ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 22 ડિસેમ્બર 2021
બુધવાર.
દેશમાં વધતા જતા કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રૉનને કેસને પગલે પ્રધાનમંત્રી મોદી એક્શન મોડમાં આવી ગયા છે.
પ્રાપ્ત જાણકારી મુજબ પ્રધાનમંત્રી મોદીએ દેશમાં ઓમિક્રૉન વેરિયન્ટની સ્થિતિને લઈને આવતીકાલે હાઇલેવલ બેઠક બોલાવી છે.
આ બેઠકમાં ઓમિક્રૉન સ્થિતિ વિશે પીએમ મોદી મીટિંગમાં જાણકારી મેળવશે તથા કોરોના સામે લડવા માટે અધિકારીઓને કેટલાક આદેશ આપે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે.
આ બેઠકમાં સ્વાસ્થ્ય મંત્રાલય અને ગૃહમંત્રાલયના ટોપ અધિકારીઓ સામેલ થઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે દેશમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના 213 કેસ નોંધાયા છે.
