કોંગ્રેસના વરિષ્ઠ સાંસદ ગુલામ નબી આઝાદની રાજ્યસભામાંથી વિદાય થઇ રહી હતી તે સમયે ભાવુક થયાં વડાપ્રધાન
નરેન્દ્ર મોદીએ ગુલામ નબી આઝાદ સાથે તેમના સંબંધોનો ઉલ્લેખ કર્યો. પીએમ મોદીએ એક કિસ્સો પણ શેર કર્યો. જે જણાવતાં તેમની આંખો ભરાઇ ગઇ.
મોદીએ કહ્યું કે ગુજરાતના કેટલાક યાત્રીઓ પર આતંકવાદીઓએ હુમલો કર્યો, જેમાં ૮ લોકો માર્યા ગયા હતા. સૌથી પહેલાં ગુલામ નબીજીનો મને ફોન આવ્યો.