News Continuous Bureau | Mumbai
Modi Government @ 11: મોદી સરકારના કેન્દ્રમાં 11 વર્ષ પૂર્ણ થયા છે. આ સમયગાળામાં સરકારના કામકાજથી લોકો કેટલા ખુશ છે અને 2029માં તેઓ ફરીથી નરેન્દ્ર મોદીને વડાપ્રધાન તરીકે જોઈ શકે છે કે નહીં – એ અંગે C-Voter દ્વારા કરાયેલા સર્વેમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. સર્વેમાં રાષ્ટ્રીય સુરક્ષા, આતંકવાદ, મોંઘવારી અને બેરોજગારી જેવા મુદ્દાઓ પર લોકોની સ્પષ્ટ અભિપ્રાય લેવામાં આવી છે.
Modi Government @ 11: મોદી સરકારના 11 વર્ષ: રાષ્ટ્રીય સુરક્ષા પર મળ્યો મજબૂત સમર્થન
સર્વે મુજબ 53.9% લોકોએ રાષ્ટ્રીય સુરક્ષા અને આતંકવાદ સામેની લડતમાં મોદી સરકારના કામને ઉત્તમ ગણાવ્યું છે. 13.4% લોકોએ તેને સારું ગણાવ્યું જ્યારે માત્ર 16.5% લોકોએ નકારાત્મક અભિપ્રાય આપ્યો. કુલ મળીને લગભગ 67% લોકોએ સુરક્ષા મુદ્દે સરકારના કામથી સંતોષ વ્યક્ત કર્યો છે.
Modi government @ 11: (Inflation) મોંઘવારી પર મિશ્ર પ્રતિસાદ: મોંઘવારી પર નિયંત્રણમાં સરકાર કેટલી સફળ?
મોંઘવારીના મુદ્દે 26% લોકોએ સરકારના પ્રયાસોને ખૂબ સફળ ગણાવ્યા છે, જ્યારે 23.9% લોકોએ તેને થોડીક હદે સફળ ગણાવ્યું. બીજી તરફ, 24.8% લોકોએ કહ્યું કે સરકાર મોંઘવારી પર કાબૂ લાવવામાં નિષ્ફળ રહી છે. આથી, આ મુદ્દે જનતામાં મિશ્ર ભાવનાઓ જોવા મળી છે.
આ સમાચાર પણ વાંચો : Starlink India prices :ભારતમાં બે મહિનામાં શરૂ થશે સ્ટારલિંક, ટેલિકોમ વિભાગ તરફથી મળ્યું લાઇસન્સ; જાણો કેટલી હશે કિંમત
Modi Government @ 11: (Unemployment) બેરોજગારી મુદ્દે સરકારને પડકાર: નીતિઓ કેટલી અસરકારક?
બેરોજગારીના મુદ્દે 26.3% લોકોએ સરકારના પ્રયાસોને અસરકારક ગણાવ્યા છે, જ્યારે 27.9% લોકોએ કહ્યું કે નીતિઓ માત્ર થોડીક હદે અસરકારક રહી છે. 19.9% લોકોએ કોઈ ફેરફાર ન થયો હોવાનું જણાવ્યું છે. 15% લોકોએ સરકારની નીતિઓને સંપૂર્ણપણે નિષ્ફળ ગણાવી છે.
Modi Government @ 11: 2029માં કોણ બનશે PM? Modi માટે હજુ પણ મજબૂત સમર્થન
સર્વે મુજબ 59.3% લોકોએ જણાવ્યું કે તેઓ 2029માં પણ નરેન્દ્ર મોદીને વડાપ્રધાન તરીકે જોઈ શકે છે. 27.4% લોકોએ સ્પષ્ટ ના પાડી છે અને 10.3% લોકોએ કહ્યું કે આ નિર્ણય મોદી સરકારના ભવિષ્યના કામકાજ પર આધારિત રહેશે.