News Continuous Bureau | Mumbai
PM Modi Mathura Visit: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 23 નવેમ્બર, 2023ના રોજ સાંજે લગભગ 4:30 વાગ્યે ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના મથુરા(Mathura) માં સંત મીરાબાઈની 525મી જન્મજયંતીની ઉજવણી માટે આયોજિત એક કાર્યક્રમ ‘સંત મીરાબાઈ જન્મોત્સવ’માં ભાગ લેશે. પ્રધાનમંત્રી સંત મીરાંબાઈ (Meera bai) ના સન્માનમાં એક સ્મારક સ્ટેમ્પ અને સિક્કો પણ બહાર પાડશે. આ પ્રસંગે આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં પણ હાજરી આપશે. આ કાર્યક્રમમાં સંત મીરાબાઈની યાદમાં એક વર્ષ સુધી ચાલનારા કાર્યક્રમોની શરૂઆત પણ કરવામાં આવશે.
સંત મીરાબાઈ ભગવાન શ્રીકૃષ્ણ (Lord Krishna) પ્રત્યેની ભક્તિ માટે જાણીતા છે. તેમણે ઘણા પદ અને ભજનોની રચના કરી હતી, જે આજે પણ લોકપ્રિય છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
આ સમાચાર પણ વાંચો : MPHC recruitment 2023: આ રાજ્યની HCમાં સિવિલ જજની 138 જગ્યાઓ માટે ભરતી, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ!