New Delhi: PM મોદીએ નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે સહકારી ક્ષેત્ર માટે વિવિધ મુખ્ય પહેલોના ઉદઘાટન અને શિલાન્યાસ કર્યા..

New Delhi: પ્રધાનમંત્રીએ સહકારી ક્ષેત્ર માટે વિવિધ મુખ્ય પહેલોના ઉદઘાટન અને શિલાન્યાસ કર્યા. 11 રાજ્યોના 11 PACSમાં 'સહકારી ક્ષેત્રમાં વિશ્વની સૌથી મોટી અનાજ સંગ્રહ યોજના'ના પાયલોટ પ્રોજેક્ટનું ઉદઘાટન કર્યું. ગોડાઉનો અને અન્ય કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણ માટે દેશભરમાં વધારાના 500 પીએસીએસ માટે શિલારોપણ કર્યું. દેશભરમાં 18,000 PACSમાં કોમ્પ્યુટરાઇઝેશન માટેના પ્રોજેક્ટનું ઉદઘાટન કર્યું. સહકારી ક્ષેત્ર સ્થિતિસ્થાપક અર્થતંત્રને આકાર આપવામાં અને ગ્રામીણ વિસ્તારોના વિકાસને વેગ આપવા માટે મહત્ત્વપૂર્ણ છે. સહકારી મંડળીઓ દૈનિક જીવન સાથે સંબંધિત સામાન્ય સિસ્ટમને એક વિશાળ ઉદ્યોગ પ્રણાલીમાં રૂપાંતરિત કરવાની ક્ષમતા ધરાવે છે, અને તે ગ્રામીણ અને કૃષિ અર્થતંત્રનો ચહેરો બદલવાનો એક સાબિત માર્ગ છે. મોટી સંખ્યામાં મહિલાઓ કૃષિ અને ડેરી સહકારી મંડળીઓ સાથે સંકળાયેલી છે. વિકસિત ભારત માટે કૃષિ પદ્ધતિઓનું આધુનીકરણ આવશ્યક છે. આત્મનિર્ભર ભારતનું સર્જન કર્યા વિના વિકસિત ભારત શક્ય નથી"

by Hiral Meria
PM Modi inaugurated and laid the foundation stones of various key initiatives for the cooperative sector at the Bharat Mandapam in New Delhi.

News Continuous Bureau | Mumbai  

New Delhi: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ( Narendra Modi ) આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે સહકારી ક્ષેત્ર માટે વિવિધ મુખ્ય પહેલોનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યા હતા. પ્રધાનમંત્રીએ ‘સહકારી ક્ષેત્રમાં વિશ્વની સૌથી મોટી અનાજ સંગ્રહ યોજના’ના ( Grain Storage Scheme )  પાયલોટ પ્રોજેક્ટનું ઉદઘાટન કર્યું હતું, જે 11 રાજ્યોની 11 પ્રાથમિક કૃષિ ક્રેડિટ સોસાયટીઓ (પીએસીએસ)માં થઈ રહ્યું છે. પ્રધાનમંત્રીએ આ પહેલ હેઠળ ગોડાઉનો અને અન્ય કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ( agricultural infrastructure ) નિર્માણ માટે દેશભરમાં વધારાના 500 પીએસીએસ માટે શિલારોપણ પણ કર્યું હતું. આ પહેલનો ઉદ્દેશ NABARD દ્વારા સમર્થિત અને નેશનલ કોઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન (એનસીડીસી) દ્વારા સંચાલિત સંયુક્ત પ્રયાસ સાથે પીએસીએસ ગોડાઉનોને અનાજની પુરવઠા શ્રુંખલા સાથે સંકલિત કરવાનો, ખાદ્ય સુરક્ષાને મજબૂત કરવાનો અને દેશમાં આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવાનો છે. આ પહેલનો અમલ વિવિધ વર્તમાન યોજનાઓ જેવી કે એગ્રિકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ (એઆઇએફ), એગ્રિકલ્ચર માર્કેટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર (એએમઆઇ) વગેરેના સમન્વય દ્વારા કરવામાં આવી રહ્યો છે, જેથી પ્રોજેક્ટમાં સહભાગી પીએસીએસને માળખાગત વિકાસ હાથ ધરવા માટે સબસિડી અને ઇન્ટરેસ્ટ સબવેન્શન લાભો મેળવવા સક્ષમ બનાવી શકાય. પ્રધાનમંત્રીએ દેશભરમાં 18,000 PACSમાં કમ્પ્યુટરાઇઝેશન માટેના પ્રોજેક્ટનું ઉદઘાટન પણ કર્યું હતું, જે સહકારી ક્ષેત્રને પુનર્જીવિત કરવા અને નાના અને સીમાંત ખેડૂતોને સશક્ત બનાવવાના ઉદ્દેશ સાથે સરકારના “સહકાર સે સમૃદ્ધિ”ના વિઝન સાથે સુસંગત છે.

