PM Modi Chairs CCS Meeting: મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધના ભણકારા વચ્ચે PM મોદી એક્શન મોડમાં: CCSની બેઠકમાં લેવાયો મોટો નિર્ણય

PM Modi Chairs CCS Meeting: દિલ્હીમાં મળેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં અમિત શાહ, રાજનાથ સિંહ અને એસ. જયશંકર રહ્યા હાજર; UAE, કતાર અને બહેરીનમાં વધતી હિંસા અંગે ભારત એલર્ટ.

by Akash Rajbhar
PM Modi Chairs CCS Meeting as Iran Strikes Land Near US Bases in Gulf; India Reviews Security of Diaspora and Economic Impact.

News Continuous Bureau | Mumbai

ઈરાનના સુપ્રીમ લીડર ખામેનેઈના મોત બાદ પશ્ચિમ એશિયામાં યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે. ઈરાન પડોશી દેશોમાં આવેલા અમેરિકી એરબેઝ પર મિસાઈલ હુમલા કરી રહ્યું છે, જેના તાર UAE, કતાર અને બહેરીન સુધી જોડાયેલા છે. આ ગંભીર પરિસ્થિતિની સમીક્ષા કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ CCS ની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં ૨૮ ફેબ્રુઆરીએ ઈરાનમાં થયેલા એર સ્ટ્રાઈક અને ત્યારબાદ વધેલી હિંસાની આર્થિક અને સુરક્ષા અસરો પર ચર્ચા કરવામાં આવી હતી.બેઠક દરમિયાન વડાપ્રધાન મોદીએ પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને જલ્દી સમાપ્ત કરવા અને વાતચીત દ્વારા ઉકેલ લાવવા પર ભાર મૂક્યો હતો. ટોચના અધિકારીઓએ કમિટીને વિસ્તારની વર્તમાન સ્થિતિ અને તેનાથી ભારતના વ્યાપારી હિતો પર થનારી અસરો વિશે વિગતવાર માહિતી આપી હતી.

ભારતીય પ્રવાસીઓ અને વિદ્યાર્થીઓની સુરક્ષા

ખાડી દેશોમાં લાખો ભારતીયો વસે છે, તેમની સુરક્ષા ભારત સરકાર માટે સૌથી મોટી ચિંતાનો વિષય છે. CCS ની બેઠકમાં આ વિસ્તારમાં રહેતા ભારતીય પ્રવાસીઓની સેફ્ટી અને સિક્યોરિટી અંગે ગંભીર ચર્ચા કરવામાં આવી. આ ઉપરાંત, ત્યાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને પરીક્ષાઓ આપનારા વિદ્યાર્થીઓને પડનારી મુશ્કેલીઓનો ઉકેલ લાવવા સંબંધિત વિભાગોને જરૂરી નિર્દેશો આપવામાં આવ્યા છે.

આ સમાચાર પણ વાંચો : Trump on Khamenei’s Death: “તેણે મને મારવાના ૨ વાર પ્રયાસ કર્યા હતા”: ખામેનેઈના મોત બાદ ટ્રમ્પનું સનસનાટીભર્યું નિવેદન; ઈરાન સામે મહાયુદ્ધના ભણકારા!.

આર્થિક અને વ્યાપારી પ્રવૃત્તિઓ પર અસર

પશ્ચિમ એશિયામાં વધતા તણાવને કારણે ભારતની આર્થિક અને વ્યાપારી ગતિવિધિઓ પર મોટું જોખમ તોળાઈ રહ્યું છે. કાચા તેલના ભાવ અને સપ્લાય ચેઈન પર થનારી અસરોની સમીક્ષા કરવામાં આવી હતી. CCS એ અસરગ્રસ્ત ભારતીય નાગરિકોની મદદ માટે શક્ય તમામ પગલાં ભરવા અને વિદેશ મંત્રાલયને સતત સંપર્કમાં રહેવા સૂચના આપી છે.

CCS શું છે અને કોણ હાજર રહ્યું?

કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી (CCS) એ દેશની સુરક્ષા અને વ્યૂહાત્મક બાબતો પર નિર્ણય લેનારી સર્વોચ્ચ સંસ્થા છે. આ બેઠકમાં વડાપ્રધાન મોદીની સાથે રક્ષામંત્રી રાજનાથ સિંહ, ગૃહમંત્રી અમિત શાહ, વિદેશ મંત્રી એસ. જયશંકર અને નાણામંત્રી નિર્મલા સીતારમણ ઉપસ્થિત રહ્યા હતા. પીએમ મોદીએ તેમના ગુજરાત અને રાજસ્થાનના પ્રવાસથી પરત ફરતાની સાથે જ આ મહત્વની બેઠક યોજી હતી.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More