PM Modi Ethanol Vision : મોદી સરકારનો માસ્ટરસ્ટ્રોક: પેટ્રોલિયમ આયાત ઘટાડવા E20 ઇથેનોલ મિશ્રિત પેટ્રોલનો લક્ષ્યાંક, અમેરિકા-યુરોપ સ્તબ્ધ!

PM Modi Ethanol Vision : ₹૧.૬૪ લાખ કરોડની આયાત બચાવવાનો મહત્વાકાંક્ષી પ્લાન: ખેડૂતોને પણ થશે ફાયદો.

by kalpana Verat
PM Modi Ethanol Vision Oil Import What Is Ethanol Blending And How Will It Help India Save Billions Of Dollars

News Continuous Bureau | Mumbai

PM Modi Ethanol Vision :  વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારના એક ક્રાંતિકારી નિર્ણયથી અમેરિકા અને યુરોપ ચિંતિત છે. ભારત રશિયા પાસેથી સસ્તું ક્રૂડ ખરીદતું હોવાથી દબાણ હેઠળ છે, પરંતુ ભારતે હવે ક્રૂડ આયાત ઘટાડવા માટે ૨૦% ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ (E20) નો લક્ષ્યાંક નક્કી કર્યો છે. આ નિર્ણય ભારતીય અર્થતંત્ર અને ખેડૂતો માટે ગેમ ચેન્જર સાબિત થશે.

PM Modi Ethanol Vision : ભારતનો ઇથેનોલ ગેમ ચેન્જર: ક્રૂડ આયાત ઘટાડવાનો મોદી સરકારનો મહત્વાકાંક્ષી પ્લાન.

ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો ક્રૂડ આયાતકાર (Crude Importer) દેશ છે અને તેની ઊર્જા જરૂરિયાતોનો (Energy Needs) ૮૦% થી વધુ હિસ્સો આયાત દ્વારા પૂરો થાય છે. રશિયા પાસેથી (Russia) ભારત સસ્તું ક્રૂડ લે છે જેને લીધે અમેરિકા અને યુરોપના પેટમાં તેલ રેડાયું છે. અને ભારત પર દબાણ કરી રહ્યા છે કે ભારત આ ક્રૂડ ઇમ્પોર્ટ (Crude Import) બંધ કરે. દરમિયાન  ભારતે એક એવો નિર્ણય લીધો છે જે યુરોપ અને અમેરિકા કલ્પના પણ નહીં કરી હોય. ભારતે નિર્ણય કર્યો છે કે તે પોતાના ક્રૂડમાં ૨૦% જેટલું ઇથેનોલ (Ethanol) ભેળવશે. આ નિર્ણય ભારત માટે ભવિષ્યમાં એક મોટો બદલાવ જોવા મળશે.

PM Modi Ethanol Vision : ઇથેનોલ મિશ્રણ: આર્થિક પાસાઓ અને આયાત પર તેની અસર.

ભારત દેશનું કુલ બજેટ (Budget) ₹૪૫ લાખ કરોડ રૂપિયાનું છે. અને તેનો ૨૭.૭% હિસ્સો એટલે કે લગભગ ૨૮% હિસ્સો, એટલે કે ₹૧૩,૩૬,૦૦૦ કરોડ રૂપિયા, ભારત પેટ્રોલિયમ ઇમ્પોર્ટ (Petroleum Import) પાછળ ખર્ચે છે. બજેટના ૨૮% રૂપિયા માત્ર ક્રૂડના ઇમ્પોર્ટ પાછળ ખર્ચવામાં આવે છે.