આ પ્રસંગે પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, ભારત મંડપમ (  Bharat Mandapam ) વિકાસશીલ ભારતની સફરમાં વધુ એક સીમાચિહ્નરૂપ છે, એટલે કે ‘સહકારથી સમૃદ્ધિ’ની દિશામાં એક ડગલું આગળ વધી રહ્યું છે. સહકારની ( cooperative sector ) શક્તિ કૃષિ અને કૃષિના પાયાને મજબૂત કરવામાં બહુ મોટી ભૂમિકા ભજવે છે, જેના કારણે સહકાર માટે અલગ મંત્રાલય બન્યું છે. તેમણે જણાવ્યું હતું કે, આજે શરૂ કરવામાં આવેલી ‘સહકારી ક્ષેત્રમાં વિશ્વની સૌથી મોટી અનાજ સંગ્રહ યોજના’ને પરિણામે દેશનાં દરેક ખૂણામાં હજારો વેરહાઉસ અને ગોડાઉનો સ્થપાશે. આ અને અન્ય પ્રોજેક્ટ્સ જેવા કે પીએસીના કમ્પ્યુટરાઇઝેશનથી દેશમાં કૃષિને નવા પરિમાણો મળશે અને ખેતીનું આધુનિકીકરણ થશે.

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, સહકારી મંડળીઓ ભારત માટે પ્રાચીન વિભાવના છે. એક ધર્મગ્રંથને ટાંકીને પ્રધાનમંત્રીએ સમજાવ્યું હતું કે, જો નાનાં સંસાધનોને એકસાથે જોડવામાં આવે તો મોટું કાર્ય પૂર્ણ થઈ શકે છે. તેમણે કહ્યું હતું કે, ભારતમાં પ્રાચીન રીતે ગામડાંઓની વ્યવસ્થામાં આ મોડલનું પાલન થતું હતું. “સહકારી મંડળીઓ એ ભારતના ઉદારમતવાદી સમાજનો પાયો હતો. તે માત્ર કોઈ સિસ્ટમ જ નથી, પરંતુ એક માન્યતા, એક ભાવના છે.” પીએમ મોદીએ ટિપ્પણી કરી હતી કે, સહકારી મંડળીની આ ભાવના સિસ્ટમ અને સંસાધનોની સીમાઓની બહાર છે અને અપવાદરૂપ પરિણામો આપે છે. તેમણે જણાવ્યું હતું કે, તેમાં દૈનિક જીવન સાથે સંબંધિત સામાન્ય વ્યવસ્થાને વિશાળ મહેનતુ વ્યવસ્થામાં પરિવર્તિત કરવાની સંભવિતતા છે તથા ગ્રામીણ અને કૃષિ અર્થતંત્રનાં બદલાતાં ચહેરાનું સાબિત થયેલું પરિણામ છે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ નવા મંત્રાલય મારફતે સરકારનું લક્ષ્ય ભારતનાં કૃષિ ક્ષેત્રની ખંડિત શક્તિઓને એકમંચ પર લાવવાનું છે.

