિકિત્સા પદ્ધતિને અર્થવ્યવસ્થાના વિકાસનું મહત્વનું પાસું માનલા કેટલીક નવી જાહેરાત કરી શકે છે.
મીડિયા રિપોર્ટ પ્રમાણે આ Heal in India, Heal By India ની થીમ પર હોઈ શકે છે. જેમાં સમગ્ર આર્થિક વિકાસનું માળખુ તૈયાર કરવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો : લો બોલો- તારક મહેતાના દયાબેન માટે નવી અભિનેત્રીની નામની ફરી ઉડી અફવા- નિર્માતાએ આસિત મોદીએ કર્યો આ ખુલાસો
પીએમ મોદી અનાજ, તેલીબિયાં સહિત કૃષિ ક્ષેત્રમાં આત્મનિર્ભર બનવાનો રોડમેપ જાહેર કરી શકે છે. પીએમ મોદી રાજ્યોની સાથે મળી તેની આયાત ઘટાડવા, ઉત્પાદન વધારવા માટે આહ્વાન કરશે. સંભવ છે કે તે માટે બજેટમાં અલગથી જોગવાઈ કરવામાં આવે. આ યોજનાને નવું નામ આપવામાં આવી શકે છે. પીએમ મોદી ડિજિટલ ઈન્ડિયાના લક્ષ્યને પૂરુ કરવા માટે કનેક્ટિવિટી અને ૫જી ટેક્નોલોજીના વિકાસ પર પણ બોલશે. પીએમ મોદી લાલ કિલ્લા પરથી ૫જીનો પ્રથમ કોલ પણ કરી શકે છે.