ભારતે પહેલા ૫% ઇથેનોલ પેટ્રોલ (E5 Petrol) માં ભેળવવાનું નક્કી કર્યું. અને આ પ્રકારે પેટ્રોલમાં ૫% ઇથેનોલ ભેળવવાને કારણે ભારત દેશનું ઇમ્પોર્ટ ₹૨૩,૨૪૦ કરોડ રૂપિયા ઓછું થઈ ગયું. ભારતે આ લક્ષ્ય હાસિલ કરી લીધો અને ત્યારબાદ ભારત સરકારે એવો નિર્ધાર કર્યો કે વર્ષ ૨૦૨૫ માં ભારત E20 (પેટ્રોલમાં ૨૦% ઇથેનોલ) જેટલું ઇંધણ વાપરશે. આ માટે ભારતે વર્ષ ૨૦૨૩ થી તૈયારી શરૂ કરી દીધી છે. લક્ષ્યાંક તો ૨૦૩૦ સુધીમાં તેને પૂરું કરવામાં આવશે, પણ ૨૦૨૫ માં E20 લાગુ થઈ જશે.

આને કારણે ભારત દેશનું ક્રૂડ ઇમ્પોર્ટ મોટા પાયા પર ડાઉન થશે. એક ગણિત મુજબ, ભારતનું ઇમ્પોર્ટ ₹૧,૬૪,૦૦૦ કરોડ રૂપિયા જેટલું ઓછું થઈ જશે. ઇથેનોલ ભેળવવાને કારણે ભારત ક્રૂડની આયાત ઓછી કરશે અને ભારતના આ પગલાને કારણે યુરોપ અને અમેરિકાની ભારતને મોંઘું ઓઇલ વેચવાની ચાલ નિષ્ફળ જશે.

આ સમાચાર પણ વાંચો : Maharashtra Language Dispute : મરાઠી ન આવડવા બદ્દલ થપ્પડ મારશો તો મહારાષ્ટ્રમાં રોકાણ કોણ કરશે? મોટો સવાલ રાજ્યપાલે પુછ્યો…. હવે લુખ્ખાઓ શું જવાબ આપશે…

PM Modi Ethanol Vision : ઇથેનોલ મિશ્રણનો અમલ: પડકારો અને ખેડૂતો માટે ફાયદા.

આ માટે ભારત સરકારે ભરપૂર કામ કર્યું છે. દાખલા તરીકે, ૨૦૨૩ થી ભારત સરકારે ગાડી બનાવતી કંપનીઓને કહી દીધું કે વાહનોમાં ટેકનિકલ ફેરફાર (Technical Changes) કરી નાખો, જેથી ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ આવે તો ગાડીને અસર ન પહોંચે. અને બીજો પડકાર એ હતો કે ભારતમાં ૧૩૦૦ જેટલા પેટ્રોલ પંપ હતા જ્યાં E20 પહોંચાડવાની સમસ્યા હતી, કેમકે કુલ તો લગભગ ૯૦,૦૦૦ જેટલા પેટ્રોલ પંપ છે. તેમાં ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ કઈ રીતે પહોંચાડવું તે સમસ્યાનો પણ નિકાલ લાવવામાં આવ્યો છે. અને હવે ભારત દેશ ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ આપવા માટે સજ્જ થઈ રહ્યું છે.

ભારતના આ પગલાને કારણે, ભલે ભારત રશિયા પાસેથી પણ ઇમ્પોર્ટ ઓછું કરે તો પણ, ભારત આવતા વર્ષ સુધીમાં આ મામલે પગભર થશે. અને આનાથી વધુ મોટી અને બીજી એક વાત એવી છે કે ભારત આવનાર સમયમાં ૮૫% ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ (E85 Petrol) વાપરવાનો લક્ષ્યાંક ધરાવે છે. જો આ લક્ષ્યાંક હાંસલ થઈ જાય તો ભારતના ₹૮,૯૦,૦૦૦ કરોડ રૂપિયા બચી જશે, અને યુરોપ અને અમેરિકા હાથ ઘસતા રહી જશે.