ખેડૂત ઉત્પાદક સંગઠન (એફપીઓ)નું ઉદાહરણ આપીને પ્રધાનમંત્રીએ ગામડાંઓમાં નાનાં ખેડૂતો વચ્ચે વધતી ઉદ્યોગસાહસિકતાની નોંધ લીધી હતી. તેમણે જણાવ્યું હતું કે, અલગ મંત્રાલય હોવાને કારણે દેશમાં 10,000 એફપીઓના લક્ષ્યાંકમાંથી 8000 એફપીઓ કાર્યરત છે. સહકારી મંડળીઓનો લાભ હવે માછીમારો અને પુથુપાલક સુધી પણ પહોંચી રહ્યો છે. મત્સ્યઉદ્યોગ ક્ષેત્રે 25,000થી વધુ સહકારી એકમો કાર્યરત છે. પ્રધાનમંત્રીએ આગામી વર્ષોમાં 2,00,000 સહકારી મંડળીઓની સ્થાપના કરવાના સરકારના લક્ષ્યાંકનો પુનરોચ્ચાર કર્યો હતો.

આ સમાચાર પણ વાંચો :  Mumbai Local : મુંબઈગરાઓ માટે મહત્વના સમાચાર! આ ત્રણ રેલ્વે લાઈન પર આજે રહેશે નાઇટ બ્લોક. ચેક કરો શેડ્યુલ..

ગુજરાતનાં મુખ્યમંત્રી તરીકેનાં પોતાનાં અનુભવોને યાદ કરીને પ્રધાનમંત્રીએ અમૂલ અને લિજ્જત પાપડની સફળતાની ગાથાઓને સહકારી મંડળીઓનાં બળ તરીકે ટાંક્યાં હતાં તથા આ સાહસોમાં મહિલાઓની કેન્દ્રીય ભૂમિકા પર પણ પ્રકાશ પાડ્યો હતો. સરકારે સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલી નીતિઓમાં મહિલાઓને પ્રાથમિકતા આપી છે. તેમણે મલ્ટિ-સ્ટેટ કો-ઓપરેટિવ સોસાયટીઝ એક્ટમાં સુધારો કરીને મહિલાઓ માટે બોર્ડનું પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કરવાનો ઉલ્લેખ કર્યો હતો.

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, સહકારી મંડળીઓ સામૂહિક તાકાત સાથે ખેડૂતોની વ્યક્તિગત સમસ્યાઓનું સમાધાન કરવાની સંભવિતતા ધરાવે છે તથા તેમણે સંગ્રહનું ઉદાહરણ આપ્યું હતું. સ્ટોરેજ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના અભાવને કારણે ખેડૂતોને થયેલા નુકસાન તરફ ધ્યાન દોરતા, પ્રધાનમંત્રીએ સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી અને આગામી 5 વર્ષમાં રૂ. 1.25 લાખ કરોડના ખર્ચે પૂર્ણ થનારી 700 લાખ મેટ્રિક ટનની વિશ્વની સૌથી મોટી સ્ટોરેજ યોજના તરફ ધ્યાન દોર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે તેનાથી ખેડૂતો પોતાની ઉપજનો સંગ્રહ કરી શકશે અને પોતાની જરૂરિયાત મુજબ યોગ્ય સમયે તેનું વેચાણ કરી શકશે અને સાથે જ બેંકો પાસેથી લોન મેળવવામાં પણ મદદ મળશે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “વિકસિત ભારતની રચના માટે કૃષિ વ્યવસ્થાઓનું આધુનીકરણ પણ એટલું જ મહત્ત્વપૂર્ણ છે.” પીએસીએસ જેવી સરકારી સંસ્થાઓ માટે નવી ભૂમિકા ઊભી કરવા માટે સરકારનાં પ્રયાસો પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આ સમિતિઓ જન ઔષધિ કેન્દ્રો તરીકે કાર્યરત છે જ્યારે હજારો પીએમ કિસાન સમૃદ્ધિ કેન્દ્રો પણ ચલાવવામાં આવી રહ્યા છે. તેમણે પેટ્રોલ, ડીઝલ અને એલપીજી સિલિન્ડરના વિસ્તારોમાં કાર્યરત સહકારી સમિતિઓનો પણ ઉલ્લેખ કર્યો હતો, જ્યારે પીએસીએસ કેટલાક ગામોમાં જળ સમિતિઓની ભૂમિકા પણ ભજવે છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તેનાથી લોન સમિતિઓની ઉત્પાદકતામાં વધારો થયો છે અને આવકનાં નવા સ્ત્રોતોનું સર્જન પણ થયું છે. તેમણે ઉમેર્યું હતું કે, “સહકારી સમિતિઓ હવે ગામડાઓમાં સામાન્ય સેવા કેન્દ્રો તરીકે કામ કરી રહી છે અને સેંકડો સુવિધાઓ પ્રદાન કરે છે.” તેમણે ઉમેર્યું હતું કે, મોટા પાયે ખેડૂતો સુધી સેવાઓ પહોંચાડવા માટે ટેકનોલોજી અને ડિજિટલ ઇન્ડિયાના ઉદભવની નોંધ લીધી હતી. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, તેનાથી ગામડાઓમાં યુવાનો માટે રોજગારીની નવી તકોનું સર્જન થશે.

