News Continuous Bureau | Mumbai
PM Modi Jungle Safari: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ( PM Modi ) હાલ આસામ અને અરુણાચલ પ્રદેશની 2 દિવસીય મુલાકાતે છે. દરમિયાન પીએમ મોદી આજે વહેલી સવારે કાઝીરંગા નેશનલ પાર્ક પહોંચ્યા હતા, જ્યાં તેમણે હાથી પર સવારી સાથે જીપ સફારી ( Jeep Safari ) પણ કરી હતી. પીએમ મોદી આજે સવારે લગભગ 5 વાગે કાઝીરંગા નેશનલ પાર્ક પહોંચ્યા હતા. નરેન્દ્ર મોદી દેશના પહેલા વડાપ્રધાન છે, જેઓ કાઝીરંગામાં રાત્રિ આરામ કર્યા બાદ જંગલ સફારી પર પહોંચ્યા હતા.
જુઓ વિડીયો
Capturing the essence of Bharat's natural beauty!
PM @narendramodi ji's elephant safari at Kaziranga National Park showcases the nation's rich ecological diversity & commitment to wildlife conservation.#ModiHaiTohMumkinHai pic.twitter.com/CHgO00MDuF
— Sunil Deodhar (Modi Ka Parivar) (@Sunil_Deodhar) March 9, 2024
સુરક્ષા વ્યવસ્થા કડક
મહત્વનું છે કે પીએમ મોદી શુક્રવારે સાંજે તેજપુર પહોંચ્યા હતા, જ્યાં આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ તેમનું સ્વાગત કર્યું હતું. રાત્રે આરામ કર્યા બાદ આજે સવારે તેમણે કાઝીરંગાની મુલાકાત લીધી હતી. પીએમ મોદી કાઝીરંગા પહોંચે તે પહેલા તમામ સુરક્ષા વ્યવસ્થા કડક ગોઠવી દેવામાં આવી હતી. મળતી માહિતી મુજબ પીએમ મોદી કાઝીરંગા નેશનલ પાર્કમાં લગભગ 2 કલાક રોકાયા હતા.
આ સમાચાર પણ વાંચો : Tan Removing Tips: તડકામાં હાથ, પગ અને ગરદન થઇ ગયા છે ટેન, તો આ ઘરગથ્થું ઉપાયોથી તેને કરો દૂર
સેન્ટ્રલ કોહોરા રેન્જના મિહિમુખ વિસ્તારમાં હાથીની સવારી લીધી
કાઝીરંગાની તેમની પ્રથમ મુલાકાત પર, પીએમ મોદીએ પહેલા પાર્કની સેન્ટ્રલ કોહોરા રેન્જના મિહિમુખ વિસ્તારમાં હાથીની સવારી લીધી અને પછી તે જ રેન્જની અંદર જીપ સફારી પર પણ ગયા. પીએમની સાથે પાર્ક ડિરેક્ટર સોનાલી ઘોષ અને અન્ય વરિષ્ઠ વન અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.
PM Narendra Modi doing Elephant safari in Kaziranga national park Assam.#PMInKaziranga #KazirangaNationalPark #Assam #PMModi pic.twitter.com/yPZnByVf3N
— Amitabh Chaudhary (@MithilaWaala) March 9, 2024
સેનાપતિ લચિત બોરફૂકનની ભવ્ય પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ વીર’નું અનાવરણ
PM મોદી આજે આસામના અહોમ સામ્રાજ્યના શાહી સેનાના પ્રખ્યાત સેનાપતિ લચિત બોરફૂકનની ભવ્ય પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ વીર’નું અનાવરણ કરશે, જેમણે મુઘલોને હરાવ્યા હતા. આ પ્રોજેક્ટમાં લચિત અને તાઈ-અહોમ મ્યુઝિયમનું નિર્માણ અને 500ની બેઠક ક્ષમતાવાળા ઓડિટોરિયમનો પણ સમાવેશ થાય છે. આ પહેલનો હેતુ લચિત બોરફૂકનની બહાદુરીને યાદ કરવાનો અને તેના વારસા વિશે જાગૃતિ લાવવાનો છે. આનાથી આ વિસ્તારમાં પ્રવાસનને પ્રોત્સાહન મળશે અને રોજગારીની તકો ઊભી થશે તેવી અપેક્ષા છે.
પછી વડા પ્રધાન જોરહાટ જિલ્લાના મેલેંગ મેટેલી પોથરની મુલાકાત લેશે, જ્યાં તેઓ લગભગ રૂ. 18,000 કરોડના કેન્દ્ર અને રાજ્ય બંને પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી આરોગ્ય, તેલ અને ગેસ, રેલ અને આવાસ ક્ષેત્રને મજબૂત બનાવતી અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન, રાષ્ટ્રને સમર્પિત અને શિલાન્યાસ કરશે. આ ઉપરાંત પીએમ જોરહાટમાં જનસભાને પણ સંબોધિત કરવાના છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)