Site icon

Vande Bharat: પીએમ મોદીએ ગોરખપુર રેલ્વે સ્ટેશનથી બે વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી, જાણો સંપૂર્ણ રૂટ અને સમયપત્રક..

Vande Bharat: પીએમ મોદીએ સૌથી પહેલા ગોરખપુરથી લખનૌ જતી વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી હતી. ત્યારબાદ ગોરખપુર રેલવે સ્ટેશનથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જોધપુરથી અમદાવાદ સાબરમતી વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું.

PM Modi flags off Gorakhpur-Lucknow, Jodhpur-Ahmedabad Vande Bharat Express trains

PM Modi flags off Gorakhpur-Lucknow, Jodhpur-Ahmedabad Vande Bharat Express trains

News Continuous Bureau | Mumbai
Vande Bharat: વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi) એ આજે ગોરખપુર રેલવે સ્ટેશન (Gorakhpur Railway Station) થી ગોરખપુર-લખનઉ (Lucknow-Gorakhpur Vande Bharat Express Train) અને જોધપુર-અમદાવાદ (સાબરમતી) વંદે ભારત એક્સપ્રેસ (Jodhpur-Ahmedabad Vande Bharat Express Train) ટ્રેનોને લીલી ઝંડી બતાવી રવાના કરી હતી. આ દરમિયાન તેમણે રૂ. 498 કરોડના ગોરખપુર રેલવે સ્ટેશન રિડેવલપમેન્ટ પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કર્યો હતો. આ પ્રસંગે રાજ્યના રાજ્યપાલ આનંદી બેન પટેલ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર હતા.

ગીતા પ્રેસના શતાબ્દી સમારોહ (Centenary celebrations of Gita Press) ના સમાપન કાર્યક્રમમાં ભાગ લેવા વડાપ્રધાન મોદી આજે ગોરખપુર પહોંચ્યા હતા. આ પછી પીએમ મોદીએ સૌથી પહેલા ગોરખપુરથી લખનઉ જતી વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી હતી. ત્યારબાદ ગોરખપુર રેલવે સ્ટેશનથી વિડીયો કોન્ફરન્સીંગ દ્વારા જોધપુરથી અમદાવાદ સાબરમતી વંદે ભારત એક્સપ્રેસ (Vande Bharat Express) ને લીલી ઝંડી આપી. આ બે ટ્રેનો સહિત હવે દેશમાં લગભગ 50 વંદે ભારત ટ્રેનો છે.

ટિકિટ બુકિંગ શરૂ

અધિકારીઓએ જણાવ્યું કે રેલ્વેએ ગુરુવારથી જ ગોરખપુર-લખનઉ વંદે ભારત ટ્રેન માટે ટિકિટ બુક કરવાનું શરૂ કરી દીધું છે. IRCTC શતાબ્દી એક્સપ્રેસ જેવી વૈકલ્પિક કેટરિંગ સેવાઓ હેઠળ મુસાફરોને ચા નાસ્તો, લંચ અને ડિનરની સુવિધા પૂરી પાડશે. તેમણે કહ્યું કે 02549 વિશેષ વંદે ભારત ટ્રેન ગોરખપુરથી તેના ઉદ્ઘાટન બાદ લખનઉ જંક્શન પહોંચશે. આ મુસાફરી દરમિયાન, ટ્રેન સહજનવા, ખલિલાબાદ, બસ્તી, બભનાન, માનકાપુર, અયોધ્યા અને બારાબંકી રેલવે સ્ટેશન પર રોકાશે.

આ સમાચાર પણ વાંચો : Bal Sansad : નાની વયે જ બાળકોમાં લોકશાહી પ્રથાના બીજ રોપવા સુરતની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ‘બાળ સંસદ’ પહેલ, દર વર્ષે યોજાય છે ચૂંટણી

સમય અને ભાડું

અધિકારીઓએ જણાવ્યું હતું કે ગોરખપુરથી લખનૌની મુસાફરી માટે મુસાફરોએ ચેર કાર માટે લગભગ 724 રૂપિયા અને એક્ઝિક્યુટિવ કાર માટે લગભગ 1470 રૂપિયા ચૂકવવા પડશે. તેમણે કહ્યું કે રેલવે બોર્ડે ભોજન, નાસ્તો અને ચા વગેરેની કિંમત પણ નક્કી કરી છે.

