Namo Bharat Train: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સાહિબાબાદ આરઆરટીએસ સ્ટેશનથી ન્યૂ અશોક નગર આરઆરટીએસ સ્ટેશન સુધી નમો ભારત ટ્રેનમાં સવારી કરી હતી. તેમની યાત્રા દરમિયાન તેમણે યુવાન મિત્રો સાથે ઉષ્માસભર વાતચીત કરી હતી, જેમણે તેમને પેઇન્ટિંગ્સ અને આર્ટ વર્ક્સની ભેટ આપી હતી.
પ્રધાનમંત્રી અને નવા, ઉભરતા ભારત વિશે કવિતાનું પઠન કરનારી એક યુવતી સાથે વાતચીત કરતાં PM મોદીએ તેમની પ્રશંસા કરી હતી. શ્રી મોદીએ એક યુવાન સાથે પણ વાતચીત કરી હતી, જેણે તેમને પેઇન્ટિંગ ભેટ આપ્યું હતું અને તે મકાનનો લાભાર્થી પણ હતો. પીએમએ યુવાનને નવા મકાનમાં તેમની પ્રગતિ વિશે પૂછ્યું અને તેને શુભેચ્છા પાઠવી. અન્ય એક યુવતીએ પણ પ્રધાનમંત્રી વિશે એક કવિતા સંભળાવી હતી, જેના માટે તેમણે તેની પ્રશંસા કરી હતી.
આ સમાચાર પણ વાંચો : Maharashtra Political : વિપક્ષ થયો દેવેન્દ્ર ફડણવીસનો મુરીદ… સંજય રાઉત બાદ સુપ્રિયા સુળેએ પણ ‘દેવભાઈ’ના કર્યા વખાણ; જાણો શું કહ્યું…
ત્યારબાદ પ્રધાનમંત્રીએ મહિલા લોકો પાઇલટ્સ સાથે વાતચીત કરી હતી, જેમણે તેમની નોકરી અંગે ખુશી અને ગર્વ વ્યક્ત કર્યો હતો. તેમણે તેમને ખૂબ જ એકાગ્રતા સાથે કામ કરવા વિનંતી કરી અને તેમની નવી નોકરી માટે શુભેચ્છા પાઠવી હતી.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.