Site icon

PM મોદીએ બદલી નાખ્યા બધા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સના DP- જુઓ શું રાખ્યું

News Continuous Bureau | Mumbai

વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi)એ આજે (મંગળવારે) પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ (Social Media account) પર ડીપી (ડિસ્પ્લે પિક્ચર્સ-DP) બદલ્યા છે. તેમણે પોતાના ડીપીમાં તિરંગા(Indian flag)ની તસવીર લગાવી છે. આ સાથે તેમણે દેશવાસીઓને પણ પોતાના ડીપીમાં તિરંગો લહેરાવાની અપીલ કરી છે.

Join Our WhatsApp Community

વડાપ્રધાન મોદીએ 'હર ઘર તિરંગા' (Har Ghar Tiranga) અભિયાનને મજબૂત કરવા માટે પોતાના ડીપી બદલ્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક(Facebook) પર ડીપી બદલતા PM મોદીએ લખ્યું હતું કે, 'આજે 2 ઓગસ્ટનો દિવસ ખાસ છે. એવા સમયે જ્યારે આપણે આઝાદીનો અમૃત મહોત્સવ(Azadi ka Amrit Mahotsav)ની ઉજવણી કરી રહ્યા છીએ. આપણો દેશ #HarGharTiranga જેવા સામૂહિક આંદોલન માટે તૈયાર છે. મેં મારા સોશિયલ મીડિયા પેજ પર ડીપી બદલ્યા છે અને તમે બધાને તે કરવા વિનંતી કરૂં છું.

આ સમાચાર પણ વાંચો : માઈનોરીટી ને બીજા દરજ્જાના ન ગણો- ભારતના ભાગલાનું કારણ બનશે- આરબીઆઇના પૂર્વ ગવર્નરનો બફાટ

ઉલ્લેખનોય છે કે PM મોદીએ ગત 31 જુલાઈના રોજ પોતાના કાર્યક્રમ 'મન કી બાત'ના 91માં એપિસોડમાં લોકોને પોતાની ડીપી બદલીને તિરંગો લહેરાવાની અપીલ કરી હતી. 

 

ભારત આઝાદીના 75 વર્ષ પૂર્ણ કરી રહ્યું છે એટલે કેન્દ્ર સરકાર 'આઝાદી કા અમૃત મહોત્સવ' કાર્યક્રમ ચલાવી રહી છે. આ અંતર્ગત 'હર ઘર તિરંગા' અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. હર ઘર ત્રિરંગો અભિયાન અંતર્ગત 13થી 15 ઓગસ્ટ સુધી સતત 3 દિવસ રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવશે. 

 

આ સમાચાર પણ વાંચો : બધે જ તિરંગો- મોબાઈલના ડીપીમાં- ફેસબુક પર- ઘરે-બધે જ-જાણો વડા પ્રધાને શું આહ્વાન કર્યું
 

Sabarmati Haridwar special train: સાબરમતી-હરિદ્વાર દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા વિસ્તારિત
Indian Army: હિમાલયની બરફીલી ચોટીઓ પર ટ્રેન દોડાવીને ભારતીય સેનાએ ચીનને ચોંકાવ્યું.
Nowgam blast: નૌગામમાં સેમ્પલિંગની કાર્યવાહી દરમિયાન વિસ્ફોટ, તપાસ અધિકારી સહિત ૯ લોકોના મોતથી ખળભળાટ.
PM Modi Gujarat Tour: PM મોદી આજે ગુજરાતને ₹૯,૭૦૦ કરોડની સોગાદ આપશે, કયા કયા ક્ષેત્રોને મળશે લાભ?
Exit mobile version