Site icon

PM Modi Brunei: PM મોદીએ બ્રુનેઈના મહામહિમ સુલતાન હાજી હસનલ બોલ્કિયા સાથે કરી બેઠક, આ વિષયો પર કરી ચર્ચા

PM Modi Brunei: પ્રધાનમંત્રીની બ્રુનેઈના મહામહિમ સુલતાન હાજી હસનલ બોલ્કિયા સાથે બેઠક

PM Modi Brunei Prime Minister's meeting with His Highness Sultan Haji Hassanal Bolkiah of Brunei

PM Modi Brunei Prime Minister's meeting with His Highness Sultan Haji Hassanal Bolkiah of Brunei

News Continuous Bureau | Mumbai   

PM Modi Brunei:  પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ( Narendra Modi ) આજે બંદર સેરી બેગવાનમાં ઈસ્તાના નુરુલ ઈમાન પહોંચ્યા, જ્યાં બ્રુનેઈના ( Brunei ) મહામહિમ સુલતાન હાજી હસનલ બોલ્કિયાએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. 

Join Our WhatsApp Community

પ્રધાનમંત્રીએ તેમના ઉમદા આમંત્રણ બદલ મહામહિમનો ( Sultan Haji Hassanal Bolkiah ) આભાર માનતા જણાવ્યું હતું કે ભારતીય સરકારના વડા દ્વારા બ્રુનેઈની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત દ્વિપક્ષીય સંબંધોને ( Bilateral relations ) વેગ આપવાની ભારતની ઊંડી ઈચ્છાને દર્શાવે છે. તેમણે તે વાત પર ભાર આપ્યો હતો કે તેમની યાત્રા ભારતની પોતાની ‘એક્ટ ઇસ્ટ પોલિસી’ને મજબૂત કરવાની ભારતની ( India Brunei ) પ્રતિબદ્ધતાને ધ્યાનમાં રાખીને છે, જે હવે તેના 10મા વર્ષમાં છે. બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધોને ઉન્નત ભાગીદારી સુધી આગળ વધારવાનું સ્વાગત કર્યું. નેતાઓએ સંરક્ષણ, વેપાર અને રોકાણ, ખાદ્ય સુરક્ષા, શિક્ષણ, ઉર્જા, અવકાશ તકનીક, આરોગ્ય, ક્ષમતા નિર્માણ, સંસ્કૃતિ તેમજ લોકો-થી-લોકોના આદાનપ્રદાન સહિતના વિવિધ વિષયોને આવરી લેતા દ્વિપક્ષીય વાટાઘાટો યોજી હતી. તેઓ ICT, ફિનટેક, સાયબર સુરક્ષા, નવી અને ઉભરતી તકનીકો અને પુનઃપ્રાપ્ય ઉર્જા જેવા ક્ષેત્રોમાં સહયોગ શોધવા અને તેને આગળ ધપાવવા સંમત થયા હતા. પ્રધાનમંત્રી અને મહામહિમે પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ વિચારોનું આદાન-પ્રદાન કર્યું હતું. બંને નેતાઓએ આતંકવાદના તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓની નિંદા કરી અને અને રાજ્યોને તેનો ત્યાગ કરવા હાકલ કરી. બંને નેતાઓએ આસિયાન-ભારત વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવા પરસ્પર લાભદાયી ક્ષેત્રોમાં સાથે મળીને કામ કરવાની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. મહામહેનતે આસિયાન સેન્ટર ફોર ક્લાઈમેટ ચેન્જની યજમાનીમાં બ્રુનેઈ દારુસલામના પ્રયાસો માટે ભારતના સમર્થનની પણ પ્રશંસા કરી હતી.

આ સમાચાર પણ વાંચો :  Surat Farmers: સુરતના ખેડૂતો માટે જિલ્લા ખેતીવાડી શાખા દ્વારા આ પાકમાં સંકલિત રોગ વ્યવસ્થાપન કરવાની માર્ગદર્શિકા થઈ જાહેર.

બંને નેતાઓએ વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર અને બ્રુનેઈના પરિવહન અને માહિતી સંચાર મંત્રી મહામહિમ શમહારી પેંગીરન દાતો મુસ્તફા દ્વારા સેટેલાઇટ અને લૉન્ચ વાહનો માટે ટેલિમેટ્રી, ટ્રેકિંગ અને ટેલિકોમૅન્ડ સ્ટેશનના સંચાલનમાં સહકાર પરના એક એમઓયુ પર હસ્તાક્ષર કર્યાં અને તેનું આદાન-પ્રદાન કર્યું. તેઓએ બંદર સેરી બેગાવાન અને ચેન્નાઈ વચ્ચે ડાયરેક્ટ ફ્લાઇટ કનેક્શનની આગામી શરૂઆતનું સ્વાગત કર્યું. વાટાઘાટો બાદ સંયુક્ત નિવેદન અપનાવવામાં આવ્યું હતું.

PM Modi Brunei:  મહામહિમે પ્રધાનમંત્રીના સન્માનમાં સત્તાવાર લંચનું આયોજન કર્યું.

આજે બંને નેતાઓ વચ્ચેની ચર્ચા ભારત-બ્રુનેઈ દ્વિપક્ષીય સંબંધોને ( India-Brunei bilateral relations ) વધુ મજબૂત બનાવશે. પ્રધાનમંત્રીએ મહામહિમને ભારતની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું હતું. પ્રધાનમંત્રીની આ ઐતિહાસિક મુલાકાતથી ભારતની એક્ટ ઈસ્ટ પોલિસી અને ઈન્ડો-પેસિફિક માટે તેમના વિઝનને વધુ વેગ આપશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Donald Trump: પુતિનનો મોટો સંકેત: ટ્રમ્પના ૨૮-પોઇન્ટ પીસ પ્લાન પર રશિયન રાષ્ટ્રપતિએ આપી લીલી ઝંડી, યુદ્ધ સમાપ્તિની આશા
Donald Trump: રાજકીય ડ્રામા: ટ્રમ્પ અને મમદાની વચ્ચે ‘ફાસિસ્ટ vs જિહાદી’ની લડાઈ! આકરા આરોપો બાદ બંનેના બદલાયા સૂર
Tejas Crash: મોટો ખુલાસો: ‘બ્લેકઆઉટ’ના કારણે થયું તેજસનું ક્રેશ? ડિફેન્સ એક્સપર્ટે ક્રેશ પાછળના રહસ્ય પરથી પડદો ઉઠાવ્યો.
Red Fort Blast: નાટકીય વળાંક: લાલ કિલ્લા બ્લાસ્ટ કેસમાં પકડાયેલા આતંકીએ કોર્ટમાં જજ સમક્ષ શું માગ્યું? જાણો હાઈ-પ્રોફાઈલ કેસ નું નવું અપડેટ
Exit mobile version