News Continuous Bureau | Mumbai
PM Modi in Dubai : વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) વર્લ્ડ ક્લાઈમેટ એક્શન સમિટ (world climate action summit) માં ભાગ લેવા ગુરુવારે મોડી રાત્રે દુબઈ પહોંચ્યા હતા. અહીં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. દિલ્હી નીકળતા પહેલા, પીએમ મોદીએ વિકાસશીલ દેશોને આબોહવા પરિવર્તનનો સામનો કરવા સક્ષમ બનાવવા માટે પૂરતા પ્રમાણમાં ક્લાયમેટ ફાઇનાન્સિંગ અને ટેક્નોલોજી ટ્રાન્સફરની હાકલ કરી હતી. દુબઈ પહોંચતા પીએમ મોદીએ લખ્યું, હું COP-28 સમિટમાં ભાગ લેવા માટે દુબઈ પહોંચ્યો છું. હું સમિટની કાર્યવાહીની રાહ જોઈ રહ્યો છું, જેનો ઉદ્દેશ્ય એક બહેતર ગ્રહ બનાવવાનો છે.
‘મોદી-મોદી’, ‘અબકી બાર મોદી સરકાર’ નારા
સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલા એક વીડિયોમાં NRIs ‘મોદી-મોદી‘, ‘અબકી બાર મોદી સરકાર‘ અને ‘વંદે માતરમ’ જેવા નારા સાથે વડાપ્રધાન નરેન્દ્રનું સ્વાગત કરતા જોઈ શકાય છે. અન્ય એક વીડિયોમાં પીએમ મોદી હાથ મિલાવતા અને તેમની સાથે વાત કરતા જોઈ શકાય છે.
#WATCH | Members of the Indian Diaspora raise 'Modi, Modi' and 'Abki Baar Modi Sarkar' slogans as Prime Minister Narendra Modi arrived in Dubai pic.twitter.com/LY2SsyqvBS
— ANI (@ANI) November 30, 2023
એનઆરઆઈએ ખુશી વ્યક્ત કરી
દરમિયાન એક એનઆરઆઈએ પીએમ મોદીને મળવા પર ખુશી વ્યક્ત કરી. તેણે કહ્યું, હું 20 વર્ષથી યુએઈમાં રહું છું, પરંતુ આજે એવું લાગ્યું કે જાણે મારું કોઈ આ દેશમાં આવ્યું હોય. તે ભારતનો હીરો છે જે સમગ્ર વિશ્વમાં ભારતનું ગૌરવ લાવે છે.’ અન્ય એક સભ્યએ કહ્યું, ‘અમે PM મોદીને અહીં જોઈને ખૂબ જ ખુશ છીએ. દુનિયાને પીએમ મોદી જેવા નેતાની જરૂર છે.
આ સમાચાર પણ વાંચો : Air Pollution: ચોંકાવનારો અહેવાલ.. પ્રદૂષણથી થતાં મોતમાં ચીન પછી ભારત બીજા ક્રમે, દર વર્ષે આટલા લાખ લોકો ગુમાવે છે જીવ..
ભારતીય સમુદાયને મળ્યા પીએમ મોદી
દુબઈમાં ભારતીય સમુદાયને મળ્યા બાદ પીએમ મોદીએ પણ ખુશી વ્યક્ત કરી હતી. તેમણે ઘણી તસવીરો પણ શેર કરી છે. પીએમ મોદીએ લખ્યું, દુબઈ (UAE) માં ભારતીય સમુદાય દ્વારા મળેલા ઉષ્માભર્યા સ્વાગતથી હું ખૂબ જ પ્રભાવિત થયો છું. તેમનો ટેકો અને ઉત્સાહ એ આપણી જીવંત સંસ્કૃતિ અને મજબૂત સંબંધોનો પુરાવો છે.
#WATCH | UAE: "…I have been living in UAE for 20 years but today it felt as if one of my own has come to this country…," says a member of the Indian Diaspora after meeting PM Modi in Dubai. pic.twitter.com/t8tOvWpP6j
— ANI (@ANI) November 30, 2023
ક્લાઈમેટ એક્શન સમિટ આપશે હાજરી
તમને જણાવી દઈએ કે વડાપ્રધાન મોદી શુક્રવારે સંયુક્ત રાષ્ટ્રની આબોહવા પર પક્ષકારોની પરિષદ દરમિયાન COP28 તરીકે ઓળખાતી વર્લ્ડ ક્લાઈમેટ એક્શન સમિટમાં ભાગ લેશે. ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનને ઘટાડવા અને આબોહવા પરિવર્તનને અસરકારક રીતે નિપટાવવાની રીતો પર ચર્ચા કરવા માટે ઘણા વિશ્વ નેતાઓ ક્લાઈમેટ એક્શન સમિટમાં હાજરી આપવાના છે. વડાપ્રધાન અન્ય ત્રણ ઉચ્ચ સ્તરીય કાર્યક્રમોમાં પણ હાજરી આપવાના છે.
COP28 30 નવેમ્બરથી 12 ડિસેમ્બર સુધી સંયુક્ત આરબ અમીરાતની અધ્યક્ષતામાં યોજાઈ રહી છે.