પ્રધાનમંત્રીએ વિકસિત ભારતની યાત્રામાં સહકારી સંસ્થાઓનાં મહત્ત્વની રૂપરેખા આપી હતી. તેમણે તેમને અત્મનિર્ભર ભારતનાં લક્ષ્યાંકોમાં પ્રદાન કરવા જણાવ્યું હતું. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, “વિકાસશીલ ભારત અખંડ ભારત વિના શક્ય નથી. તેમણે સૂચવ્યું હતું કે, સહકારી મંડળીએ એવી ચીજવસ્તુઓની યાદી બનાવવી જોઈએ, જેના માટે આપણે આયાત પર નિર્ભર છીએ અને સહકારી ક્ષેત્ર સ્થાનિક સ્તરે તેનું ઉત્પાદન કરવામાં કેવી રીતે મદદ કરી શકે છે તેની તપાસ કરવી જોઈએ. તેમણે ખાદ્યતેલનું ઉદાહરણ એક ઉત્પાદન તરીકે આપ્યું જે લઈ શકાય. તે જ રીતે, ઇથેનોલ માટે સહકારી દબાણ ઊર્જાની જરૂરિયાતો માટે તેલની આયાત પરની નિર્ભરતાને ઘટાડી શકે છે. કઠોળની આયાત એ બીજું ક્ષેત્ર છે જે પ્રધાનમંત્રીએ વિદેશી અવલંબન ઘટાડવા માટે સહકારી મંડળીઓ માટે સૂચવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, સહકારી મંડળીઓ દ્વારા ઘણી ચીજવસ્તુઓનું ઉત્પાદન પણ હાથ ધરવામાં આવી શકે છે.

પ્રધાનમંત્રીએ કુદરતી ખેતીમાં સહકારી મંડળીઓની ભૂમિકા પર પણ ભાર મૂક્યો હતો અને ખેડૂતોને ઊર્જાદાતા (ઊર્જા પ્રદાન કરનાર) અને ઉર્વરકદાતા (ખાતરનો પુરવઠો પૂરો પાડનારા)માં પરિવર્તિત કર્યા હતા. તેમણે કહ્યું કે ખેતરોની સરહદો પર રૂફટોપ સોલર અને સોલર પેનલ્સને સહકારી પહેલ માટેના ક્ષેત્રો તરીકે જોઇ શકાય છે. ગોબરધનમાં પણ આવો જ હસ્તક્ષેપ શક્ય છે, બાયો સીએનજીનું ઉત્પાદન, ખાતર અને વેસ્ટ ટુ વેલ્થ. આનાથી ખાતરની આયાતના બિલમાં પણ ઘટાડો થશે, એમ તેમણે જણાવ્યું હતું. તેમણે સહકારી મંડળીને નાના ખેડૂતોના પ્રયાસોના વૈશ્વિક બ્રાન્ડિંગમાં આગળ આવવા જણાવ્યું હતું. તેમણે શ્રી અન્ન-મિલેટને વૈશ્વિક સ્તરે ડાઇનિંગ ટેબલ પર ઉપલબ્ધ કરાવવા પણ જણાવ્યું હતું.

