News Continuous Bureau | Mumbai
PM Modi Ayodhya Visit : રામ મંદિર ( Ram Mandir ) ના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ( PM Modi ) આજે રામનગરી અયોધ્યા ( Ayodhya ) પહોંચ્યા છે. તેમણે અહીં મહર્ષિ વાલ્મિકી ઈન્ટરનેશનલ એરપોર્ટ અયોધ્યા ધામ ( Maharishi Valmiki International Airport Ayodhya Dham ) નું ઉદ્ઘાટન કર્યું. આ સાથે તેમણે 15,700 કરોડ રૂપિયાની યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કર્યો હતો. બાદમાં જનસભાને સંબોધી હતી.
22 જાન્યુઆરીની સાંજે શ્રી રામ જ્યોતિ પ્રગટાવવા કરી અપીલ
અયોધ્યા ( Ayodhya ) ની ભૂમિ પરથી ભારતવાસીઓને સંબોધતા પીએમ મોદીએ 22 જાન્યુઆરીની સાંજે શ્રી રામ જ્યોતિ પ્રગટાવવા માટે દરેકને અપીલ કરી હતી. તેમણે કહ્યું કે આજે સમગ્ર વિશ્વ 22 જાન્યુઆરીની ઐતિહાસીક ક્ષણની આતુરતાથી રાહ જોઈ રહ્યું છે. હું પણ તે ક્ષણને લઈને એટલો જ ઉત્સાહિત છું. 23મી જાન્યુઆરી પછી તમારી અનુકૂળતા મુજબ અયોધ્યા આવો. એરપોર્ટ ( Airport ) નો પ્રથમ તબક્કો 1450 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે વિકસાવવામાં આવ્યો છે. એરપોર્ટ ટર્મિનલ બિલ્ડિંગ 6500 ચોરસ મીટરનું ક્ષેત્રફળ ધરાવે છે, જે વાર્ષિક અંદાજે 10 લાખ મુસાફરોને સેવા આપવા માટે સજ્જ હશે.
આ સમાચાર પણ વાંચો : Dog Bites : મહારાષ્ટ્રમાં શ્વાન કરડવાના કેસમાં ચિંતાજનક વધારો, આ વર્ષે 4.35 લાખ લોકો પર કર્યો હુમલો, સૌથી વધુ મુંબઈમાં.. આંકડા છે ડરામણા..
અયોધ્યાધામ જંક્શનનું ઉદ્ઘાટન કર્યું
આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યાધામ જંક્શનનું ઉદ્ઘાટન કર્યું હતું. પહેલા આઠ કિલોમીટરના રોડ શો દરમિયાન લોકોએ તેમનું જોરદાર સ્વાગત કર્યું હતું. વડાપ્રધાને છ વંદે ભારત અને બે અમૃત ભારત ટ્રેનને પણ લીલી ઝંડી બતાવી હતી. અયોધ્યા જંક્શનના ઉદ્ઘાટન બાદ પીએમ વાલ્મીકિ એરપોર્ટ જવા રવાના થયા હતા. રસ્તામાં તેઓ ઉજ્જવલા અને આવાસ યોજનાના લાભાર્થીના ઘરે પહોંચ્યા. તેમણે ત્યાં ચા પીધી.