ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
07 જાન્યુઆરી 2021
પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી અને નરેન્દ્ર મોદી તદ્દન ભિન્ન વિચાર ધારામાંથી આવતાં હોવા છતાં બંને વચ્ચે ગજબનો તાલમેળ હતો. પ્રણવ દા ના જણાવ્યા અનુસાર વર્ષ 2014 અને 2019ની સામાન્ય ચૂંટણીમાં ભાજપને મળેલા જનાદેશે સ્પષ્ટ કર્યું કે જનતા રાજકીય સ્થિરતા ઈચ્છતી હતી. સ્વર્ગસ્થ મુખર્જીએ તેમના સંસ્મરણો 'ધ પ્રેસિડેન્શિયલ યર્સ, 2012-2017'માં પણ ઉલ્લેખ કર્યો છે કે મોદી 'જનતાની લોકપ્રિય પસંદગી'ના રૂપમાં દેશના પ્રધાનમંત્રી બન્યા હતા, જ્યારે મનમોહન સિંહને આ પદ 'સોનિયા ગાંધી' દ્વારા ઓફર કરવામાં આવ્યું હતું.
નોંધનીય છે કે, બંને PM સાથે કામ કર્યું હતું પ્રણવ મુખર્જીએ. પીએમ મોદી અને મનમહન સિંહની તુલના કરતા તેમણે લખ્યું, "મોદીએ 2014માં ભાજપના ઐતિહાસિક વિજયની આગેવાની લીધી હતી તેમની છબી લોકોને પસંદ આવી હતી. કોઈ પણ જાતના અભિમાન વગર તેઓ અનેક મુદ્દે તેઓ મારી રાય માંગતા હતાં.
તેમણે કહ્યું વધુમાં કહ્યું, જ્યારે નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યા, ત્યારે તેમને વિદેશનીતિ બાબતોનો કોઈ અનુભવ નહોતો. પરંતુ તેમણે એવું કંઇક કર્યું જેનો કોઈ અન્ય પ્રધાનમંત્રીએ પહેલાં પ્રયાસ કર્યો ન હતો. તેમણે પાકિસ્તાનના તત્કાલીન પ્રધાનમંત્રી નવાઝ શરીફ સહિત સાર્ક દેશોના વડાઓને 2014ના પ્રથમ શપથવિધિ માટે આમંત્રિત કર્યા હતા. પરંપરાને તોડતા તેમના નિર્ણયથી વિદેશ નીતિના જાણકારોને આશ્ચર્યચકિત કરી દીધા હતા.. ઉલ્લેખનીય છે કે સ્વર્ગીય પ્રણવ મુખર્જી અર્થશાસ્ત્ર અને વિદેશ નીતિના ધુરંદર હતા. જ્યારે આવી વ્યક્તિ વડાપ્રધાનની વિદેશ નીતિના વખાણ કરે ત્યારે તેમની સિદ્ધિ સાબિત થતી જણાય છે.