ગ્રામીણ આવક વધારવામાં સહકારી મંડળીની ભૂમિકા પર ધ્યાન કેન્દ્રિત કરતા પ્રધાનમંત્રીએ તેમનાં મતવિસ્તાર કાશીમાં ડેરી સહકારી મંડળીની અસરની નોંધ લીધી હતી. મધનું ઉત્પાદન ૭૫ હજાર મેટ્રિક ટનથી વધીને ૧.૫ લાખ મેટ્રિક ટન અને મધની નિકાસ છેલ્લા 10 વર્ષમાં 28 હજાર મેટ્રિક ટનથી વધીને 80 હજાર મેટ્રિક ટન થઈ હોવાથી મધ ક્ષેત્રે સહકારી મંડળીઓએ કરેલી હરણફાળની પણ તેમણે નોંધ લીધી હતી. નાફેડ, ટ્રાઇફેડ અને રાજ્ય સહકારી મંડળીઓની ભૂમિકાને સ્વીકારીને પ્રધાનમંત્રીએ આ સંસ્થાઓના કાર્યક્ષેત્રને વિસ્તૃત કરવા જણાવ્યું હતું.

આ સમાચાર પણ વાંચો : Sion bridge closure: મુસાફરોને હાલાકી.. સાયન સ્ટેશન પાસેનો બ્રિટિશકાળ નો બ્રિજ 29મી ફેબ્રુઆરી થી સંપૂર્ણ રીતે થશે બંધ

ડિજિટલ પેમેન્ટ અને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરના ફાયદાઓ પર ભાર મૂકીને પ્રધાનમંત્રીએ PACS દ્વારા ડાયરેક્ટ અને ડિજિટલ પેમેન્ટની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે તેમને સોઇલ ટેસ્ટિંગ માટે આગળ આવવા અને સોઇલ હેલ્થ કાર્ડ અભિયાનને સફળ બનાવવા પણ જણાવ્યું હતું.

પ્રધાનમંત્રીએ સહકારી મંડળીઓમાં યુવાનો અને મહિલાઓનું પ્રદાન વધારવા ધ્યાન દોર્યું હતું. તેમણે સૂચન કર્યું કે સહકારી મંડળી સાથે સંકળાયેલા ખેડુતોને જમીનના સ્વાસ્થ્યનું વિશ્લેષણ કરવા અને તે મુજબ ઉત્પાદન કરવાનું શીખવવામાં આવે. તેમણે કહ્યું હતું કે, તેનાથી નવું વાતાવરણ ઊભું થશે અને આ ક્ષેત્રને પુનઃ ઊર્જા મળશે. પ્રધાનમંત્રીએ સહકારી ક્ષેત્રમાં કૌશલ્ય વિકાસ અને તાલીમ વિશે જાગૃતિ લાવવા પર પણ ભાર મૂક્યો હતો. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “પીએસીએસ અને સહકારી મંડળીઓએ પણ એકબીજા પાસેથી શીખવું પડશે.” પ્રધાનમંત્રીએ શ્રેષ્ઠ પદ્ધતિઓ વહેંચવા માટે એક પોર્ટલ, ઓનલાઇન તાલીમ માટેની વ્યવસ્થા અને શ્રેષ્ઠ પદ્ધતિઓને આગળ વધારવા મોડ્યુલની રચના કરવાનું સૂચન કર્યું હતું. મહત્વાકાંક્ષી જિલ્લા કાર્યક્રમ વિશે બોલતા પ્રધાનમંત્રીએ જિલ્લાઓ વચ્ચે સ્વસ્થ સ્પર્ધા ઊભી કરવાનો ઉલ્લેખ કર્યો હતો અને સહકારી ક્ષેત્રમાં પણ આ જ પ્રકારની વ્યવસ્થા ઊભી કરવાનું સૂચન કર્યું હતું. તેમણે લોકોનો વિશ્વાસ વધારવા માટે સહકારી સંસ્થાઓની ચૂંટણીમાં પારદર્શિતા લાવવાના મહત્વ પર પણ ભાર મૂક્યો હતો.

