ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 16 સપ્ટેમ્બર, 2021
ગુરુવાર
ટાઇમ મેગેઝિને તેની 2021 ના 100 સૌથી પ્રભાવશાળી લોકોની યાદી જાહેર કરી છે.
ટાઇમના આ યાદીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયાના સીઈઓ અદાર પૂનાવાલાનું નામ પણ સામેલ છે.
જોકે 2021ના પ્રભાવશાળી નેતાઓના લિસ્ટમાં સૌથી ચોંકાવનારૂ નામ તાલિબાનના સહ-સંસ્થાપક મુલ્લા અબ્દુલ ગની બરાદરનું છે.
નેતાઓની વૈશ્વિક યાદીમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન, ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ, ચીની રાષ્ટ્રપતિ શિ જિનપિંગ, ડ્યૂક અને ડચેસ ઓફ સસેક્સ પ્રિન્સ હેરી અને મેધન સામેલ છે.
આ સિવાય અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, ઇઝરાયલના પ્રધાનમંત્રી નેફ્ટાલી બેનેટ, ઈરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઈસી અને ટેલ્સાના સીઈઓ એલન મસ્કનું નામ સામેલ છે.
અરે વાહ! ભાઈ અને બહેન બંને એકસાથે સી.એ. થયાં અને તે પણ રેન્ક હોલ્ડર