Modi Government @ 11: મોદી સરકારના 11 વર્ષ: ક્યાં સફળતા અને ક્યાં નિષ્ફળતા? સર્વેમાં ખુલ્યું 2029માં કોણ બનશે PM

Modi Government @ 11: રાષ્ટ્રીય સુરક્ષા, મોંઘવારી અને બેરોજગારી જેવા મુદ્દાઓ પર જનતાની મિશ્ર પ્રતિસાદ, 59% લોકો 2029માં ફરીથી મોદી (Modi)ને PM તરીકે જોઈ શકે છે

by kalpana Verat
PM Modi Government @ 11 Where It Succeeded and Where It Struggled – Survey Reveals 2029 PM Choice

News Continuous Bureau | Mumbai

 Modi Government @ 11: મોદી સરકારના કેન્દ્રમાં 11 વર્ષ પૂર્ણ થયા છે. આ સમયગાળામાં સરકારના કામકાજથી લોકો કેટલા ખુશ છે અને 2029માં તેઓ ફરીથી નરેન્દ્ર મોદીને વડાપ્રધાન તરીકે જોઈ શકે છે કે નહીં – એ અંગે C-Voter દ્વારા કરાયેલા સર્વેમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. સર્વેમાં રાષ્ટ્રીય સુરક્ષા, આતંકવાદ, મોંઘવારી અને બેરોજગારી જેવા મુદ્દાઓ પર લોકોની સ્પષ્ટ અભિપ્રાય લેવામાં આવી છે.

Modi Government @ 11: મોદી સરકારના 11 વર્ષ: રાષ્ટ્રીય સુરક્ષા પર મળ્યો મજબૂત સમર્થન

સર્વે મુજબ 53.9% લોકોએ રાષ્ટ્રીય સુરક્ષા અને આતંકવાદ સામેની લડતમાં મોદી સરકારના કામને ઉત્તમ ગણાવ્યું છે. 13.4% લોકોએ તેને સારું ગણાવ્યું જ્યારે માત્ર 16.5% લોકોએ નકારાત્મક અભિપ્રાય આપ્યો. કુલ મળીને લગભગ 67% લોકોએ સુરક્ષા મુદ્દે સરકારના કામથી સંતોષ વ્યક્ત કર્યો છે.

Modi government @ 11: (Inflation) મોંઘવારી પર મિશ્ર પ્રતિસાદ: મોંઘવારી પર નિયંત્રણમાં સરકાર કેટલી સફળ?

મોંઘવારીના મુદ્દે 26% લોકોએ સરકારના પ્રયાસોને ખૂબ સફળ ગણાવ્યા છે, જ્યારે 23.9% લોકોએ તેને થોડીક હદે સફળ ગણાવ્યું. બીજી તરફ, 24.8% લોકોએ કહ્યું કે સરકાર મોંઘવારી પર કાબૂ લાવવામાં નિષ્ફળ રહી છે. આથી, આ મુદ્દે જનતામાં મિશ્ર ભાવનાઓ જોવા મળી છે. 

આ સમાચાર પણ વાંચો :  Starlink India prices :ભારતમાં બે મહિનામાં શરૂ થશે સ્ટારલિંક, ટેલિકોમ વિભાગ તરફથી મળ્યું લાઇસન્સ; જાણો કેટલી હશે કિંમત

 Modi Government @ 11: (Unemployment) બેરોજગારી મુદ્દે સરકારને પડકાર: નીતિઓ કેટલી અસરકારક?

બેરોજગારીના મુદ્દે 26.3% લોકોએ સરકારના પ્રયાસોને અસરકારક ગણાવ્યા છે, જ્યારે 27.9% લોકોએ કહ્યું કે નીતિઓ માત્ર થોડીક હદે અસરકારક રહી છે. 19.9% લોકોએ કોઈ ફેરફાર ન થયો હોવાનું જણાવ્યું છે. 15% લોકોએ સરકારની નીતિઓને સંપૂર્ણપણે નિષ્ફળ ગણાવી છે.

Modi Government @ 11: 2029માં કોણ બનશે PM? Modi માટે હજુ પણ મજબૂત સમર્થન

સર્વે મુજબ 59.3% લોકોએ જણાવ્યું કે તેઓ 2029માં પણ નરેન્દ્ર મોદીને વડાપ્રધાન તરીકે જોઈ શકે છે. 27.4% લોકોએ સ્પષ્ટ ના પાડી છે અને 10.3% લોકોએ કહ્યું કે આ નિર્ણય મોદી સરકારના ભવિષ્યના કામકાજ પર આધારિત રહેશે.

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More