ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 04 સપ્ટેમ્બર, 2021
શનિવાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મહિને એટલે કે સપ્ટેમ્બરના છેલ્લા સપ્તાહમાં અમેરિકાની મુલાકાત લે તેવી શક્યતા છે.
ટોચના સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, PM સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયામાં વોશિંગ્ટન ડીસી અને ન્યૂયોર્કની મુલાકાત લઈ શકે છે.
જોકે કાર્યક્રમ હજુ ફાઈનલ થવાનો બાકી છે. પ્રારંભિક યોજના અનુસાર, માનવામાં આવે છે કે વડાપ્રધાન મોદી 23-24 સપ્ટેમ્બરના રોજ અમેરિકાની મુલાકાત લઈ શકે છે.
વડાપ્રધાનની સંભવિત અમેરિકા યાત્રાને ખૂબ જ મહત્વની માનવામાં આવે છે કારણ કે અફઘાનિસ્તાનમાં જે પરિસ્થિતિ ઊભી થઇ છે તેને પગલે અમેરિકી પ્રમુખ સાથે ચર્ચા ખૂબ જરૂરી અને મહત્વની બની જવાની છે.
અમેરિકી પ્રમુખ સાથે બેઠક દરમિયાન કેટલાક મહત્વના અને ગંભીર મુદ્દા અંગે ચર્ચા મંત્રણા થવાની છે.
તાલિબાનના શાસન બાદ પાકિસ્તાનની નીતિ તેમજ ચીન અને પાકિસ્તાન દ્વારા તાલિબાનને આપવામાં આવી રહેલા સમર્થન અંગે પણ આ બેઠકમાં ચર્ચા થઇ શકે છે.
ભારતને ચોથો મેડલ ગોલ્ડ મેડલ, બેડમિન્ટન ખેલાડી પ્રમોદ ભગતે ફાઇનલમાં આ દેશના ખેલાડીને હરાવ્યો