પ્રધાનમંત્રીએ સહકારી મંડળીઓને સમૃદ્ધિનો આધાર બનાવવાના સરકારના પ્રયાસો પર પ્રકાશ પાડ્યો હતો અને રૂ. 1 કરોડથી રૂ. 10 કરોડની આવક ધરાવતી સહકારી મંડળીઓ પરનો સેસ 12 ટકાથી ઘટાડીને 7 ટકા કરવાનો ઉલ્લેખ કર્યો હતો. આનાથી સમિતિઓ માટે મૂડીમાં વધારો થયો છે, જ્યારે એક કંપની તરીકે આગળ વધવા માટે વિવિધ માર્ગો પણ ખોલ્યા છે. તેમણે સહકારી મંડળીઓ અને કંપનીઓ વચ્ચે વૈકલ્પિક કરવેરામાં ભેદભાવ તરફ ધ્યાન દોર્યું હતું અને સોસાયટીઓ માટે લઘુતમ વૈકલ્પિક કર 18.5 ટકાથી ઘટાડીને 15 ટકા કરવાનો ઉલ્લેખ કર્યો હતો, જેથી સહકારી મંડળીઓ અને કંપનીઓ વચ્ચે સમાનતા સ્થાપિત થશે. પ્રધાનમંત્રીએ ઉપાડ પર ટીડીએસની સમસ્યાનું સમાધાન કરવા ઉપાડની મર્યાદા વાર્ષિક રૂ. 1 કરોડથી વધારીને રૂ. 3 કરોડ કરવા પણ જણાવ્યું હતું. સંબોધનના સમાપનમાં પ્રધાનમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, સહકારની દિશામાં સંયુક્ત પ્રયાસોથી દેશની સામૂહિક તાકાત સાથે વિકાસની તમામ સંભાવનાઓ ખુલી જશે.

આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહ, કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી અર્જુન મુંડા અને કેન્દ્રીય વાણિજ્ય મંત્રી શ્રી પિયુષ ગોયલ ઉપસ્થિત રહ્યા હતા.

પાશ્વ ભાગ

આ સ્મારક પ્રોજેક્ટને રૂ. 2,500 કરોડથી વધુના નાણાકીય ખર્ચ સાથે મંજૂરી આપવામાં આવી છે. આ પહેલમાં તમામ ફંક્શનલ પીએસીએસને યુનિફાઇડ એન્ટરપ્રાઇઝ રિસોર્સ પ્લાનિંગ (ઇઆરપી) આધારિત રાષ્ટ્રીય સોફ્ટવેરમાં પરિવર્તિત કરવાનો સમાવેશ થાય છે, જે સાતત્યપૂર્ણ સંકલન અને કનેક્ટિવિટી સુનિશ્ચિત કરે છે. રાજ્ય સહકારી બેંકો અને જિલ્લા કેન્દ્રીય સહકારી બેંકો મારફતે નાબાર્ડ સાથે આ પેક્સને જોડીને, પ્રોજેક્ટનો ઉદ્દેશ પેક્સની કામગીરીની કાર્યક્ષમતા અને શાસનને વધારવાનો છે, જેથી કરોડો નાના અને સીમાંત ખેડૂતોને લાભ થશે. નાબાર્ડે આ પ્રોજેક્ટ માટે નેશનલ લેવલ કોમન સોફ્ટવેર વિકસાવ્યું છે, જે સમગ્ર દેશમાં પીએસીએસની વિવિધ જરૂરિયાતોને પહોંચી વળવા માટે તૈયાર કરવામાં આવ્યું છે. ઇઆરપી સોફ્ટવેર પર 18,000 પીએસીએસનું ઓનબોર્ડિંગ પૂર્ણ થયું છે, જે પ્રોજેક્ટના અમલીકરણમાં નોંધપાત્ર સીમાચિહ્નરૂપ છે.

 Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More