આ જ અમેરિકા છે જેને પેટ્રોલ માટે ઇરાકને (Iraq) આખેઆખું બરબાદ કરીને ખતમ કરી નાખ્યું. એ જ અમેરિકા છે જેનો અફઘાનિસ્તાનના (Afghanistan) ક્રૂડ ઉપર અને તેની કુદરતી સંપદા પર ડોળો છે. આજે અમેરિકા આફ્રિકામાંથી (Africa) ઓઇલ લે છે. કેમ કે ક્રૂડને કારણે વિશ્વની અર્થવ્યવસ્થા (World Economy) ચાલે છે.  ટેન્કો,  વિમાનો, ગાડીઓ – દરેક વસ્તુ ક્રૂડ પર ચાલે છે. અને આખું રાજકારણ (Politics) આની સાથે જોડાયેલું છે. ભારત રશિયાને હથિયાર નથી આપતું, માત્ર ક્રૂડ ખરીદે છે અને અમેરિકાના પેટમાં તેલ રેડાય છે. તેઓ કહે છે કે જો રશિયા યુક્રેનનું (Russia Ukraine War) યુદ્ધ કરી શકે છે તો તમે ખરીદવાનું બંધ કરો. તો ભારત ક્રૂડ ખરીદવાનું બંધ કરે તેમાં અમેરિકાને શું ફાયદો?

આખરે આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ભારતને જો ટકી રહેવું હોય તો ભારતે કોઈ એક એવી ટેકનોલોજીનો ઉપયોગ કરવો પડે જે આત્મનિર્ભરતા (Self-reliance) લાવે. અને હવે ભારત સરકાર એ જ કરવા જઈ રહી છે. આવનાર સમયમાં ૮૫% ઇથેનોલ અને ૧૫% પેટ્રોલ મિશ્રિત પેટ્રોલ પંપ પર તમને પેટ્રોલ મળશે. અમુક વર્ષોમાં, ત્યારે ભારતને ઇમ્પોર્ટની કદાચ ક્યારેય જરૂર નહીં પડે. વિશ્વની સૌથી મોટી ક્રૂડ રિફાઇનરી ભારતમાં છે. અને હવે વિશ્વમાં ભારત એટલા મોટા પ્રમાણમાં ઇથેનોલનું ઉત્પાદન કરશે કે પશ્ચિમી દેશો અને અમેરિકાના દાંત ખાટા થઈ જશે.

PM Modi Ethanol Vision : ખેડૂતોની કમાણી બમણી થશે

એક બીજો મહત્વપૂર્ણ મુદ્દો એ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત કહી રહ્યા છે કે મારે ખેડૂતોની કમાણી બમણી કરવી છે. ઇથેનોલની યોજના લાગુ થઈ ગયા પછી આ બધું જ શક્ય બનશે. કારણ કે જે ઉચ્ચ દરજ્જાનો દાણો નહીં હોય (જેમ કે શેરડી, ચોખા), તે બધું જ સીધું ઇથેનોલ ઉત્પાદન માટે જશે. આના કારણે ખેડૂતોના ઉત્પાદનને સારો ભાવ મળશે, ખેતપેદાશો નકામી નહીં જાય, ખેતપેદાશો ફેંકવી નહીં પડે, અને ભારતની ઇમ્પોર્ટમાંથી પૈસા બચશે.

આ સમાચાર પણ વાંચો : Gold Return : શેરબજાર અને બિટકોઈન નહીં.. સોનું જ ખરું રિટર્ન આપે છે. છેલ્લે ૬ વર્ષમાં આટલા ટકા રિટર્ન મળ્યું છે…

હવે જોવાનું એ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઇથેનોલ યુક્ત પેટ્રોલની યોજના કેટલી કારગર નીકળે છે અને કઈ રીતે લોકો આ વાળા વિલેજ ગાડીને અપગ્રેડ કરશે. પણ જે રીતે આપણી પેટ્રોલની જરૂરિયાતો હવે વધી ગઈ છે, તેની સામે એક બ્રેકથ્રુ સાબિત થવાનું છે અને ભારત સરકારનું આ પગલું ભવિષ્યમાં ઘણું જ મહત્વપૂર્ણ સાબિત થશે.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More