આ ટ્રેન 9મી જુલાઈથી ગોરખપુર અને લખનૌ વચ્ચે નિયમિત દોડશે. તેમાં સાત ચેર-કાર અને એક એક્ઝિક્યુટિવ-કાર સહિત આઠ કોચ છે અને કુલ 556 લોકોને લઈ જઈ શકે છે. વંદે ભારત ટ્રેન અઠવાડિયામાં છ દિવસ દોડશે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર નિયમિત કામગીરી શરૂ થયા બાદ વંદે ભારત ટ્રેન માત્ર બસ્તી અને અયોધ્યામાં જ ઉભી રહેશે. મુસાફરો આ સ્ટેશનોના કાઉન્ટર પરથી ટિકિટ બુક કરાવી શકે છે. ટ્રેન ઓપરેશનલ હોલ્ટ માટે માનકાપુર લેવલ ક્રોસિંગ પર પણ ઉભી રહેશે.

આ રૂટ પરની સૌથી ઝડપી ટ્રેનની સરખામણીમાં લગભગ 2 કલાકની બચત થશે. આ ટ્રેન ગોરખપુરથી સવારે 06:05 વાગ્યે ઉપડશે અને 10:20 વાગ્યે લખનૌ પહોંચશે અને સાંજે 7:15 વાગ્યે લખનૌથી ગોરખપુર પરત ફરશે.

જોધપુર-સાબરમતી વંદે ભારત

અધિકારીઓએ જણાવ્યું હતું કે જોધપુર-સાબરમતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન જોધપુર, આબુ રોડ, અમદાવાદ જેવા પ્રખ્યાત સ્થળો સાથે પરિવહન જોડાણમાં સુધારો કરશે અને પ્રદેશમાં સામાજિક-આર્થિક વિકાસને પ્રોત્સાહન આપશે. આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ ગોરખપુર રેલવે સ્ટેશનના પુનઃવિકાસનો શિલાન્યાસ પણ કર્યો હતો. અધિકારીઓએ માહિતી આપી હતી કે સ્ટેશનને લગભગ રૂ. 498 કરોડના ખર્ચે પુનઃવિકાસ કરવામાં આવશે, જે વિશ્વ સ્તરની મુસાફરોની સુવિધાઓ પૂરી પાડશે.

ગોરખપુરમાં કાર્યક્રમો પૂરા કર્યા પછી, પીએમ મોદી વારાણસી જવા રવાના થશે જ્યાં તેઓ જાહેર કાર્યક્રમ દરમિયાન રૂ. 12,100 કરોડથી વધુના મૂલ્યની વિવિધ વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.

Gajendra Chauhan: મહાભારતના ‘ધર્મરાજ’ સાથે થઈ છેતરપિંડી! ગજેન્દ્ર ચૌહાણના ખાતામાંથી ₹98 હજાર સાફ, જાણો કેવી રીતે ફસાયા.
Indian Railways Luggage Rules: ટ્રેનમાં મુસાફરી કરતા પહેલા સાવધાન! 40 કિલોથી વધુ સામાન હશે તો ભરવો પડશે મસમોટો દંડ, જાણી લો રેલવેનો નવો નિયમ
Ram Sutar passes away: કલા જગતનો સૂર્ય અસ્ત: ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના શિલ્પકાર રામ સુતારનું 100 વર્ષની વયે નિધન, દેશભરમાં શોકનું મોજું
Delhi Pollution: યા તો BS6 અથવા U-Turn: દિલ્હી પોલીસે બોર્ડર પરથી હજારો ગાડીઓ પાછી વાળી, VIP કાર સામે પણ કડક કાર્યવાહી
Exit mobile version