Site icon

PM Modi Ayodhya Visit : જય શ્રી રામનાં નારા વચ્ચે અયોધ્યામાં PM મોદીનો ભવ્ય રોડ શો! કારોડોનાં વિકાસ કાર્યોનું કર્યું ઉદ્ઘાટન.. સાથે લોકોને કરી આ ખાસ અપીલ..

PM Modi Ayodhya Visit : અયોધ્યામાં રામ લલ્લાના અભિષેક પહેલાં, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રામનગરીમાં પુનઃવિકાસિત અયોધ્યા ધામ રેલ્વે સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું છે. પીએમ મોદી એરપોર્ટના ગેટ નંબર ત્રણથી નીકળીને રોડ શો કરતા અયોધ્યા ધામ સ્ટેશન પહોંચ્યા હતા. આજે પીએમ મોદી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ સહિત અયોધ્યાને 16 હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સ ગિફ્ટ આપ્યા છે.

PM Modi Ayodhya Visit PM Modi's Gift For Ayodhya, New Airport, Revamped Railway Station

PM Modi Ayodhya Visit PM Modi's Gift For Ayodhya, New Airport, Revamped Railway Station

 News Continuous Bureau | Mumbai  

PM Modi Ayodhya Visit : રામ મંદિર ( Ram Mandir ) ના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ( PM Modi ) આજે રામનગરી અયોધ્યા ( Ayodhya ) પહોંચ્યા  છે. તેમણે અહીં મહર્ષિ વાલ્મિકી ઈન્ટરનેશનલ એરપોર્ટ અયોધ્યા ધામ ( Maharishi Valmiki International Airport Ayodhya Dham ) નું ઉદ્ઘાટન કર્યું. આ સાથે તેમણે 15,700 કરોડ રૂપિયાની યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કર્યો હતો. બાદમાં જનસભાને સંબોધી હતી.

Join Our WhatsApp Community

22 જાન્યુઆરીની સાંજે શ્રી રામ જ્યોતિ પ્રગટાવવા કરી અપીલ 

અયોધ્યા ( Ayodhya ) ની ભૂમિ પરથી ભારતવાસીઓને સંબોધતા પીએમ મોદીએ 22 જાન્યુઆરીની સાંજે શ્રી રામ જ્યોતિ પ્રગટાવવા માટે દરેકને અપીલ કરી હતી. તેમણે કહ્યું કે આજે સમગ્ર વિશ્વ 22 જાન્યુઆરીની ઐતિહાસીક ક્ષણની આતુરતાથી રાહ જોઈ રહ્યું છે. હું પણ તે ક્ષણને લઈને એટલો જ ઉત્સાહિત છું. 23મી જાન્યુઆરી પછી તમારી અનુકૂળતા મુજબ અયોધ્યા આવો. એરપોર્ટ ( Airport ) નો પ્રથમ તબક્કો 1450 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે વિકસાવવામાં આવ્યો છે. એરપોર્ટ ટર્મિનલ બિલ્ડિંગ 6500 ચોરસ મીટરનું ક્ષેત્રફળ ધરાવે છે, જે વાર્ષિક અંદાજે 10 લાખ મુસાફરોને સેવા આપવા માટે સજ્જ હશે. 

આ સમાચાર પણ વાંચો : Dog Bites : મહારાષ્ટ્રમાં શ્વાન કરડવાના કેસમાં ચિંતાજનક વધારો, આ વર્ષે 4.35 લાખ લોકો પર કર્યો હુમલો, સૌથી વધુ મુંબઈમાં.. આંકડા છે ડરામણા..

અયોધ્યાધામ જંક્શનનું ઉદ્ઘાટન કર્યું

આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યાધામ જંક્શનનું ઉદ્ઘાટન કર્યું હતું. પહેલા આઠ કિલોમીટરના રોડ શો દરમિયાન લોકોએ તેમનું જોરદાર સ્વાગત કર્યું હતું. વડાપ્રધાને છ વંદે ભારત અને બે અમૃત ભારત ટ્રેનને પણ લીલી ઝંડી બતાવી હતી. અયોધ્યા જંક્શનના ઉદ્ઘાટન બાદ પીએમ વાલ્મીકિ એરપોર્ટ જવા રવાના થયા હતા. રસ્તામાં તેઓ ઉજ્જવલા અને આવાસ યોજનાના લાભાર્થીના ઘરે પહોંચ્યા. તેમણે ત્યાં ચા પીધી. 

Devendra Fadnavis vs Sanjay Raut : મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો! સંજય રાઉતની ધમકીને ફડણવીસે ગણાવી ‘પોકળ’, મુંબઈ બંધના એલાન પર ઉડાવી મજાક
Solan Fire Incident: હિમાચલના સોલનમાં ભીષણ આગનો તાંડવ; 7 વર્ષના બાળકનું કરૂણ મોત, 9 લોકો હજુ પણ ફસાયા.
ISRO PSLV-C62 Mission Failure: ઈસરોને નવા વર્ષનો મોટો ઝટકો: PSLV-C62 મિશન ત્રીજા તબક્કામાં ટેકનિકલ ખામીને કારણે નિષ્ફળ.
Vande Bharat Sleeper Fare: એરપોર્ટ જેવી સુવિધા અને કડક નિયમો: વંદે ભારત સ્લીપરમાં નો-વેઈટિંગ પોલિસી, જાણો કેટલું ખર્ચવું પડશે ભાડું
Exit mobile version